________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
અધ્યાત્મ વૈભવ કેવળ જ્ઞાતા રહેવાથી સાક્ષાત્ અકર્તા છે. લ્યો, આનું નામ સમકિત અને આ ધર્મ. બાપુ! આ તો વીરનો માર્ગ પ્રભુ! ..
આ પ્રમાણે ભેદવિજ્ઞાન થતાં જ્ઞાની વર્તમાન પર્યાયમાં જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને જ કરતો થકો કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે. આવી વાત છે. આ સ્યાદ્વાદ છે.
(૯-ર૬૭) (૩૮૭) ભાઈ ! તું આ વ્યવહારના શુભભાવ મને મોક્ષની પ્રાપ્તિ કરાવશે એમ હું માને છે પણ તારી માન્યતા બરાબર નથી. તારી એ માન્યતાએ જ તને રઝળાવી માર્યો છે, પછી તે ઠીક કેમ હોય? માટે જો તને મોક્ષની ઇચ્છા છે તો અંતર્મુખ દષ્ટિ કરી ભેદજ્ઞાન કર. અંતર્મુખ દષ્ટિ વડે જ ભેદજ્ઞાન થાય છે. ભેદજ્ઞાન વડે જ અંદશ શુદ્ધ નિશ્ચય પરમાર્થ વસ્તુ પોતે છે તેનો અનુભવ થાય છે. આનું જ નામ ધર્મ ને આનું જ નામ મોક્ષનો ઉપાય છે. અનાદિકાળનું ભવભ્રમણ મટાડવાનો આ જ એક ઉપાય છે.
(૧૦-૨૭૬ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com