________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૬
અધ્યાત્મ વૈભવ અજ્ઞાનભાવમાં નિશ્ચલ-સ્થિત કરે છે. આ રીતે આત્મા અને બંધને સર્વ તરફથી ભિન્ન ભિન્ન કરી દે છે.
. પરલક્ષે જે શુભાશુભ વૃત્તિઓ ઊઠે છે તે બંધ છે ને તે અજ્ઞાનભાવ છે. “બંધને અજ્ઞાનભાવમાં નિશ્ચલ કરતી” એમ કહ્યું ને ! રાગમાં ચૈતન્યના અંશનો અભાવ છે તેથી તે અજ્ઞાનમય ભાવ છે, અંધકાર છે. અંદરમાં સાવધાન થઈને અર્થાત્ ઉપયોગની જાગૃતિ રાખીને પ્રજ્ઞાછીણી પટકવામાં આવતાં તે સૂક્ષ્મ સંધિને ભેદીને એકકોર જ્ઞાનસ્વરૂપ આત્મા ને બીજીકોર અંધકારસ્વરૂપ રાગ-બન્ને ભિન્ન પાડી દે છે. અહીં ! ભગવતી પ્રજ્ઞા-જ્ઞાનમય ચેતના આત્મા અને બંધને સર્વ તરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર કાળ ને ભાવ-એમ ચોતરફથી ભિન્ન ભિન્ન કરી દે છે. બંધના-રાગના કોઈ અંશને જ્ઞાનમાં ભેળવતી નથી, ને જ્ઞાનના કોઈ અંશને બંધમાં-રાગમાં ભેળવતી નથી. અહા ! આવી ભગવતી પ્રજ્ઞાજ્ઞાનચેતના એ એક જ મોક્ષનો ઉપાય છે.
(૮-૪૧૬) (૩૮૩) અહા ! હું એક શુદ્ધ ચિત્માત્ર જ્ઞાતા-દ્રષ્ટા પ્રભુ આત્મા છું. અહા ! આવી ત્રિકાળી ચીજ તે મારું સ્વ છે-એમ સ્વને ઓળખી, તેનો અનુભવ કરી તેમાં જ લીન રહેવું એ જ આત્માને રાગથી ભિન્ન કરવું છે. આત્માનો અનુભવ કરી એમાં જ લીન રહેવું એનું નામ ભગવતી પ્રજ્ઞાન છે. તેનાથી જ સર્વ કર્મનો નાશ થાય છે, સિદ્ધપદને પમાય છે, એમ જાણવું. લ્યો, ણમો સિદ્ધાંણ' –એવું સિદ્ધપદ આ રીતે પમાય છે.
પ્રભુ! આ રાગ અને આત્માને આ રીતે જુદા કર તો તારો અવતાર સફળ થશે. તેથી તને આત્મલાભ થશે, અંદર અતીન્દ્રિય આનંદ પ્રગટશે અને તેને પોતાથી જ ખાત્રી થશે કે હવે મને જન્મ-મરણ નથી; કોઈને પૂછવું નહિ પડે.
(૮-૪૧૮) (૩૮૪) બંનેને જુદા પાડવાનું પ્રયોજન જ આ છે કે રાગનું લક્ષ છોડી ચિદાનંદઘન પ્રભુ આત્માને જ ગ્રહણ કરવો-અનુભવવો. આ રીતે જ એને સમ્યગ્દર્શનજ્ઞાન ને અંતરરમણતારૂપ ધર્મ પ્રગટ થાય છે. આ સિવાય બહારમાં દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધા કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાથી સમકિત થવાનું કોઈ કહે તો તે અસત્ય છે, સત્યાર્થ નથી.
જુઓ, આ ભેદજ્ઞાન કહ્યું. આને છોડવો ને આને ગ્રહણ કરવો એ ભેદ કરવાના સૂક્ષ્મ વિકલ્પ તો વિકલ્પરૂપ ભેદજ્ઞાન છે. પણ આત્માની ભૂમિકામાં જે જાણવા-દેખવાનો ઉપયોગ થાય તેને એકદમ જાણનાર.. જાણનાર. જાણનાર પ્રભુ જ્ઞાયક પ્રતિ વાળીને શુદ્ધાત્માનુભૂતિ કરે ત્યારે રાગાદિ જે પુણ્ય-પાપના બંધભાવો છે તેનું લક્ષ છૂટી જાય છે અને તે વાસ્તવિક ભેદજ્ઞાન છે, સમ્યજ્ઞાન છે, ધર્મ છે.
(૮-૪૩૨)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com