________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદશાન
૧૩૫
જેમ લગ્નમાં ‘સમય વર્તે સાવધાન' કહે છે ને? આઠ લાગે લગ્નનો ટાઈમ હોય તો સમય થઈ જતાં કહે કે-ટાઈમ થઈ ગયો છે, અંદરથી કન્યાને લાવો. એમ અહીં કહે છેરાગથી છૂટા પડવાનો તા૨ો ટાઈમ થઈ ગયો છે, માટે અંદરમાં-સ્વભાવમાં જા અને રાગને ભિન્ન પાડ. ભાઈ ! કરવાનું હોય તો એક આ કરવાનું છે. બાકી તો બધું થોથેથોથાં છે.
જોયું? આ પ્રજ્ઞારૂપી છીણી કોના વડે પટકવામાં આવે છે? ‘પ્રવીણ પુરુષો વડે. ' લ્યો, આનું નામ તે પ્રવીણ પુરુષ જે ભેદજ્ઞાન કરે છે. દુનિયામાં પ્રવીણ-ચતુર કહેવાય તે આ નહીં. દુનિયાના કહેવાતા પ્રવીણ પુરુષો તો બધા પાગલ છે, મૂર્ખ છે; કેમકે તેઓ સ્વભાવનો પુરુષાર્થ ક્યાં કરે છે? તેઓ તે પુરુષાર્થહીન નપુંસક છે. આ તો જે સ્વભાવના પુરુષાર્થ વડે ભેદવિજ્ઞાન પ્રગટ કરે તે પ્રવીણ-નિપુણ પુરુષ છે એમ વાત છે.
અહાહા...! કહે છે-પ્રવીણ પુરુષો વડે પ્રજ્ઞાછીણીને નિષ્પ્રમાદપણે મહા યત્ન વડે પટકવામાં આવતાં..., ક્યાં? આત્મા અને કર્મ-બન્ને વચ્ચેના સૂક્ષ્મ અંતરંગ સંધિના બંધમાં અર્થાત્ અંદરની સાધના જોડાણમાં. જેમ જંગલમાં લાખો મણ પથ્થરોનો પહાડ હોય છે એમાં વચ્ચે વચ્ચે લાલ, ધોળી એવી રગ હોય છે. એ રગ એ બે પથ્થરો વચ્ચે સાંધ છે અર્થાત્ બે પથ્થરો એક થયા નથી એનું ચિહ્ન છે. તેથી સાંધમાં સુરંગ ફોડતાં પથ્થરો જુદા પડી જાય છે. તેમ જ્ઞાન અને આનંદ જેનું સત્ત્વ છે એવો ભગવાન આત્મા જ્ઞાનાનંદરસકંદ પ્રભુ છે, એમાં જે દયા, દાન આદિ શુભ પરિણામ ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના આદિ અશુભ પરિણામ થાય છે તે મૂળ વસ્તુભૂત નથી. અર્થાત્ આત્મા અને શુભાશુભ પરિણામ બંને એક નથી. બંનેમાં લક્ષણભેદે ભેદ છે, સાંધ છે. ભગવાન આત્મા અને રાગાદિ વિકાર વચ્ચે સૂક્ષ્મ અંતરંગ સાંધ છે. અહીં કહે છે–એ બંનેની અંતરંગ સાંધના બંધમાં બહુ યત્ન વડે પ્રજ્ઞાછીણી પટકવામાં આવતાં તત્કાલ બન્ને ભિન્ન પડી જાય છે. ‘રમસાત્' છે ને? એટલે કે શીઘ્રતત્કાલ-તે જ સમયે. અહા! જ્ઞાનની પ્રગટ દશા જે અનાદિથી રાગ તરફ વળેલી છે તે ધ્રુવ ચિદાનંદઘન પ્રભુ આત્મા તરફ વળે ને ઢળે તે પ્રજ્ઞાછીણી છે અને તે સાંધમાં પડતાં તત્કાલ આત્મા અને કર્મ જુદાં પડી જાય છે.
(૮-૪૧૫ )
( ૩૮૨ )
અહા ! આત્મા છે તે અનાદિ-અનંત નિત્ય શાશ્વત પરિપૂર્ણ સ્વતઃસિદ્ધ વસ્તુ છે; એનું ચૈતન્યરૂપી તેજ અંતરમાં નિત્ય, ધ્રુવ અને સ્થિર છે તથા નિર્મળપણે દેદીપ્યમાન છે. અહા ! પ્રજ્ઞાછીણી આત્માને આવા ચૈતન્યપૂરમાં-ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય-એવા ત્રિકાળી ધ્રુવ ચૈતન્યપ્રવાહમાં મગ્ન કરતી પડે છે; અને તે બંધને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com