________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫. મોક્ષમાર્ગ-રત્નત્રયી
'
Tછે
હ
(૩૮૮) ત્રિકાળી ધ્રુવના આશ્રયે જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર થાય એ નિશ્ચય મોક્ષમાર્ગ અને અંદરમાં નિર્વિકલ્પ ધ્યાનમાં બુદ્ધિપૂર્વક રાગ તો નથી પણ જે અબુદ્ધિપૂર્વક રાગ રહ્યો છે, એને આરોપિત કરી વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો.
(૧-૬૦) (૩૮૯) જેનાથી તરાય એ તીર્થ છે. અંતરમાં મોક્ષમાર્ગની પર્યાય છે તે તીર્થ કેમકે એનાથી તરાય છે. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયકભાવની દષ્ટિ, જ્ઞાન અને રમણતાસ્વરૂપ જે રત્નત્રયની પર્યાય એ તીર્થ છે. એનાથી સંસાર તરાય છે.
તેથી મોક્ષનો માર્ગ તે તીર્થ છે, પાર થવું તે તીર્થનું ફળ છે. પૂર્ણ કેવળજ્ઞાન પામવું એ મોક્ષમાર્ગનું ફળ છે. કેવળજ્ઞાન પણ પર્યાય છે ને? પર્યાયને ન માનો તો મોક્ષમાર્ગ રહેતો નથી, અને મોક્ષમાર્ગનું ફળ જે કેવળજ્ઞાન અને સિદ્ધપદ તે પણ રહેતાં નથી, કેમકે એ પર્યાય છે. પર્યાય છે તે વ્યવહાર છે. માટે તીર્થ અને તીર્થફળની એવી જ વ્યવસ્થિતિ છે તે યથાર્થ જાણવી.
(૧–૧૬૩) (૩૯૦) અંતરમાં ભગવાન આત્મા શક્તિએ મોક્ષસ્વરૂપે બિરાજે છે. એવા નિજસ્વભાવનો આશ્રય કરતાં જેટલી વીતરાગતા-નિર્મળ દશા ઉત્પન્ન થાય એ મોક્ષપંથ છે. અંતર સ્વભાવના આશ્રયમાં જે અપ્રમત્તભાવ ઉત્પન્ન થાય તે શિવમાર્ગ-મુક્તિમાર્ગ છે. તથા જે પંચપરમેષ્ઠીમાં ભળેલા છે. “નમો નો સવ્વસાહૂળ’ એમ જેમને ગણધરદેવના નમસ્કાર પહોંચે છે તેવા ભાવલિંગી મુનિ હોય એમને પણ જેટલા પર તરફના લક્ષે શુભરાગ ઉત્પન્ન થાય છે એ જગપંથ-સંસારપંથ છે. આકરી વાત છે, ભાઈ ! લોકોએ ધર્મ શું છે એ કદી સાંભળ્યું નથી.
(૧-૨૩૯). (૩૯૧) ભગવાન ત્રિલોકીનાથ દિવ્યધ્વનિ દ્વારા ઇન્દ્રો અને ગણધરોની વચમાં એમ કહેતા હતા કે ભગવાન આત્મા પોતે એકાંત બોધરૂપ, સહજ, અનાકુળ આનંદસ્વરૂપ, વીતરાગસ્વભાવી છે. એવા આત્માનો આશ્રય લેતા જે નિર્વિકલ્પ વીતરાગી પર્યાય ઉત્પન્ન થાય, તે શિવપંથ છે, અને પરના લક્ષ જેટલો રાગ થાય તે પ્રમાદ છે, અનુભવમાં શિથિલતા છે. એટલો શિવપંથ દૂર છે.
(૧-૨૮૦).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com