________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૪૧ આદરણીય; પણ એમ નથી. અહાહા...એકલો ભગવાન આત્મા જાણવો, શ્રદ્ધવો અને એમાં ઠરવું એ એક જ મોક્ષમાર્ગ છે. તો કહે છે-વ્યવહાર કહ્યો છે ને? ભાઈ, એ તો ઉપચારથી કથન કર્યું છે, પણ મોક્ષમાર્ગ બે નથી. માર્ગ એટલે કારણ. મોક્ષમાર્ગ એટલે મોક્ષનું કારણ. એ મોક્ષનું કારણ એક જ છે, બે કારણ નથી. મોક્ષમાર્ગ એક જ છે એટલે શું? કે કાર્ય જે સિદ્ધદશા એનું કારણ એક નિશ્ચય કારક જ છે. બીજું હો ભલે, પણ તે જાણવા માટે; બાકી કારણ નથી. આવી સ્થિતિ સીધી છે પણ પક્ષના વ્યામોહ આડે સૂઝ પડે નહિં અને (સાચા રસ્તે) ફરવું ગોઠે નહીં. આટલાં વર્ષ શું કર્યું? તે ધૂળ કર્યું. (બધું વ્યર્થ) સાંભળને! ત્રણલોકના નાથને જગાડ્યો નહીં, એની શ્રદ્ધા કરી નહીં અને એમાં ઠર્યો નહીં તો શું કર્યું? (કાંઈ કર્યું નહીં.)
(૨-૩૧). (૩૯૬) અહાહાજે પંથે પ્રયાણ કરતાં અનંત આનંદ પ્રગટે તે ભગવાન શ્રી જિનેશ્વરદેવ કથિત પંથ અપૂર્વ છે. આવા અપૂર્વ માર્ગની વાત જેને સાંભળવા પણ ન મળે તે પ્રયોગ શી રીતે કરે? જેના ફળમાં સાદિ અનંત અનંત સમાધિ સુખ પ્રગટે તે મોક્ષમાર્ગનો મહિમા કેટલો કરીએ? ભાઈ ! પરપદાર્થનો સંયોગ મળવો એ તો પૂર્વનાં પુણ્ય-પાપને આધીન છે. પણ જો અંદરમાં પુરુષાર્થ કરે તો આ મોક્ષમાર્ગ પ્રગટ થયા વિના રહે નહિ. અહો ! આચાર્ય અમૃતચંદ્રદેવે ટીકામાં અમૃતની ધારા વહેવડાવી છે.
(૨-૧૨૮) (૩૯૭) ભગવાન આત્મા ત્રિકાળ ધ્રુવ શુદ્ધ દ્રવ્યવહુ નિત્યાનંદ પ્રભુ અક્રિયસ્વરૂપે છે. પરિણમવું કે બદલવું એ ક્રિયા એનામાં નથી. પરિણમવું કે બદલવું એ તો અવસ્થા પર્યાયમાં છે. આવો ત્રિકાળી ધ્રુવ અક્રિયસ્વરૂપ આત્મા તે નિશ્ચય છે અને તેના અવલંબને મોક્ષમાર્ગ સાધવો તે વ્યવહાર છે. રાગથી ભિન્ન અંદર સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન ધ્રુવ પડ્યો છે એ તો અક્રિય છે. પરિણમવાની ક્રિયા એમાં નથી. આવા ધ્રુવ અક્રિયસ્વરૂપ ભગવાનને અવલંબીને એમાં જ કરવું એ મોક્ષમાર્ગ છે. એ નિશ્ચયમોક્ષમાર્ગ તે અધ્યાત્મનો વ્યવહાર છે. શું કહ્યું? શુદ્ધ દ્રવ્યવહુ એ નિશ્ચય અને તેના આશ્રયે મોક્ષમાર્ગ પ્રગટે તે વ્યવહાર. શુભરાગરૂપ વ્યવહાર મોક્ષમાર્ગની આ વાત નથી હોં. અહીં તો કેવળજ્ઞાનસ્વભાવી આનંદનો ગોળો પ્રભુ શુદ્ધ, ધ્રુવ અક્રિય વસ્તુ જેમાં બદલવું-પરિણમવું નથી તે નિશ્ચય અને પર્યાયમાં જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટ થાય તે વ્યવહાર છે. આવો માર્ગ છે, ભાઈ ! અરે! ૮૪ ના અવતારમાં રખડતાં એને આ વાત મળી જ નથી! અહા ! ઘરમાં છે છતાં પોતે કોણ છે એની ખબર નથી !
(૨૧૭ર) (૩૯૮) અહાહા ! એક શ્લોકમાં કેટલું ભર્યું છે! કહે છે કે ચૈતન્યસ્વભાવમય આત્મા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com