________________
ભેદશાન
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૭
(૩૮૫ )
અહાહા...! આ આત્મા અંદરમાં અનંતગુણથી ભરેલો ભગવાન છે. પણ અરે! એને અનાદિ સંસારથી જ સ્વ અને પરનાં ભિન્ન ભિન્ન સુનિશ્ચિત સ્વલક્ષણોનું જ્ઞાન નથી. પોતાનો તો એક ચૈતન્ય... ચૈતન્ય... ચૈતન્ય સ્વભાવ છે, અને રાગાદિ વિભાવ છે એ તો જડ પ્રકૃતિના લક્ષે થયેલો જડ અચેતન ભાવ છે. આમ સ્વ-૫૨ની સ્વભાવ-વિભાવની પ્રગટ ભિન્નતા છે. પણ એ બંનેની ભિન્નતાનું આને અનાદિથી જ ભેદજ્ઞાન નથી. આવું ભેદશાન નહિ હોવાને લીધે એ સ્વ-પરના એકપણાનો અધ્યાસ કરીને વિભાવ ભાવનો કર્તા થઈ પ્રકૃતિના નિમિત્તે ઉત્પત્તિ-વિનાશ પામે છે.
ભગવાન આત્મા ચૈતન્યમૂર્તિ પ્રભુ ત્રિકાળ જ્ઞાનાનંદસ્વભાવી છે. અહા! તેમ છતાં તે વિકૃત રાગાદિભાવોનો કર્તા કેમ થાય છે? તો કહે છે કે ત્રિકાળી શુદ્ધ ચૈતન્ય સ્વભાવ અને વર્તમાન મલિન વિભાવ-આ બે વચ્ચેનું અનાદિથી જ ભેદજ્ઞાન નહિ હોવાથી અજ્ઞાની જીવ રાગાદિ ભાવોનો કર્તા થાય છે. કર્મના કારણે કર્તા થાય છે એમ નહિ, પણ સ્વ અને પર એમ બેઉના એકપણાના અધ્યાસના કારણે અજ્ઞાની જીવ ક્ષણિક વિભાવ પરિણામોનો કર્તા થાય છે. (૯-૪૫ )
( ૩૮૬ )
શું કીધું ? આ દયા, દાન, વ્રત આદિના જે ભાવ થાય તે પજ્ઞેય છે ને જાણગસ્વભાવી ભગવાન આત્મા એથી ભિન્ન છે-આવું ભેદજ્ઞાન અનાદિકાળથી નહિ હોવાથી વ્રતાદિ રાગના ભાવને જાણવાના કાળે તે ભાવ હું આત્મા છું એમ તે જાણે છે. તેથી એ રીતે વિશેષ અપેક્ષાએ અર્થાત્ પર્યાય અપેક્ષાએ અજ્ઞાનરૂપ જ્ઞાનપરિણામને કરતો હોવાથી તે રાગનો કર્તા થાય છે. સામાન્ય અપેક્ષાએ તો તે જ્ઞાનસ્વભાવે સ્થિત એવો અકર્તાસ્વભાવી છે, પણ વર્તમાન પર્યાય અપેક્ષાએ, રાગને પોતાનો માનીને જ્ઞાનપરિણામને અજ્ઞાનરૂપ કરતો થકો તે રાગનો કર્તા થાય છે. આ પ્રમાણે તે કથંચિત્ કર્તા છે. સમજાણું કાંઈ.. ?
અને જ્યારે ભેદજ્ઞાન થવાથી અર્થાત્ રાગથી ભિન્ન હું એક જ્ઞાયકસ્વભાવી સચ્ચિદાનંદ પ્રભુ આત્મા છું એમ ભાન થવાથી આત્માને જ આત્મા તરીકે જાણે છે-અનુભવે છે ત્યારે વિશેષ અપેક્ષાએ અર્થાત્ પર્યાય અપેક્ષાએ જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો, કેવળ જ્ઞાતા રહેવાથી, સાક્ષાત્ અકર્તા છે.
જોયું? ધર્મીને દયા, દાન, વ્રત આદિનો રાગ હોય છે, પણ તે કાળેય રાગથી ભિન્ન હું જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવું અંતરમાં એને ભેદજ્ઞાન વર્તે છે; અને તેથી તે રાગ મારો છે એમ રાગ સાથે એકમેક થતો નથી, પણ તેને પૃથક્ જ જાણે છે; કેવળ જ્ઞાતા જ રહે છે. આ પ્રમાણે જ્ઞાની જ્ઞાનરૂપ જ્ઞાનપરિણામે જ પરિણમતો થકો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com