________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
અધ્યાત્મ વૈભવ
તે અનુભવે છે. મરીની તીખાશનો જીવને અનુભવ નથી. તીખાશ તો જડ છે. પણ તે ઠીક છે એવો જે એના પ્રત્યે રાગ છે તેને જીવ અનુભવે છે. વીંછી કે સાપના કરડનો ( ડંખનો ) જીવને અનુભવ નથી, એ તો જડની પર્યાય છે. તે વખતે અઠીકપણાનો જે દ્વેષનો ભાવ થાય છે તે દ્વેષને જીવ અનુભવે છે. સાકરની મીઠાશ અને અફીણની કડવાશનો જીવ ભોક્તા નથી. જે તે સમયે જે રાગ-દ્વેષાદિ વિકારી ભાવ થાય છે તે વિકારી ભાવનો જીવ ભોક્તા થાય છે. આવી વાત છે.
(૪–૧૮૮ )
(૨૬૬)
-ચૈતન્યરસ, અન્યરસથી વિલક્ષણ એવો અત્યંત મધુર રસ, અમૃતમય રસ છે. અનુભવમાં સ્વાદની મુખ્યતા છે. શ્રી દીપચંદજીનો ‘અનુભવ પ્રકાશ' નામનો ગ્રંથ છે. ત્યાં પણ અનુભવના સ્વાદની વાત કરી છે. સ્વરૂપનું સત્યજ્ઞાન-સમ્યજ્ઞાન પ્રગટ થાય તેને પોતાના ચૈતન્યના આનંદનો સ્વાદ પ્રત્યક્ષ ભાસે છે. અહાહા...! આવો મધુર ચૈતન્યરસ એ એક જ જેનો રસ છે એવો આત્મા છે-એમ જ્ઞાની જાણે છે. જ્ઞાન વિશેષ હોય કે ન હોય, તેની સાથે સંબંધ નથી. પણ આત્માનો અનુભવ થતાં આનંદનો સ્વાદ આવે એ મુખ્ય ચીજ છે. બનારસીદાસે કહ્યું છે ને કે
‘રસ સ્વાદત સુખ ઊપજ, અનુભવ તાકો નામ.
'
અરે ભાઈ ! આવા આનંદના સ્વાદ પાસે ઇન્દ્રનાં ઇન્દ્રાસન અને ભોગ અને ચક્રવર્તીનો વૈભવ સડેલા ઘાસના તરણા જેવાં ભાસે છે. સમકિતી ઇન્દ્ર ને ઇન્દ્રાણીના ભોગ સડેલા મડદા જેવા ભાસે છે. જ્ઞાનીને રાગ આવે છે પણ એમાં એને દુઃખનો સ્વાદ પ્રતીત થાય છે. જ્ઞાનીને વિષયવાસનાનો જે રાગ આવે છે તે કાળા નાગ જેવો દેખાય છે. અજ્ઞાનીને જેમાં સુખ ભાસે છે તે વિષયભોગો જ્ઞાનીને રોગ જેવા ભાસે છે. સમ્યજ્ઞાન કોને કહેવાય ભાઈ ? એકાંઈ બહારની પંડિતાઈથી મળે એવી ચીજ નથી
(૫-૭૮ )
(૨૬૭)
આત્મા શુદ્ધ ચિદાનંદઘન વસ્તુ પ્રભુ- તેનો વિચાર કરતાં ધ્યાનની ધૂન ચઢી જાય અને અંદર વિશ્રામ લેતાં વિકલ્પો ઠરી જાય, મટી જાય તેને આનંદરસના સ્વાદથી સુખ ઊપજે છે. આનું નામ અનુભવ છે અને એનાથી સુખ છે. અરે ભાઈ ! તને સત્યનું શરણ લેવું કેમ કઠણ પડે છે? સ્વભાવના પક્ષમાં આવી સત્યની પ્રતીતિ તો કર! શુભભાવથી કલ્યાણ થાય એમ માનીને તો અનંતકાળ ગુમાવ્યો છે.
(૫–૮૭)
(૨૬૮ )
પ્રશ્ન:- અબદ્ધસૃષ્ટનો પક્ષ છોડ એમ કહ્યું તો શું અંદર (અબદ્ધસૃષ્ટ સિવાયની) કોઈ બીજી ચીજ છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com