________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૬
અધ્યાત્મ વૈભવ (૩૨૪) –અપ્રતિક્રમણદિરૂપ ત્રીજી ભૂમિ છે તે સ્વયં શુદ્ધાત્માની સિદ્ધિ-પ્રાસિરૂપ છે. વળી તે સર્વ અપરાધરૂપી વિષના દોષોને સર્વથા નષ્ટ કરવાવાળી છે. તેથી તે ત્રીજી ભૂમિકા સ્વયં સાક્ષાત્ અમૃતકુંભ છે. અહાહા....! શુદ્ધોપયોગરૂપ ભૂમિકા જેમાં નિર્મળ રત્નત્રય પાકે છે તે સાક્ષાત્ અમૃતકુંભ છે. અહા ! આવી ત્રીજી ભૂમિકાવાળા ધર્મી પુરુષને જે દ્રવ્યપ્રતિક્રમણાદિ હોય છે તેને વ્યવહારથી અમૃતકુંભપણું પ્રાપ્ત થાય છે. ખરેખર તે અમૃતકુંભ છે એમ નહિ, પણ સાક્ષાત્ અમૃતકુંભનો સહકારી છે તેથી તેને અમૃતકુંભ ઉપચારથી કહેવામાં આવે છે.
(૮-૫૦૭) (૩૨૫) શુદ્ધપયોગરૂપ ત્રીજી ભૂમિથી જ આત્મા નિરપરાધ થાય છે, બીજી રીતે નહિ, વ્યવહારરત્નત્રયથી નહિ. જ્યાં શુદ્ધોપયોગ નથી, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર નથી ત્યાં સર્વ ક્રિયાકાંડ અપરાધ જ છે. વ્યવહાર પ્રતિક્રમણ, સામાયિક, પ્રૌષધ, દયા દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા ઇત્યાદિ સર્વ, શુદ્ધપયોગના અભાવમાં, અપરાધ જ છે, ઝેર જ છે. માટે શુભાભાવ ભાવોથી રહિત ત્રીજી ભૂમિથી જ નિરપરાધપણું સિદ્ધ થાય છે. આ ન્યાયથી-લોજીકથી સિદ્ધ થયું કે શુદ્ધોપયોગથી જ નિરપરાધપણું છે. એ સિવાય પુણ્યની ક્રિયાઓથી જેમાં દોષોનો નાશ થાય એવું નિરપરાધપણું છે નહિ. પુણ્યની ક્રિયાથી દોષનો નાશ સિદ્ધ થતો નથી. (૮-૫૦૮).
(૩ર૬) અહીં કહે છે–પ્રતિક્રમણ-અપ્રતિક્રમણાદિથી અગોચર, શુદ્ધ આત્માની સિદ્ધિ નામ પ્રાપ્તિ જેનું લક્ષણ છે એવી અતિ દુષ્કર ત્રીજી અપ્રતિક્રમણાદિરૂપ જે ભૂમિ જે શુદ્ધપયોગરૂપ છે તેને (આ શાસ્ત્ર) કરાવે છે. ભાઈ ! શુદ્ધોપયોગ અતિ દુષ્કર છે. સમ્યગ્દર્શન આદિ રત્નત્રય અતિ દુષ્કર છે. અહા! અનંતકાળમાં એણે શુભક્રિયાઓ તો અનંતવાર કરી છે પણ શુભાશુભથી ભિન્ન શુદ્ધ ચૈતન્યતત્ત્વનાં જ્ઞાન-શ્રદ્ધાન ને અનુભવ એક ક્ષણ પણ કર્યા નથી તેથી તે દુષ્કર છે. અહીં કહે છે-આ શાસ્ત્ર એને દ્રવ્યપ્રતિક્રમણાદિથી સંતોષ કરાવતું નથી એટલું જ નહિ, શુદ્ધ આત્માની સિદ્ધિ જેનું લક્ષણ છે એવાં અતિ દુષ્કર નિર્મળ રત્નત્રયની પ્રાપ્તિ પણ કરાવે છે. અહો ! આ શાસ્ત્ર પરમ અદ્દભુત મહિમાવંત છે.
(૮-૫૧૦) (૩૨૭) આત્મા જે પરમભાવસ્વરૂપ ત્રિકાળી નિજ પરમાત્માદ્રવ્ય છે તેનું જે સભ્યશ્રદ્ધાનજ્ઞાન-અનુચરણરૂપ પરિણામ તેને “શુદ્ધોપયોગ” પર્યાયસંજ્ઞાણી કહેવામાં આવે છે, અને તે સ્વાભિમુખ પરિણામ છે. પુણ્ય ને પાપના જે ભાવ થાય તે તો અશુદ્ધોપયોગ છે અને તે પરસનુખના પરિણામ છે. આત્માની સન્મુખના જે સ્વાભિમુખ પરિણામ છે તેને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com