________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધોપયોગ
‘શુદ્ધોપયોગ’ કહે છે અને તે શુદ્ધપયોગ મોક્ષનો માર્ગ છે એમ કહેતાં જ વ્યવહારૂપ શુભોપયોગ છે તે મોક્ષમાર્ગ નથી એમ તેમાં સ્પષ્ટ થઈ જાય છે. (૯–૧૩૨ )
(૩૨૮)
૧૧૭
ભગવાન આત્મા પૂર્ણાનંદનો નાથ શુદ્ધ ચૈતન્યમય અનંતગુણનિધાન પ્રભુ એક સમયમાં પરિપૂર્ણ વસ્તુ છે. તેની સન્મુખના પરિણામ થાય તેને અહીં શુદ્ધોપયોગ કહ્યો છે અને તેને જ મોક્ષમાર્ગ કહ્યો છે. વળી તેને જ શુદ્ધાત્મભાવના, શુદ્ઘરત્નત્રય, વીતરાગતા, સ્વચ્છતા, પવિત્રતા, પ્રભુતા, સામ્યભાવ ઇત્યાદિ કહીએ છીએ. અહીં તો આ ચોખ્ખી વાત છે. આ સિવાય (સ્વસન્મુખના પરિણામ સિવાય ) દયા, દાન આદિનાં જે પરિણામ થાય તે કાંઈ વાસ્તવમાં જૈનધર્મ નથી. (૯–૧૩૩)
(૩૨૯ )
ભાઈ! ધર્મનો એક શુદ્ધાત્મસન્મુખ પરિણામ જ છે. તેને અહીં શુદ્ધોપયોગ કહેલ છે. તેને શુદ્ધોપયોગ કહો, વીતરાગવિજ્ઞાન કહો, સ્વચ્છતાના પરિણામ કહો, અનાકુળ આનંદના પરિણામ કહો, શુદ્ધાત્માભિમુખ પરિણામ કહો કે શાંતિના પરિણામ કહો-તે આવા અનેક નામથી કહેવાય છે. અહાહા...! શાંતિ... શાંતિ... શાંતિ... ભગવાન આત્મા પૂરણ શાંતિથી ભરેલું ચૈતન્યતત્ત્વ છે. તેની સન્મુખતાના જે પરિણામ થાય તે પણ શાંત... શાંત... શાંત... અકષાયરૂપ શાંત વીતરાગી શુદ્ધ પરિણામ છે. વસ્તુ પોતે પૂરણ અકષાય શાંતસ્વરૂપ છે, અને તેની પ્રતીતિ, જ્ઞાન ને રમણતા-એ પણ અકષાયસ્વરૂપ શાંત... શાંત... શાંત છે; આને જ મોક્ષનો અર્થાત્ પૂરણ ૫૨માનંદની પ્રાપ્તિનો ઉપાય કહે છે. આ સિવાય બીજો કોઈ ઉપાય છે જ નહિ. (૯–૧૩૩)
(૩૩૦)
શુદ્ધદ્રવ્ય ત્રિકાળ ભાવરૂપ, અને તેને અવલંબીને પ્રગટ થયેલી પરિણિત તે ભાવના-એ બન્ને શુદ્ધ છે, પવિત્ર છે. જેમ ત્રિકાળી ધ્રુવ આત્મદ્રવ્યમાં રાગ નથી તેમ તેમાં ઝુકેલી પરિણિતમાં પણ રાગ નથી. અહા! શુદ્ધાત્માની આવી ભાવના કે જેમાં શુદ્ધ ચૈતન્યભાવનું ભવન થયું હોય તે પરમ અમૃતસ્વરૂપ છે. ચોથા ગુણસ્થાનથી આવી ભાવનાપરિણતિ શરૂ થાય છે. ઉપશમાદિ ત્રણ ભાવો ચોથા ગુણસ્થાને પણ હોય છે. સમ્યક્ત્વ પ્રગટવાના કાળે, તેમ જ ત્યાર પછી પણ કોઈવાર ચોથા ગુણસ્થાને શુદ્ધોપયોગ હોય છે. તે સિવાયના કાળમાં પણ જેટલી શુદ્ધ પરિણિત થઈ છે તેનું નામ ‘ ભાવના’ છે, ને તે મોક્ષનું સાધન છે.
જો કોઈ એમ કહે કે ચોથે ગુણસ્થાને શુદ્ધોપયોગ હોય નહિ તો તેને સમકિત શું ચીજ છે, ભગવાનનો મારગ શું છે-એની ખબર જ નથી. ભાઈ! શુદ્ધોપયોગ વિના તને ભગવાનનો માર્ગ હાથ નહિ આવે. અંતરશુદ્ધના વિના એકલા રાગથી તું મોક્ષમાર્ગ માની લે પણ તે વીતરાગનો માર્ગ નથી. ચોથે ગુણસ્થાને ઉપશમ સમ્યગ્દર્શન શુદ્ધોપયોગપૂર્વક જ થાય છે એ સિદ્ધાંત છે. શુભરાગ વડે સમ્યગ્દર્શન થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com