________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૮
અધ્યાત્મ વૈભવ ફરી અનંતકાળે ત્રસ નહિ થાય. ભાઈ ! શુભરાગથી ધર્મ થાય એ મિથ્યા શ્રદ્ધાન છે, અને મિથ્યા શ્રદ્ધાનનું ફળ નિગોદ છે.
(પ-૨૩૮) (૩૬૩) અહાહા...! આત્મા આનંદકંદ પ્રભુ ચૈતન્યબિંબ-અનંત ચૈતન્યપ્રકાશનો પિંડ છે; અને રાગ અંધકાર છે. રાગ નથી જાણતો પોતાને, નથી જાણતો જોડે રહેલા ચૈતન્યને; રાગ બીજા દ્વારા (ચૈતન્ય દ્વારા) જણાય છે. માટે રાગ છે તે જડ સ્વભાવ છે, અજીવ છે. ભાઈ ! જીવનું જીવન-ધર્મીનું જીવન તો સ્વ-અનુભવ છે. રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાનની પરિણતિ સહિત જીવવું એ જીવનું જીવન છે. રાગને કર્તવ્ય માનીને જીવવું એ તો મિથ્યાત્વનું જીવન છે, એ ચૈતન્યનું જીવન નથી. અહીં કહે છે-રાગ અને આત્માના પ્રદેશો ભિન્ન છે, રાગ અને નિર્મળ પરિણતિના અંશો (પ્રદેશો) પણ ભિન્ન છે. અહો ! ભેદજ્ઞાનની આ અપૂર્વ વાત છે.
(૬-૩૭ર) (૩૬૪) ભેદજ્ઞાન શું ચીજ છે એ જીવોએ સાંભળ્યું નથી; અને એના વિના ચારગતિમાં રખડવું મટે એમ નથી. નવતત્ત્વમાં દરેક તત્ત્વ ભિન્ન ભિન્ન છે. રાગ આસ્રવ છે અને આત્મા આનંદકંદ પ્રભુ જ્ઞાયક છે. તે બે વચ્ચે આધાર-આધેય સંબંધ નથી. વ્યવહારરત્નત્રયમાં આત્મા જણાય અને આત્મામાં વ્યવહારરત્નત્રય હોય એમ કદી છે નહિ. ધર્મની મૂળ ચીજ આ છે. રાગના આધારે આત્મા જાણવામાં આવે અને જ્ઞાનથી રાગની ઉત્પત્તિ થાય એમ છે નહિ; કેમકે રાગની ઉત્પત્તિ પરલક્ષે થાય છે અને જ્ઞાનની પરિણતિ સ્વલક્ષે ઉત્પન્ન થાય છે. બન્નેની દિશા અને દશામાં ફેર છે. પર તરફની દિશાથી રાગથી દશા ઉત્પન્ન થાય છે જ્યારે
સ્વ તરફની દિશાથી ધર્મની દશા ઉત્પન્ન થાય છે. ભાઈ ! ધર્મની દશાનો આશ્રય સ્વ છે, રાગ નહિ, પર નહિ. અહો! ધર્મ કોઈ અસાધારણ અલૌકિક ચીજ છે. (૬-૩૭૫)
(૩૬૫) - ચિદ્રુપતા ધરતું જ્ઞાન એટલે જ્ઞાનપણે, શ્રદ્ધાપણે, વીતરાગતાપણે, આનંદપણે પરિણમતો આત્મા છે. અને જડરૂપતા ધરતો રાગ છે. રાગ જડ છે. આગળ ક્રોધાદિ, કર્મ અને નોકર્મ એમ ત્રણ લાધાં હતાં. અહીં રાગ જ લીધો છે. દયા, દાન, પૂજા, ભક્તિ ઇત્યાદિનો રાગ છે તે જડ છે એમ કહે છે. એ બન્નેના ( જ્ઞાન અને રાગના) અંતરંગમાં દારુણ વિદારણ વડે અર્થાત્ ભેદ પાડવાના ઉચ્ચ અભ્યાસ વડે ચોતરફથી વિભાગ કરીને નિર્મળ ભેદવિજ્ઞાન ઉદય પામ્યું છે. જુઓ, આ ભેદવિજ્ઞાન કેવી રીતે પ્રગટે એની વાત કરે છે. કહે છે-પરલક્ષે થતો જે રાગ એનાથી ભિન્ન પડીને સ્વલક્ષે થતા શુદ્ધ ઉપયોગને પ્રગટ કરી સમસ્ત પ્રકારે રાગ અને જ્ઞાનને જુદા કરીને ભેદજ્ઞાન પ્રગટ થયું છે. ચોતરફથી એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવએમ સમસ્ત
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com