________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
અધ્યાત્મ વૈભવ (૩૫૫) આત્મા પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસંપદાથી પૂર્ણ ભરેલો અંદર ત્રિકાળ પડ્યો છે. અને રાગ તો ક્ષણિક માત્ર એક સમયની દશા છે. રાગથી તારી ચીજ અંદર ભિન્ન છે, ભગવાન! રાગ આસ્રવ અને બંધ તત્ત્વ છે, જ્યારે તું નિરાળો જ્ઞાયક અબંધ તત્ત્વ છે, રાગ અચેતન છે,
જ્યારે તું ચૈતન્યમય ભગવાનસ્વરૂપ છે. આવું રાગથી ભિન્ન આત્માનું જ્ઞાન તે ભેદજ્ઞાન છે. પ્રભુ! તું જ્યાં છો ત્યાં જા, ત્યાં નજર કર. આ દેહ તો એની સ્થિતિ પૂરી થતાં છૂટી જશે. દેહ ક્યાં તારી ચીજ છે તે સાથે રહે, અને રાગ પણ ક્યાં તારો છે તે સાથે રહે! આ મારગડા જુદા છે. પ્રભુ! દુનિયા સાથે મેળ કરવા જઈશ તો મેળ નહિ ખાય. અહીં પોતામાં મેળ ખાય એમ છે.
(૪-૧૫૫) (૩૫૬) પરથી ભિન્ન અને પોતાથી અભિન્ન એનું નામ ભેદજ્ઞાન છે. વ્યવહારથી – રાગથી ભિન્ન થવું તે ભેદજ્ઞાન છે, વ્યવહારના સહારે ભેદજ્ઞાન નથી. જેનાથી ભિન્ન પડવું છે તે
વ્યવહાર ભેદજ્ઞાનનું સાધન કેમ થાય? ન જ થાય. જે સ્વભાવસભુખ થાય છે તે વ્યવહારથી ભિન્ન પડીને અંદર જાય છે.
(૪-૧૮૭) (૩૫૭) નિશ્ચયથી તો પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને ધ્રુવ દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. જેટલા ક્ષેત્રથી પર્યાય ઊઠે છે એટલું ક્ષેત્ર ધ્રુવથી ભિન્ન ગણવામાં આવ્યું છે, બહુ સૂક્ષ્મ વાત છે, ભાઈ ! પોતાની કેવળજ્ઞાનની પર્યાય, પોતાની સમ્યગ્દર્શનની પર્યાયનું ક્ષેત્ર દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે. બે વચ્ચે ભેદ છે. દ્રવ્યનો ધર્મ અને પર્યાયનો ધર્મ બન્ને ભિન્ન છે, સ્વતંત્ર છે. સમયસારના સંવર અધિકારમાં કહ્યું છે કે વિકલ્પનું ક્ષેત્ર ભિન્ન છે અને સ્વભાવનું ક્ષેત્ર ભિન્ન છે. વિકલ્પ ચીજ ભિન્ન છે અને ભગવાન આત્મા ભિન્ન છે. ત્યાં તો એટલી વાત છે પણ બીજે એમ વાત આવે છે કે નિર્મળ પરિણતિનું ક્ષેત્ર ભિન્ન, તેની શક્તિ ભિન; પર્યાયનો કર્તા પર્યાય, કર્મ પર્યાય સાધન પર્યાય અને તેનો આધાર પણ તે પર્યાય. અહો ! આવું અતિ સૂક્ષ્મ ભેદજ્ઞાનનું સ્વરૂપ છે.
(૪-૨૪૧) (૩૫૮) અહાહા...! એ ભેદજ્ઞાનનું ફળ શું? તો કહે છે અનંત જ્ઞાન અને અનંત આનંદ પર્યાયમાં પ્રગટે તે એનું ફળ છે. શ્રીમદે કહ્યું છે ને કે
સાદિ અનંત અનંત સમાધિ સુખમાં” ભેદજ્ઞાનના ફળમાં સાદિ, અનંતકાળ જીવ અનંત સુખ-સમાધિદશામાં રહેશે. ભૂતકાળથી ભવિષ્ઠનો કાળ અનંતગુણો અધિક છે. તે અનંતકાળ પર્યત જીવ અનંત સુખમાં સમાધિસ્થ રહેશે એ ભેદજ્ઞાનનું ફળ છે. અહો ભેદજ્ઞાન!
(૪-૨૪૧)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com