________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૪
અધ્યાત્મ વૈભવ પોતાના શુદ્ધ જ્ઞાયકસ્વભાવને દષ્ટિમાં લઈ તેમાં જ એકાગ્ર થતાં સંવર-નિર્જરા થાય છે અને એ જ શુદ્ધ રત્નત્રયરૂપ ધર્મ છે. બાકી રંગ-રાગ-ભેદ સહિત આત્માની દૃષ્ટિ કરવી એ મિથ્યાદર્શન છે.
(૩–૧૬૮) (૩૪૯) ધર્મીને તો નિરંતર ભેદજ્ઞાનનો વિચાર રહે છે કે હું સદાય વિજ્ઞાનઘનસ્વભાવમય છું, આ શુભભાવરૂપ વિભાવો છે તે મારું સ્વરૂપ નથી, કેમકે તેઓ જડના નિમિત્તે ઉત્પન્ન થયેલો છે અને સ્વ-પરને જાણવા સમર્થ નથી માટે જડ, અચેતન છે, ચૈતન્યથી અન્યસ્વભાવવાળા છે. આવા ભેદજ્ઞાનના બળે તે અંતરમાં સ્વરૂપસ્થિરતા વધારીને અંતિમ લક્ષ્ય જે કેવળજ્ઞાન તેને પ્રાપ્ત કરી લે છે. અહો ! ભેદજ્ઞાનનો કોઈ અપૂર્વ મહિમા છે! ભેદજ્ઞાનના અભાવે અજ્ઞાની અનંતો સંસાર વધારે છે. બે બોલ થયા.
(૪-૩૮). (૩૫૦) આગ્નવો-પુણ્યપાપના ભાવો અશુચિ છે, ભગવાન આત્મા અત્યંત શુચિ છે એ પહેલો બોલ થયો. આગ્નવો-પુણ્યપાપના ભાવો જડ, અચેતન છે, અને ભગવાન આત્મા વિજ્ઞાનઘનસ્વભાવ હોવાથી ચેતક છે, શુદ્ધ ચૈતન્યમય છે. આ બીજો બોલ કહ્યો. આસવો પુણ્ય પાપના ભાવો આકુળતા ઉપજાવનારા હોવાથી દુઃખનાં કારણ છે, અને ભગવાન આત્મા સદાય અનાકુળસ્વભાવ હોવાથી દુઃખનું અકારણ જ છે. આ ત્રીજો બોલ કહ્યો. ત્રણ બોલથી આત્મા અને આસ્રવોની ભિન્નતા કહી. આ પ્રમાણે આસ્રવોથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા આત્માની સન્મુખ થઈને ભેદજ્ઞાન પ્રગટ કરવું, અર્થાત્ પર્યાયને ત્રિકાળીમાં અભેદ કરવી તે ધર્મ છે-મોક્ષમાર્ગ છે.
(૪-૪૨) (૩૫૧). આસવો અને આત્માનું અહીં છે પ્રકારે ભેદજ્ઞાન કરાવ્યું૧. આસ્રવો ઘાતક છે, પર્યાય વધ્ય છે. ૨. આસવો અધ્રુવ છે, ભગવાન આત્મા જ ધ્રુવ છે. ૩. આસ્રવો અનિત્ય છે, ભગવાન આત્મા જ નિત્ય છે. ૪. શાસ્ત્રવો અશરણ છે, ભગવાન આત્મા જ શરણ છે. ૫. આગ્નવો દુઃખરૂપ છે, ભગવાન આત્મા જ ભગવાન અદુઃખરૂપ છે. ૬. આગ્નવો પુણ્ય-પાપ બંધના હેતુ હોવાથી દુ:ખફળરૂપ છે, ભગવાન આત્મા જ પુણ્ય
પાપ બંધનો અહેતુ હોવાથી અદુ:ખફળરૂપ છે.
આ પ્રમાણે ભેદજ્ઞાન થતાં વેંત જ, ચૈતન્યસ્વરૂપ ભગવાન શાયકનું ભાન થતાં વેંત જ જેનામાં કર્મનો વિપાક શિથિલ-ઢીલો પડી ગયો છે તે આત્મા આસ્રવોથી મિથ્યાત્વથી નિવૃત્ત થઈ જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com