________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદજ્ઞાન
૧૨૫ જથ્થાબંધ વાદળાંની રચના ખંડિત થઈ જતાં જેમ સૂર્યનો પ્રકાશ દિશાઓમાં સર્વત્ર વિસ્તરે છે, દિશાઓ નિર્મળ થઈ જાય છે તેમ અમર્યાદિત જેનો વિસ્તાર છે એવા આત્માની સહજ જ્ઞાનકળા ખીલી જાય છે. ઇન્દ્રિયથી, કર્મથી, રાગથી, જ્ઞાનને ભિન્ન પાડતાં જ્ઞાનનો વિકાસ થઈને જ્ઞાન વિજ્ઞાનઘન થઈ ગયું, અને પુદ્ગલ કર્મ ઢીલું પડીને અભાવરૂપ થઈ ગયું. પોતાની સહજ ચિન્શક્તિ વડે પોતે જ્ઞાનમાં સ્થિર થઈ ગયો, દઢ જામી ગયો. અહાહા....! વસ્તુ તો વિજ્ઞાનઘન છે. ભેદજ્ઞાનના બળે પોતે પર્યાયમાં જેમ જેમ વિજ્ઞાનઘન થતો જાય છે તેમ તેમ આસ્રવોથી નિવૃત્ત થતો જાય છે.
(૪-૪૮) (ઉપર) દષ્ટિ પર્યાય ઉપરથી ફેરવી લઈ દ્રવ્ય ઉપર લઈ જાય તેને વિજ્ઞાનજ્યોતિ પ્રગટ થાય છે. જ્ઞાન ભલે થોડું હોય, પણ સ્વ-પરનો ભેદ પાડી સ્વાનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. અહાહા..! ચૈતન્યમૂર્તિ ભગવાન આનંદનો નાથ ભિન્ન છે અને રાગ ભિન્ન છે એવો આત્મ-અનુભવ કરે તે વિજ્ઞાનજ્યોતિ છે. આ વિજ્ઞાતજ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે એટલે ઉગ્રપણે જીવ-પુગલનો તત્કાળ ભેદ ઉપજાવીને પ્રગટ થાય છે. પાણીના દળમાં જેમ તેલનું ટીપું ભિન્ન થઈ જાય છે તેમ સ્વાનુભવ કરતાં રાગની ચીકાશ અને આત્માની વીતરાગતા બન્ને ભિન્ન થઈ જાય છે. અહો ! શું કળશ અને શું ટીકા! આચાર્યદવે ગજબ કામ કર્યું છે.
(૪-૧૫૩) (૩પ૩) ભાઈ ! વ્યવહારના રાગથી ભેદ કરી તેને હેય ગણીને એક નિજ જ્ઞાયકસ્વરૂપ ભગવાનને ઉપાદેય કરી તેનો આશ્રય કરે ત્યારે ભેદજ્ઞાન છે.
(૪-૧૫૫) (૩૫૪) ભાઈ ! આવા મરણ જીવે આત્માના ભાન વિના અનંતવાર કર્યા છે. બાપુ! રાગને પોતાનો માની જે રાગમાં અટકયો છે એવા અજ્ઞાનીને વિના ભેદજ્ઞાન આવાં અનંત દુઃખ આવી પડે છે. રાગને હેય કરી જે આત્માને અનુભવે તે ભેદજ્ઞાન છે. પ્રભુ! એ ભેદજ્ઞાન તને શરણ છે. અન્ય કાંઈ શરણ નથી. જે રાગને હેય માની તેની રુચિ છોડે નહિ તેને આત્માની રુચિ ક્યાંથી થાય? એક મ્યાનમાં બે તલવાર ન રહે, ભાઈ ! દયા, દાન, વ્રતાદિનો રાગ હેય છે એમ પ્રથમ હા તો પાડ.
આ શરીર મન, વાણી, કુટુંબ-કબીલા-એ બધું ધૂળધાણી છે. એની વાત તો ક્યાંય રહી, પણ અંદર જે શુભરાગ થાય છે તેની રુચિ છોડવી પડશે. પ્રભુ ! હિત કરવું હોય તો આ જ માર્ગ છે. નહિતર મરીને ક્યાંય ચાલ્યો જઈશ. અહા ! તારાં દુઃખ જે મેં સહન કર્યા તેને જોનારા પણ રોયા એવાં પારાવાર દુઃખ તે અજ્ઞાનભાવે ભોગવ્યાં છે.
(૪–૧૫૫).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com