________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદશાન
૧૩૧
એકતાબુદ્ધિ તને ભવસમુદ્રમાં ક્યાંય ઊંડે ડુબાડશે. ભવસમુદ્ર અપાર છે; એમાં ૮૪ લાખ યોનિ છે. રાગની એકતા કરી-કરીને એક એક યોનિને અનંતવાર સ્પર્શીને તેં અનંત અનંત અવતાર કર્યાં છે ભાઈ ! શુભરાગને જો તું ધર્મ વા ધર્મનું કારણ માને છે તો તારા ભવના અંત નહિ આવે ! માટે ભેદવિજ્ઞાન પ્રગટ કર. (૬-૪૨૮)
( ૩૭૧ )
જુઓ આ ઉપદેશ ! કહે છે-રાગથી ભિન્નતા અને સ્વભાવની એકતા જેમાં થાય એવું ભેદવિજ્ઞાન અત્યંત ભાવવાયોગ્ય છે અર્થાત્ ભેદજ્ઞાન વડે સચ્ચિદાનંદમય ભગવાન આત્માના નિરાકુળ આનંદનો સ્વાદ અત્યંત લેવા યોગ્ય છે; ભેદવિજ્ઞાન દ્વારા અંતરંગમાં નિજાનંદસ્વરૂપ અત્યંત સ્વાદ-ગ્રાહ્ય કરવા યોગ્ય છે.
ભાઈ! તને અનાદિથી રાગનો સ્વાદ છે તે ઝેરનો સ્વાદ છે. સંસારના ભોગ આદિના સ્વાદ કે પંચમહાવ્રતાદિ શુભરાગના સ્વાદ એ બધા બે-સ્વાદ છે, કષાયલા સ્વાદ છે; એમાં સ્વરૂપના આનંદનો સ્વાદ નથી. માટે એક વખત પરથી-રાગથી ભિન્ન પડી ભેદજ્ઞાન વડે અંતઃએકાગ્ર થઈ આત્માના અતીન્દ્રિય આનંદનો સ્વાદ લેવા યોગ્ય છે એમ કહે છે. ભેદ વિજ્ઞાનથી જ આત્માપધ્ધિ થાય છે માટે તે ભેદિવજ્ઞાન જ અત્યંત ભાવવાયોગ્ય છે; રાગભાવ ભાવવાયોગ્ય નથી. (૬–૪૩૨ )
( ૩૭૨ )
સંસારમાં જીવ રખડે છે કેમ? અને તેની મુક્તિ કેમ થાય? -એની ટૂંકામાં આ કળશમાં વાત કરી છે. કહે છે-ભેદજ્ઞાનના અભાવથી અર્થાત્ રાગની એકતાબુદ્ધિ સહિત પરિણમનથી જીવો અનાદિથી બંધાયા છે અને જે કોઈ સિદ્ધ થયા છે તે બધા ભેદજ્ઞાનથી જ થયા છે. ‘તિ’ શબ્દ પડયો છે ને? એટલે નિશ્ચયથી બંધાવામાં અને મુક્ત થવામાં અનુક્રમે ભેવિજ્ઞાનના અભાવ અને સદ્ભાવ જ કારણ છે. જે કોઈ નિગોદાદિના જીવો અત્યાર સુધી નિશ્ચયથી બંધાયા છે તે ભેદજ્ઞાનના અભાવથી જ બંધાયા છે, કર્મથી બંધાયા છે એમ નહિ. નિગોદના જીવ પણ કર્મનું જોર છે તેથી રોકાયા છે એમ નથી. (૬–૪૩૮ )
(૩૭૩)
સાપણ સેંકડો બચ્ચાંને જન્મ આપે છે અને તેમના ફરતે ગોળાકારે વીંટળાઈને તેમને એક એક કરીને ખાઈ જાય છે. તેમાં જો કોઈ તરત જ બહાર નીકળી જાય તો તે બચી જાય છે. એવું જ ઉત્સર્પિણી-અવસર્પિણી કાળનું છે. અહા! કાળચક્રના પંજામાં પડેલાં પ્રાણીઓ અનાદિથી ભેદજ્ઞાનના અભાવે નિરંતર જન્મ-મરણ ત્યાં ને ત્યાં ચારગતિમાં કર્યાં જ કરે છે. તેમાંથી કોઈ ભાગ્યવાન જીવ ભેદજ્ઞાન કરીને આત્મજ્ઞાની થાય છે તે કાળચક્રની બહાર નીકળી જઈને સિદ્ધદશાને પામે છે. બાકી તો એમાં ને એમાં જ જન્મ-મરણ કરતાં રહી જાય છે. ભાઈ ! અહીં તને જન્મ-મરણથી ઉગરવાનો પંથ આચાર્યદેવ બતાવે છે. (૭–૨૮૫ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com