________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભેદજ્ઞાન
૧૨૩ છે અને પોતાના સ્વભાવને છોડવા અસમર્થ છે. અર્થાત્ તેઓ પોતાના સ્વભાવમાં જ ટકી રહેતા હોવાથી પોતાના સ્વભાવનો અભાવ કરી જ્ઞાનમાં પેસતાં નથી. બાહ્ય અનંત તત્ત્વોપરશેયો પોતાની ક્યાતી–પોતાના સ્વભાવનું સત્ત્વ છોડવા અસમર્થ છે અને હું મારું અંતરંગતત્ત્વ જે જ્ઞાયકપણું છે તે છોડવા અસમર્થ છું. જ્ઞાન સ્વ અને પારને પોતાની અતિમાં રહીને જાણતું હોવાથી ય જ્ઞાનમાં પેસતું નથી તથા જ્ઞાન યમાં જતું નથી. આમ બે વિભાગ તદ્દન જુદા છે- (૧) અંતરંગતત્વ જ્ઞાયક પોતે અને (૨) બાહ્યતત્ત્વ સર્વ પરયો. જુઓ, આ યભાવના ભેદજ્ઞાનનો પ્રકાર કહે છે.
(૨-૨૦૮). (૩૪૬) આત્મા વિકારથી જુદો છે એ અનુભવસિદ્ધ છે કેમકે સમસ્તપણે કર્મથી જુદો અન્ય ચૈતન્યસ્વરૂપ આત્મા ભેદજ્ઞાનીઓ વડે પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. ભેદજ્ઞાનીઓને આનંદના વેદનવાળો આત્મા પ્રત્યક્ષ છે.
આઠ કર્મનો પાક છે એનાથી ભગવાન આત્મા જુદો છે. ભગવાન આત્મા તો જ્ઞાનાનંદસ્વરૂપ, ચૈતન્યસ્વરૂપ છે. આઠ કર્મથી આત્મા બન્યો છે એ મોટી ભ્રમણા છે, કેમકે આઠ કર્મના સંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવમય જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે. અર્થાત્ ભેદજ્ઞાનીઓ શુદ્ધ ચૈતન્યવસ્તુનો પ્રત્યક્ષપણે આસ્વાદ કરે છે.
જીવ ચૈતન્યસ્વભાવમય છે. જાણવું-દેખવું એ તેના સ્વભાવ છે. સ્વભાવવાન પોતે આત્મા અને ચૈતન્ય પોતાનો સ્વભાવ છે. જેટલા અધ્યવસાનાદિ ભાવો છે તેનાથી જીવ જુદો છે. રાગથી આત્માને ભિન્ન પાડનાર ધર્માત્માને એવો જીવ અનુભવગમ્ય છે. ભેદજ્ઞાની સમક્તિી જીવ શુદ્ધ ચૈતન્યસ્વભાવી આત્મવસ્તુને પ્રત્યક્ષપણે સ્વસંવેદન વડે આસ્વાદે છે.
(૩-૩૧) (૩૪૭) છ દ્રવ્યસ્વરૂપ જે લોક છે તે બાહ્ય છે, વ્યક્ત છે, અને ભગવાન આત્મા અત્યંતર, અવ્યક્ત છે. તેથી શુદ્ધ જ્ઞાયકવસ્તુ છ દ્રવ્યસ્વરૂપ લોકથી ભિન્ન છે. આ અનંતા સિદ્ધિ, વીસ વિધમાન તીર્થકરો, લાખો કેવળીઓ, પરમેષ્ઠી ભગવંતો અને દિવ્યધ્વનિ ઇત્યાદિ સર્વથી (આખા લોકથી) ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકવસ્તુ ભિન્ન છે. અવ્યક્ત એવો આત્મા છ દ્રવ્યથી તો ભિન્ન છે જ, પણ તે સંબંધીનો ભેદજ્ઞાનના વિચારનો જે સૂક્ષ્મ વિકલ્પ તે પણ છે દ્રવ્યમાં આવી જાય છે તેથી એનાથી પણ જ્ઞાયક ભિન્ન છે.
(૩-૭૦). (૩૪૮) નિમિત્તને, રાગને અને ભેદને હું જાણવાવાળો છું પણ જેને હું જાણું છું એ નિમિત્તરૂપ, રાગરૂપ કે ભેદરૂપ હું નથી. અહો ! ભેદજ્ઞાનની શું અદ્દભુત અલૌકિક કળા આચાર્યોએ બતાવી છે! એ ભેદવિજ્ઞાનના બળે રંગ-રાગ-ભેદથી ભિન્ન પડીને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com