________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૭
ભેદજ્ઞાન
(૩૨૯) -રાગથી ભિન્ન પડીને જેણે ભેદજ્ઞાન પ્રગટ કર્યું છે તે જ્ઞાની રાગદ્વૈષસુખદુ:ખાદિ અને તેના અનુભવનો પરસ્પર વિશેષ જાણે છે, પરસ્પર બન્નેનું અંતર જાણે છે. પોતાનો સ્વભાવ જ્ઞાન છે અને રાગનો સ્વભાવ જડપણું છે; પોતે આત્મા ત્રિકાળ સત્તારૂપ છે અને રાગ એક સમયનું અસ્તિત્વ છે, પોતે નિત્યાનંદ સ્વરૂપ પ્રભુ છે અને રાગ દુઃખરૂપ છે-આ પ્રમાણે જ્ઞાની પરસ્પર બન્નેનું અંતર જાણે છે. અહાહા...! રાગથી ભિન્ન ભગવાન આત્માને જ્યાં સ્વલક્ષે અનુભવ્યો ત્યાં જ્ઞાન રાગથી ભિન્ન પડી ગયું. આનું નામ ભેદજ્ઞાન અને આ સમ્યગ્દર્શન છે.
(૫-૩૪) (૩૬૦) જુઓ, સર્વ તત્ત્વ ભિન્ન ભિન્ન છે. - શતાવેદનીય કર્મ જે બંધાય છે તે જડ પુદ્ગલની પર્યાય છે. તે અજીવ તત્ત્વ છે. - દયા, દાન આદિ અનુકંપાનો રાગ થાય તે વિકારી ભાવ આસ્રવ તત્ત્વ છે. - રાગથી ભિન્ન ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમય જ્ઞાયકતત્ત્વ છે તે જીવતત્ત્વ છે. - રાગથી ભિન્ન આત્માનું જેને ભાન નથી તે રાગનો કર્તા થાય છે. તે રાગ અને
આત્માને અભિન્ન એક માનનાર મિથ્યાષ્ટિ મૂઢ જીવ છે. રાગ અને આત્માને જેણે એક માન્યા છે તે અજ્ઞાનીનો શુભરાગ, તે સમયે શતાવેદનીય કર્મ જે બંધાય તેમાં નિમિત્ત હોય છે તેથી અજ્ઞાનીના તે શુભરાગને
તેનો (જડકર્મનો) નિમિત્તકર્તા કહેવામાં આવે છે.
-જ્ઞાનીને સ્વભાવની દૃષ્ટિ થઈ છે. કર્મબંધ અજીવતત્ત્વ છે, રાગ આસ્રવ તત્ત્વ છે અને પોતે એનાથી ભિન્ન જ્ઞાયકતત્ત્વ છે એમ તેને ભેદજ્ઞાન પ્રગટ હોવાથી તે સર્વને ભિન્ન ભિન્ન જાણે છે. તેથી તે રાગનો કર્તા નથી પણ જ્ઞાતા જ છે અને તેના જ્ઞાનમાં રાગ અને જડ કર્મની પર્યાય નિમિત્ત થાય છે.
(પ-૧ર૩) (૩૬૧) જ્ઞાનીને રાગ આવે છે તે કાળે ભેદજ્ઞાન કરવું પડતું નથી. ભેદજ્ઞાન સહજ જ હોય છે. રાગ અને અજીવની ક્રિયા થાય તે કાળે સહજપણે ભેદજ્ઞાન હોય છે. રાગનું અને કર્મબંધનું જ્ઞાન પોતાથી સહુજ થાય છે, કર્મ અને રાગ છે તો જ્ઞાનની પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી.
(૫-૧૨૫) (૩૬ર) બાપુ! આ મનુષ્યપણાનો એકેક સમય કૌસ્તુભમણિ કરતાં પણ વધારે કીમતી છે, અને આ ભેદજ્ઞાન અતિ દુર્લભ વસ્તુ છે. આ અવસરમાં જો ભેદજ્ઞાન પ્રગટ ન કર્યું તો જન્મમરણ કરતાં કરતાં મિથ્યા શ્રદ્ધાનના ફળમાં નિગોદમાં ચાલ્યો જઈશ.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com