________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધોપયોગ
૧૧૯ થઈ છે. અહા! આવો શુદ્ધોપયોગ થાય ત્યારે નિશ્ચયચારિત્રરૂપ શુદ્ધોપયોગ ભાવથી શ્રેણી ચડીને કેવળજ્ઞાન ઉપજાવે છે. અને તે વખતે એ ભાવનાનું ફળ જે સાક્ષાત્ જ્ઞાનચેતનારૂપ પરિણમન તે થાય છે. પછી તે અનંતકાળ જ્ઞાનચેતનારૂપ રહ્યો થકો પરમાનંદમાં મગ્ન રહે છે.
(૧૦-૧૫૬) (૩૩૩) અહો ! દિગંબર મુનિવરો ! જાણે હાલતા-ચાલતા સિદ્ધ ! નિજ એક જ્ઞાયકભાવમાં જેમણે ઉપયોગની-શુદ્ધોપયોગની ઉગ્ર જમાવટ કરી છે અને જેઓ પ્રચુર સ્વસંવેદનમાં મસ્ત, નિજાનંદરસમાં લીન રહેનારા છે એવા યોગીવરોએ આ દિવ્ય શાસ્ત્ર રચ્યું છે.
એમ શુદ્ધોપયોગ તો ચોથા ગુણસ્થાનથી હોય છે, પરંતુ શુદ્ધોપયોગની જેવી ઉગ્ર જમાવટ મુનિવરોને હોય છે તેવી સમકિતીને ચોથે ગુણસ્થાને હોતી નથી. મુનિરાજને તો ત્રણ કષાયના અભાવવાળી શુદ્ધોપયોગની તીવ્ર લીનતા હોય છે. તથાપિ સમ્યગ્દષ્ટિને ચોથે ગુણસ્થાને ગૃહવાસમાં રહેવા છતાં આત્મા સ્વસંવેદનપ્રત્યક્ષથી અનુભવમાં આવે એવી આત્માની આ પ્રકાશશક્તિ છે. આ ન્યાયથી-યુક્તિથી વાત છે. ચોથે ગુણસ્થાને સમકિતી કહે છે-મારા આત્માના સ્વસંવેદન-પ્રત્યક્ષથી હું મને અનુભવું છું. અહો ! આ સ્વસંવેદન અચિંત્ય મહિમાયુક્ત છે, તેમાં અનંત ગુણોનો રસ સમાય છે, તેમાં અતીન્દ્રિય આનંદ ઝરે છે, સ્વરૂપની પ્રતીતિ પ્રગટે છે, અને અનંત શક્તિઓ નિર્મળપણે ઊછળે છે. અહો ! આ સ્વસંવેદન તો મોક્ષનાં દ્વાર ખોલવાનો રામબાણ ઉપાય છે.
(૧૧-૭૫) (૩૩૪) અહાહા...! સમ્યગ્દર્શન અને ધર્મ કરવો હોય તો કેમ થાય? ભાઈ ! વ્યવહારના જે વિકલ્પ છે તેની રુચિ છોડી, એક જ્ઞાયકભાવ, શુદ્ધ ચિદાનંદ, અખંડ આનંદકંદ પ્રભુ પોતે છે તેની દષ્ટિ કરી, રુચિ કરવી, તેનો અનુભવ કરવો તે જીવની પ્રથમ કાર્યસિદ્ધિરૂપ સમ્યગ્દર્શન છે; આનું નામ ધર્મ છે. જોકે શુભભાવ હજુ છૂટી જતો નથી, શુદ્ધોપયોગ પૂર્ણ પ્રગટ થયે તે છૂટશે, પણ શુભની રુચિ અવશ્ય છૂટી જાય છે. ભાઈ ! શુભરાગની રુચિ તને છે તે મહાન દોષ છે, મહાન વિપરીતતા છે. આકરી વાત પ્રભુ! પણ આ સત્ય વાત છે.
વ્યવહાર છે તે મિથ્યાત્વ છે એમ વાત નથી; ધર્મીને પણ બહારમાં તે હોય છે, પણ વ્યવહારને ધર્મ માનવો તે મિથ્યાત્વ છે. પ્રથમ શુભભાવ એકદમ છૂટી જાય ને શુદ્ધ થઈ જાય એમ નહિ, પણ શુભભાવની રુચિ છૂટી શુદ્ધિપયોગ પ્રગટે છે. સ્વભાવનો આશ્રય લેતાં સ્વાનુભવમાં પ્રથમ શુદ્ધોપયોગ પ્રગટે છે, આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે. જ્યારે આંતર-સ્થિરતા થઈ શુદ્ધોપયોગ પુષ્ટ થાય ત્યારે ક્રમશ શુભભાવ છૂટે છે, ને આ ચારિત્ર છે, ધર્મ છે. ભાઈ, શુભભાવની રુચિ તો પહેલેથી જ છૂટવી જોઈએ.
(૧૧-૧૬૭)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com