________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧૪
અધ્યાત્મ વૈભવ શુદ્ધનયથી જોવામાં આવે તો એટલે કે અભેદ એક દ્રવ્યને જોવામાં આવે તો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી કાંઈ પણ ભેદ દેખાતો નથી; એટલે કે વસ્તુ અભેદ જ અનુભવમાં આવે છે. જુઓ આ જ્ઞાનની અનુભૂતિ ! ધર્મી-જ્ઞાની પુરુષ અખંડ એક વસ્તુમાં ભેદ પાડતો-જોતો નથી.
એક વસ્તુને દ્રવ્ય કહો તોય એ, ક્ષેત્ર કહો તોય એ, કાળ કહો તોય એ; ને ભાવ કહો તોય એ, જ્ઞાની પોતાની જ્ઞાનમાત્ર વસ્તુને એક અભેદપણે ગ્રહણ કરે છે, ખંડખંડ કરી જોતો અનુભવતો નથી. વસ્તુ-દ્રવ્ય કહો તોય એ દ્રવ્ય, ક્ષેત્ર કહો તોય અસંખ્યાત પ્રદેશી એ દ્રવ્ય, કાળ કહો તોય એ ત્રિકાળી દ્રવ્ય, ને ભાવ કહો તોય એ જ્ઞાનમાત્ર દ્રવ્ય-એમ ચારેથી જોતાં જ્ઞાની અભેદ એક નિર્વિકલ્પ વસ્તુમાત્ર જ દેખે છે. અંતદષ્ટિમાં ભેદ નથી, એમાં તો એકલો અભેદનો જ અનુભવ છે. આવી વાત ! સમજાણું કાંઈ...?
(૧૧-૨૪૮) (૩૨૦) નિર્વિકલ્પ અનુભવમાં, શુદ્ધોપયોગની દશામાં એકલો આનંદ અને શુદ્ધતા જ છે. તે કાળે રાગ દેખાતો નથી. નિર્વિકલ્પ ઉપયોગના કાળે અબુદ્ધિપૂર્વકનો રાગ છે, પણ એ ખ્યાલમાં આવતો નથી. નિર્વિકલ્પ ઉપયોગમાં શુદ્ધતાનું જ વેદન છે, તે કાળે અબુદ્ધિપૂર્વકના રાગને ઉપયોગ જાણી શકાતો નથી.
(૧૧-૨૫૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com