________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિ
૧૧૩ હું ધ્રુવ છું-એમ ધ્યેય તરફનો વિકલ્પ કરવાની આ વાત નથી. ધ્રુવ તરફ પર્યાય લક્ષ કરી પરિણમે એમ વાત છે. પર્યાય, પરસન્ખતા છોડી સ્વસમ્મુખતા–ધ્રુવ એક જ્ઞાયકની સન્મુખતા કરી પરિણમે છે એવી વાત છે. અહા! ધ્રુવને લક્ષમાં લેનારી પર્યાય ધ્રુવ સાથે એકમેક થઈ છે, હવે તે પરિભ્રમણ કરશે નહિ. જે છૂટા ફરે છે, સ્વદ્રવ્યથી ભિન્ન જે રાગાદિ વિકાર સાથે ને પરદ્રવ્ય સાથે એકમેક થઈ પરિણમે છે તે જીવ ચાર ગતિમાં પરિભ્રમે છે; પરંતુ રાગથી ભિન્ન અંદર પોતે આનંદકંદ એક જ્ઞાયક પ્રભુ છે ત્યાં દષ્ટિ લગાવી પર્યાયને ધ્રુવ ખૂંટા સાથે બાંધી દીધી તે હવે ભવમાં ભટકશે નહિ, વિકારમાં ભટકશે નહિ. તે હવે નિર્ભય અને નિઃશંક છે, વિકારનો ને ભવનો નાશક છે; અલ્પકાળમાં જ તે મુક્તિ પામશે. સમજાણું કાંઈ...!
(૧૧-૧૫૦)
(૩૧૮)
વસ્તુમાં નિત્ય, અનિત્ય; એક, અનેક ઇત્યાદિ ધર્મો છે, તથા સામાન્ય દ્રવ્યસ્વરૂપથી એકરૂપ અને વિશેષ અપેક્ષા ભેદરૂપ એમ વસ્તુ છે. તથાપિ (આ રીતે વસ્તુને પ્રથમ જાણીને) વસ્તુને સર્વશક્તિમય અભેદ એક જ્ઞાનમાત્ર અનુભવે છે તેનું નામ સમ્યગ્દર્શન ને સમ્યજ્ઞાન છે. હું એક ચૈતન્યમાત્ર વસ્તુ છું એવી દષ્ટિ કરીને વસ્તુમાં એકાગ્ર થઈ પરિણમવું એનું નામ ધર્મ છે; એનું નામ આત્માની સ્વીકૃતિ ને ઓળખાણ છે, ને એ જ સ્વાનુભવ છે. આવું જ વસ્તુ સ્વરૂપ છે.
શુદ્ધનયના વિષયભૂત અભેદ એક શુદ્ધ ચૈતન્યમાત્ર નિજ વસ્તુનું આલંબન લઈ જ્ઞાની એમ અનુભવે છે કે –દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી હું મને ખંડતો નથી. દ્રવ્યથી જુદો, ક્ષેત્રથી જુદો, કાળથી જુદો ને ભાવથી જુદો-એમ હું મને ખંડખંડરૂપ અનુભવતો નથી. દ્રવ્યમાં દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવ-બધું જ અભેદપણે સમાય છે એવો હું પોતાને અખંડ અનુભવું છું. દ્રવ્યથી શું, ક્ષેત્રથી શું, કાળથી શું, ભાવથી શું-હું તો આખી અખંડ એક જ વસ્તુને અનુભવું છું. વસ્તુમાં એનું દ્રવ્ય, એનું ક્ષેત્ર, એનો કાળ ( અવસ્થા) અને એના ભાવ ( ગુણ ) જુદા જુદા છે એમ છે જ નહિ.
(૧૧-૨૪૭) (૩૧૯) એમ જીવદ્રવ્યને (એક અખંડ વસ્તુને) દ્રવ્યથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ક્ષેત્રથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, કાળથી જુઓ તોય એ અખંડ વસ્તુ છે, ને ભાવથી જુઓ તોય એ ત્રિકાળી અખંડ વસ્તુ છે. એક અખંડ ચૈતન્યવહુ દ્રવ્યથી જુદી, ક્ષેત્રથી જુદી, કાળથી જુદી, ને ભાવથી જુદી એમ છે નહિ. દ્રવ્ય જુઓ તો ક્ષેત્ર-કાળ-ભાવ છે, ક્ષેત્ર જુઓ તો દ્રવ્યકાળ-ભાવ છે, કાળથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-ભાવ છે, ને ભાવથી જુઓ તો દ્રવ્ય-ક્ષેત્ર-કાળ છે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ ચારેય અભેદ એક વસ્તુ છે...
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com