________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૨
અધ્યાત્મ વૈભવ આચાર્ય કહે છે-જગતના જીવો... જુઓ! સાગમટે નોતરું દીધું છે, બધાયને નોતરું છે; અનંત જીવરાશિ છે એમાંથી સાંભળનારા તો પંચેન્દ્રિયો જ છે, છતાં કહે છે જગત-જગતના જીવો નિરંતર આત્માનો અનુભવ કરવાનો સતત પ્રયત્ન કરો-ઉદ્યમ કરો; કેમકે તેના અનુભવથી જ પૂરણ સ્વરૂપની પ્રાપ્તિ થઈ શકશે, બીજી રીતે નહિ.
(૭-૨૧૧) (૨૯૦) અહીં તો ભગવાન દેવાધિદેવ અરિહંત-વીતરાગ સર્વજ્ઞ પરમાત્મા-પરમગુરુ અને તેમના કેડાયતી સંતો-મુનિવરો એમ કહે છે કે પ્રભુ! તું એટલો જ સત્ય અનુભવ કરવા લાયક છો કે જેટલું જ્ઞાન છે. ભગવાન ! તું અમારી સન્મુખ પણ જોઈશ મા.
પણ ભગવાન! આપ વીતરાગ સર્વજ્ઞ છો ને ?
હા, પણ અમારી (-પરદ્રવ્યની) સન્મુખ જોતાં તને રાગ થશે. અને રાગનો અનુભવ કરવાલાયક નથી. અહાહા...! ભગવાન કહે છે કે અમારી ભક્તિ, સ્તુતિ, પૂજા ઇત્યાદિના રાગનો અનુભવ કરવાલાયક નથી કેમકે એ તો દુઃખનો-ઝેરનો અનુભવ છે. ભાઈ ! તારો આત્મા કે જે જ્ઞાનપ્રમાણ છે તેટલો જ તું સત્ય અનુભવ કરવાલાયક છો અર્થાત તારો જે ત્રિકાળી જ્ઞાનસ્વભાવ છે તે જ અનુભવ કરવાલાયક છે.
(૭-૨૧૮) (૨૯૧) પ્રશ્ન- દ્રવ્ય વેદક ને પર્યાય વેધ એમ છે કે નહિ?
સમાધાન:- ના, એમ નથી. પર્યાયમાં જ વેધ–વેદક છે. વેદાવાની લાયકાત (વેદાવાયોગ્ય ) જ્ઞાન-આનંદની પર્યાય છે ને વેદનાર પણ તે પર્યાય જ છે. દ્રવ્ય તો દ્રવ્ય છે; દ્રવ્યને ક્યાં વેદવું છે? દ્રવ્યને ક્યાં વેદાવું છે? ... ભલે દષ્ટિ દ્રવ્ય ઉપર છે પણ વેદન તો પર્યાયમાં છે. આત્મા વેદે છે એટલે કે પર્યાય વેદે છે-એમ અર્થ છે. આત્મા દ્રવ્યને વેદે છે
ક્યાં? આત્મ (-પર્યાય) દ્રવ્ય-સામાન્યને તો અડતોય નથી. ભાઈ ! જે વેદન છે એ તો પર્યાયનું વેદન છે.
(૭-૪૪૯) (૨૯૨). આત્મા (-પર્યાય) શુદ્ધ પર્યાયને વેદે છે. દ્રવ્ય-ગુણને શું વેદે? કેમકે દ્રવ્ય-ગુણ તો સામાન્ય, ધ્રુવ અક્રિય છે. તેથી તો કહ્યું કે જે સામાન્યને સ્પર્શતો નથી એવો શુદ્ધપર્યાય તે આત્મા છે. અહીં તો જે વેદનમાં આવ્યો તે (શુદ્ધપર્યાય) મારો આત્મા છે એમ કહે છે.
સમકિતીની અભેદ એક ચૈતન્યરૂપ આત્મા ઉપર દષ્ટિ હોવાથી તેની પર્યાયમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com