________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૦
અધ્યાત્મ વૈભવ વસ્યો અને ત્યારે તેને શુદ્ધ આત્મદ્રવ્યની ઉપલબ્ધિ થઈ. પરદ્રવ્યની દૃષ્ટિ છોડીને અંતઃએકાગ્ર થતાં શુદ્ધ આત્માની પ્રાપ્તિ થઈ ત્યારે તે પરદ્રવ્યથી અતિકાન્ત થયો થકો-વેગળો પડ્યો થકો શુદ્ધસ્વરૂપમાં એવો મગ્ન થયો કે દૃષ્ટિ અને જ્ઞાન ત્યાં જ (આત્મામાં જ) જામી ગયાં એટલે ‘વિરે હવ' અલ્પકાળમાં જ તે પરમાત્મા થાય છે. આવી વાત છે. વિરે કહ્યું છે ને?
તો કોઈને પ્રશ્ન થાય કે આમાં ક્રમબદ્ધ ક્યાં રહ્યું?
અરે ભાઈ ! આવી સ્થિતિ અંદરમાં થાય તેને કેવળજ્ઞાન પામવાને લાંબો કાળ હોય નહિ એમ અહીં કહે છે. આત્માનો અનુભવ કરે તેના ક્રમમાં કેવળજ્ઞાન લેવાને અલ્પકાળ જ હોય છે. તે અલ્પકાળમાં સર્વ કર્મથી રહિત આત્માને પામે છે. (આમાં કુમબદ્ધ વિરુદ્ધ તો કાંઈ નથી).
(૬-૪૧૯) (૨૮૭) પોતાના જ્ઞાન, દર્શન આદિ અનંતગુણોથી પરિપૂર્ણ ભગવાન આત્મા ઈચ્છા રાગ અને પદ્રવ્યથી સદા ખાલી છે. એવું જ એનું સ્વરૂપ છે. એવા પોતાના સ્વરૂપમાં દષ્ટિ દઈને એકાગ્ર થતાં આત્માનુભવ પ્રાપ્ત થાય છે. એ આત્માનુભવમાં જ સ્વરૂપની પ્રતીતિરૂપ સમ્યગ્દર્શન પ્રગટે છે. તે કાળે કોઈ વિકલ્પ કે વિચાર ન હોય. વસ્તુ પોતે નિર્વિકલ્પ વીતરાગસ્વરૂપ છે; તેથી વીતરાગી પર્યાય પણ નિર્વિકલ્પ અનુભવમાં ધ્યાનમાં જ પ્રાપ્ત થાય છે. આવી નિર્વિકલ્પ વીતરાગી સમ્યગ્દર્શન-જ્ઞાનની દશા પ્રગટ થઈ છે તે જીવ શુદ્ધદર્શનજ્ઞાનમય આત્માને પરદ્રવ્યથી ભિન્ન ચેતતો-અનુભવતો સ્થિર થઈને અલ્પકાળમાં પૂર્ણ પરમાત્મપદને પામે છે. અહો ! પંચમ આરાના મુનિ પૂર્ણ પરમાત્મપદની પ્રાપ્તિરૂપ મોક્ષની વાત કહે છે. એમ કહેતા નથી કે અત્યારે મોક્ષ નથી પણ આ વિધિ વડે મોક્ષ થાય છે એમ દિઢપણે કહે છે.
(૬-૪૨૦) (૨૮૮). અહાહા......જ્ઞાન ને આનંદ જેનું રૂપ નામ સ્વરૂપ છે એવા ભગવાન આત્માનો અનુભવ કરતાં સર્વ ભેદભાવો મટી જાય છે. એટલે શું? એટલે કે આ મતિજ્ઞાન શ્રુતજ્ઞાન ઇત્યાદિ જ્ઞાનની પર્યાયના ભેદ દષ્ટિમાં આવતા નથી; એક માત્ર ચિત્માત્ર સ્વરૂપનો અનુભવ રહે છે....
શું કહે છે? કે પોતાની જ્ઞાનની પર્યાયમાં જે વિશેષો-ભેદ પડે છે તે ભિન્ન ભિન્ન શેયના નિમિત્તે પડે છે. પરંતુ જ્યારે જ્ઞાનસામાન્યનો અર્થાત્ અખંડ એકરૂપ ત્રિકાળી શુદ્ધ જ્ઞાયકભાવનો સ્વાદ લેવામાં આવે છે ત્યારે બધા ભેદભાવ ગૌણ થઈ જાય છે; એક જ્ઞાન જ શેયરૂપ થાય છે; પોતાનું ત્રિકાળી સ્વરૂપ જ પર્યાયમાં શેયરૂપ થાય છે. અહાહાહા...! સ્વરૂપનો સ્વાદ લેવામાં આવતાં પરનું જાણવું જે અનેક પ્રકારે છે તે બધું ગૌણ થઈ જાય અને એક શુદ્ધ ચિત્માત્ર સ્વરૂપ જ શેયરૂપ થાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com