________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૯
આત્માનુભૂતિ આશ્રય કરવાથી નિર્વિકલ્પ અનુભવ થાય છે. શુભભાવ છે એ તો વિભાવસ્વભાવ જડસ્વભાવ છે, એ કાંઈ ચૈતન્યસ્વભાવ નથી. સમજાણું કાંઈ.....!
(૬-૩ર)
(૨૮૩)
આગમમાં એટલે ભગવાનની વાણીમાં-બાર અંગમાં સિદ્ધાંતમાં જ્ઞાનનું પરિણમન અર્થાત્ અનુભૂતિ કરવાનું જ વિધાન છે પણ રાગ કરવાનું વિધાન નથી. વ્યવહારનયથી વ્રત, તપ, શીલ, સંયમ પાળવાં એમ કથન આવે પણ નિશ્ચયથી એ રાગ કાંઈ વસ્તુ નથી; “અનુભૂતિ: દિ' એક માત્ર આત્માનુભૂતિ જ નિશ્ચયથી કરવા યોગ્ય કહી છે. સમયસાર નાટકમાં પણ કહ્યું છે કે
અનુભવ ચિંતામનિ રતન, અનુભવ છે રસકૂપ;
અનુભવ મારગ મોખકો, અનુભવ મોખરૂપ.” અહીં પણ એ જ કહ્યું કે- “અનુભૂતિઃ હિ” અનુભૂતિ જ- આત્માનો અનુભવ જ કરવો અર્થાત્ આનંદના વેદનમાં જ રહેવું-ઠરવું. ભગવાન આત્મા પોતે જ્ઞાન અને આનંદની મોટી ગાંઠડી છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન દ્વારા ખોલીને અનુભૂતિ જ કરવી. (૬-૧૦૩)
(૨૮૪) પ્રશ્ન :- પણ એ રીતે મહાવરો-પ્રેકટીસ તો પડે ને?
ઉત્તર :- ભાઈ ! રાગના વિકલ્પથી ભિન્નની (શુદ્ધ ચૈતન્યની) અંદરમાં પ્રજ્ઞા (ભેદવિજ્ઞાન) વડ પ્રેકટીસ કરે તે પ્રેકટીસ છે. આત્મા શુદ્ધ ચૈતન્યધન પ્રભુ એકલો પવિત્રતાનો પિંડ છે; તે પોતાનું સ્વ છે. ત્યાં પર તરફના રાગના વલણથી છૂટો એ સ્વ તરફના વલણની પ્રેકટીસ કરે તો તે જણાય એવો છે. વ્યવહારના-રાગના સાધન વડે ભગવાન આત્મા જણાય એવું એનું સ્વરૂપ જ નથી.
(૬-૨૩૪) (૨૮૫). ભાઈ ! બધાનો સરવાળો આ છે કે- ભેદજ્ઞાનથી જ શુદ્ધ આત્માનો અનુભવ થાય છે, રાગ અને વ્યવહાર કરતાં કરતાં નહિ. ભાઈ ! આ સમજવામાં તારું હિત છે હોં શરીર અત્યારે જુવાન સશક્ત હોય, કંઈક ભણી-ગણીને પંડિત થયો હોય, બોલતાં સારું આવડતું હોય અને બહારમાં કાંઈક આબરૂ હોય એટલે રોફમાં (મિથ્યાગર્વમાં) આવી જાય પણ જુવાની પીંખાઈ જશે બાપુ! અને બહારની પંડિતાઈ આત્માના અનુભવના કામમાં ખપ નહિ લાગે. રાગથી ભિન્ન પડીને ભેદવિજ્ઞાન પ્રગટ કરવાથી જ આત્માનુભવનું કાર્ય થશે, રાગને સાથે રાખીને (-સ્વામીત્વ રાખીને) એ કામ નહિ થાય. આવું જ વસ્તુ સ્વરૂપ છે. (૬-૪૦૨)
(૨૮૬) અહાહા..! પરદ્રવ્યની ઈચ્છાથી જ્યાં ખસ્યો ત્યાં તે શુદ્ધજ્ઞાનદર્શનમય સ્વદ્રવ્યમાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com