________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિ
૧૦૩
અભેદપણે વેધ-વેદક વર્તે છે. અહાહા....! શુદ્ધ ચૈતન્યસ્વરૂપના લક્ષે તેને જે નિર્મળ નિરાકુળ આનંદની દશા પ્રગટી તેને વેદનારોય (પર્યાય ) પોતે ને વેદનમાં આવનારી પર્યાય પણ પોતે; આવું ઝીણું... અહા ! નિર્મળાનંદનો નાથ અભેદ એક સચ્ચિદાનંદ પ્રભુ આત્મામાં દષ્ટિ અભેદ થતાં પર્યાયમાં નિર્મળ આનંદની દશા પ્રગટ થાય છે અને તેને વેધ-વેદકપણે વેદે છે એનું નામ ધર્મ છે. (વ્યવહા૨ધર્મ તો વેધ-વેદકથી ક્યાંય ભિન્ન રહી જાય છે). આવી વાત છે.
(૭–૪૫૦)
(૨૯૩)
જુઓ, એક અચળ જ્ઞાન જ સદા વેદાય છે–એમ કહ્યું ને! ત્યાં અચળ તો ત્રિકાળી છે. (તે કાંઈ વેદાતું નથી). પણ અચળ જ્ઞાન ઉ૫૨ દષ્ટિ છે ને? માટે અચળ વેદાય છે એમ કહ્યું છે; બાકી વેદાય છે એ તો પર્યાય છે. આ તો મંત્રો બાપા! મોહનિદ્રામાંથી જગાડનારા આ મહા મંત્રો છે. જાગ રે જાગ ભાઈ! આવાં ટાણાં આવ્યાં ત્યારે સૂવું ન પાલવે નાથ ! અહા ! ભગવાન છો ને પ્રભુ! તું? આ બહારની રાગની ને સંયોગની-ધૂળની-મહિમામાં તું ભીંસાઈ ગયો ને પ્રભુ! ત્યાંથી હઠી જા, ને આ અચળ એક જ્ઞાન જ તારું સ્વરૂપ છે તેનો અભેદપણે અનુભવ કર. (૭-૪૫૨ )
(૨૯૪ )
પોતે પોતાના સ્વાભાવિક જ્ઞાનને અનુભવે છે. જ્ઞાન શબ્દે અહીં પોતાના આત્માનું ગ્રહણ છે. જેને આત્માના સ્વભાવની સત્તાનો અનુભવ થયો છે તે, નિજ સત્તાને સ્વીકારીને અનુભવે છે એમ કહે છે. આ ધર્મદશા છે.
ભગવાન આત્મા અનંતગુણનો પિંડ પ્રભુ સ્વયંસિદ્ધ સત્તા છે. સ્વયંસિદ્ધ નામ કોઈથી નહિ કરાયેલી એવી અનાદિ અનંત અકૃત્રિમ વસ્તુ ભગવાન આત્મા છે. તેને ધર્મી પુરુષે પોતાની દૃષ્ટિમાં લીધી છે. તેથી સ્વયં એટલે રાગની અપેક્ષા વિના, વ્યવહારના રાગની અપેક્ષા વિના, પોતાના સ્વાભાવિક જ્ઞાનને નિરંતર એટલે અખંડ ધારાએ-કોઈવાર રાગનો અનુભવ ને કોઈવાર જ્ઞાનનો અનુભવ એમ નહિ–પણ ખંડ ન પડે એમ અખંડધારાએ અનુભવે છે.
અરે ભાઈ! પોતે પોતાથી જ સદા પોતાને પોતારૂપ અનુભવે છે અને પરથી કદીય નહિ એ મૂળ સિદ્ધાંત છે. શું ૫૨ વડે પોતારૂપ અનુભવ થાય? ન થાય. બાપુ! આ તો તારી મૂળમાં ભૂલ છે પ્રભુ! વસ્તુ ભગવાન આત્મા અખંડ એક જ્ઞાયકભાવ પરમપારિણામિક ભાવ છે. પારિણામિકભાવ તો ૫૨માણુંય છે. પણ આ તો શાયકભાવસ્વભાવ છે ને! તેથી તે પરમપારિણામિકભાવ શાશ્વત જ્ઞાયકભાવ છે. તેને જ્ઞાની સ્વયં એટલે પોતાથી જ -પોતાના આશ્રય-૫૨ના આશ્રય ને અવલંબન વિના જ અનુભવે છે. સદા અનુભવે છે એમ કહીને એમ કહ્યું કે- ‘રાગ મારો છે' એમ જ્ઞાની કદીય અનુભવતો નથી પણ ‘જ્ઞાન જ મારું છે’ – એમ સદા અનુભવે છે. સમજાણું કાંઈ... ? (૭–૪૫૭)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com