________________
આત્માનુભૂતિ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૯
( ૩૦૯ )
જુઓ, શું કહે છે ? કે દ્રવ્યલિંગમાં જેને મમત્વ છે તે અંધ છે, અર્થાત્ સ્વપરનો વિવેક કરનાાં નેત્ર તેને બીડાઈ ગયાં છે. તેમને શુદ્ધ આત્મદ્રવ્યનો અનુભવ જ થતો નથી. દ્રવ્યલિંગથી-ક્રિયાકાંડથી મારું કલ્યાણ થશે એવી માન્યતા આડે તેને પોતાના પ૨માત્મસ્વરૂપનો અનુભવ જ થતો નથી. (૧૦–૨૮૨ )
( ૩૧૦ )
વ્યવહા૨ને જ પરમાર્થ માનીને કોઈ અનુભવે છે તો, કહે છે, તેઓ સમયસારને જ અનુભવતા નથી. આ અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ–એમ વ્રતના લિકલ્પ, શાસ્ત્રભણતરનો ભાવ અને દેવ-ગુરુશાસ્ત્રની શ્રદ્ધા-તેને જ પરમાર્થ જાણીને અનુભવે છે તેઓ શુદ્ધ દ્રવ્યને-નિજ સમયસારને જ અનુભવતા નથી. (૧૦–૨૮૮ )
( ૩૧૧ )
ભાઈ! એકવાર નિર્ણય કરી શ્રદ્ધામાં તો લે કે વ્યવહાર ક્રિયાકાંડની ક્રિયા આત્મરૂપ નથી. આ સિવાય કોઈ લાખ ક્રિયા કરે તોપણતેઓ નિજ જ્ઞાનાનંદ-સહજાનંદ સ્વરૂપને અનુભવતા નથી; તેઓ રાગને-દુ:ખને જ વેદે છે. એક સમયની પર્યાયમાં જેમનું લક્ષ છે તેમની રમત રાગમાં છે, અંદરમાં ચૈતન્યચિંતામણિ પોતે છે તેને તેઓ અનુભવતા નથી.
૫૨માર્થ વસ્તુ અંદર પોતાનું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. તેને જેઓ ૫૨માર્થબુદ્ધિથી અનુભવે છે, તેનાં જ શ્રદ્ધાન-જ્ઞાન-ચારિત્રપણે પરિણમે છે તેઓ જ સમયસારને અનુભવે છે; અર્થાત્ તેઓ જ મોક્ષમાર્ગ અને તેનું ફળ જે મોક્ષ તેને પ્રાપ્ત થાય છે. (૧૦–૨૮૯ )
(૩૧૨ )
અહાહા.....! કહે છે-અનમ્ અત્તમ્' બસ થાઓ, બસ થાઓ, ઘણું કહેવાથી ને ઘણા બધા વિકલ્પોથી બસ થાઓ. એમ કે બાર અંગનો સાર તો આ જ છે કે પરમાર્થને એકને જ નિરંતર અનુભવો. લ્યો, ચારે અનુયોગનો આ સાર છે. આહાહા...! પૂર્ણાનંદનો નાથ અભેદ એકરૂપ અંદર ધ્રુવ ત્રિકાળ છે તે એકને જ આલંબો. ભેદની વાત તો ઘણી સાંભળી, હવે એનાથી શું કામ છે? ૫૨માર્થ એક અભેદને જ ગ્રહણ કરો. અહીં આટલું જ કહેવાનું છે કે–વ્યવહા૨ના દુર્વિકલ્પોથી બસ કરી-થંભી જઈ અભેદ એક શુદ્ધદ્રવ્યને જ નિરંતર અનુભવો.
વચ્ચે ભેદના વિકલ્પ આવે ખરા, પણ એ તો અભેદને જાણવા માટે છે. માટે કહે છેભેદના વિકલ્પ મટાડી અભેદ એક નિશ્ચય શુદ્ધ વસ્તુની દૃષ્ટિ કર, તેને પકડ અને તેનો જ નિરંતર અનુભવ કર. જુઓ, આ કેવળી ૫રમાત્માને અનંતી શક્તિની વ્યક્તિ પર્યાયમાં પ્રગટ
થઈ છે તે અંદર જે છે તે પ્રગટ છે. તેમ બધી અનંતી શક્તિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com