________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિ
૧૦૭ એવી વસ્તુ નથી. અહા ! રાગ તો શું ચૌદ ગુણસ્થાનાદિના પર્યાયભેદથી પણ ભિન્ન એવો ભગવાન આત્મા એક સ્વાનુભવમાં-સ્વસંવેદનમાં જ પ્રગટ થાય એવો એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ..?
(૯-૮). (૩૦૫) જુઓ શુદ્ધ જીવ તે અંત:તત્ત્વ છે, ને રાગાદિ બાહ્ય તત્ત્વ છે. અભેદ તત્ત્વની અનુભૂતિમાં નિર્મળપર્યાયના ભેદો પણ નથી તે અપેક્ષાએ તેમને પણ બાહ્ય તત્ત્વ કહ્યા છે. નિયમસાર ગાથા ૩૮ માં એક શુદ્ધ આત્માને જ અંત:તત્ત્વ કહ્યું છે ને જીવાદિ તત્ત્વોને બાહ્ય તત્ત્વ કહ્યાં છે. મતલબ કે જીવાદિતત્ત્વો સંબંધી જે ભેદવિકલ્પ છે તેના વડે શુદ્ધ આત્મા અનુભવમાં નથી આવતો માટે તેઓ બાહ્ય તત્ત્વ છે, હોય છે. ભાઈ ! પર્યાયના ભેદો છે તે આદરણીય નથી, આશ્રય કરવાયોગ્ય નથી. એક માત્ર શુદ્ધ ત્રિકાળી એક જ્ઞાયકતત્ત્વમાં અભેદ થઈને અનુભવ કરવાયોગ્ય છે. અલબત્ત અનુભવ છે તે પર્યાય છે, પણ તે દ્રવ્યસ્વભાવની સન્મુખ થઈને તેનો આશ્રય કરે છે. આમ શાશ્વત શુદ્ધ જ્ઞાયક વસ્તુ ને તેની વર્તમાન અવસ્થા તે બંને પરસ્પર સાપેક્ષપણે આખો આત્મા-પદાર્થ છે. સમજાણું કાંઈ? (૯-૧૧૨)
(૩૦૬ )
અરિહંત પરમાત્મા તો સાક્ષાત્ શુદ્ધાત્મસ્વરૂપ જ છે. ચોથે ગુણસ્થાને શ્રુતજ્ઞાની પણ શુદ્ધનયના અવલંબનથી આત્માને શુદ્ધાત્મસ્વરૂપ જ અનુભવે છે; માત્ર પ્રત્યક્ષ પરોક્ષનો જ ભેદ છે. કેવળજ્ઞાની આત્માને પ્રત્યક્ષ અનુભવે છે, જ્યારે શ્રુતજ્ઞાની પરોક્ષ અનુભવે છે. તેને આનંદનું વેદન છે તે અપેક્ષાએ આત્મા સ્વાનુભવ-પ્રત્યક્ષ છે એમ પણ કહીએ છીએ.
(૯-૧૯૦) (૩૦૭) -આત્માને ત્રણ પ્રકારે દેખવો. દેખવો એટલે કે અંતર્મુખ થઈ અનુભવવો જેથી આત્મપ્રાપ્તિ થાય. અહાહા...! આત્મા નિત્યાનંદ પ્રભુ ત્રિકાળી શુદ્ધ જ્ઞાનાનંદસ્વભાવી છે. તેને છોડીને અન્ય પરિગ્રહમાં સાવધાનપણે પ્રવર્તતું તે સંસાર-પરિભ્રમણનું કારણ છે. શુદ્ધ ચૈતન્યમય નિજ પરમાત્મસ્વરૂપમાં સાવધાન ન થતાં વ્રત, તપ, ભક્તિ, આદિના રાગના પરિણામમાં સાવધાનપણે પ્રવર્તતું તે અન્ય પરિગ્રહ છે. આ શરીર, મન, વાણી, ધન, સંપત્તિ ઇત્યાદિ તો ક્યાંય દૂરની ચીજ થઈ ગઈ. અહીં તો એની પર્યાયમાં જે વ્રત, ભક્તિ આદિના વિકલ્પ ઊઠે તે અન્ય વસ્તુ છે, અન્ય પરિગ્રહ છે. રાગમાં સાવધાનપણે પ્રવર્તવું અને તેના આચરણમાં-પાલનમાં રોકાઈ રહેવું તે મિથ્યાભાવ છે ભાઈ ! અરે ! પણ એણે રાગની મમતા આડ અંદર જ્ઞાયકસ્વભાવથી ભેરલો આનંદસાગર પ્રભુ પોતે છે તેને ખોઈ દીધો છે! અહં કહે છેશુદ્ધનયસ્વરૂપ અંદર ત્રિકાળી ભૂતાર્થ ભગવાન જિનસ્વરૂપ વિરાજે છે તેને સ્વસંવેદનમાં જાણવોવેદવો-અનુભવવો તે પ્રથમ નંબરનું દેખવું છે. તે ચોથ, પાંચમે, છેકે ગુણસ્થાને હોય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com