________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૧
આત્માનુભૂતિ
પ્રશ્ન:- સામાન્યનો સ્વાદ શું? ભોગવટો તો પર્યાયમાં થાય છે?
સમાધાન- ભાઈ ! સામાન્યનો સ્વાદ ન આવે કેમકે સ્વાદ છે એ તો પર્યાય છે. પરંતુ ત્રિકાળી અભેદના લક્ષે પર્યાયમાં સ્વાદ આવ્યો તો સામાન્યનો સ્વાદ છે એમ અભેદ કરીને કહેવાય છે.
તો શું ત્રિકાળીનું જ્ઞાન ને સ્વાદ પર્યાયનો?
હા, ત્રિકાળીનો સ્વાદ ન હોય; પણ સામાન્યનું લક્ષ કરીને જે પર્યાયનો સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ છે એમ કહેવાય છે, બાકી સામાન્યના સ્વાદમાં સામાન્યનો અનુભવ નથી. વળી વિશેષનો (પર્યાયનો) એટલે વિશેષના લક્ષે જે સ્વાદ છે તે રાગનો આકુળતામય સ્વાદ છે અને સામાન્યનો સ્વાદ અરાગી નિરાકુલ આનંદનો સ્વાદ છે. સ્વાદ છે તો પર્યાય અને સામાન્ય કોઈ પર્યાયમાં આવતું નથી, સામાન્ય જે ત્રિકાળી એકરૂપ ધ્રુવ છે તે પર્યાયમાં ન આવે પણ સામાન્યનું જેટલું ને જેવું સ્વરૂપ છે તેટલું ને તેવું પર્યાયમાં જ્ઞાનમાં આવે છે અને તેને સામાન્યનો સ્વાદ આવ્યો એમ કહેવાય છે. આવી વાત છે.
અાહાહા...! કહે છે-એક જ્ઞાન જ શેયરૂપ થાય છે, અર્થાત જ્ઞાન નામ આત્મા જે ત્રિકાળી, એકરૂપ છે તે એક જ જ્ઞાનની પર્યાયમાં યરૂપ થાય છે, મતલબ કે બીજો જ્ઞય તે કાળે જ્ઞાનમાં આવતા નથી. શું કહ્યું આ? કે વર્તમાન જ્ઞાનની પર્યાયમાં આખો જ્ઞાનસ્વરૂપી આત્મા શેયરૂપ થઈ જાય છે અને જ્ઞાનમાં જે પરય-રાગાદિ હતા તે છૂટી જાય છે. પ્રવચનસારમાં (ગાથા ૧૭ર માં) અલિંગગ્રહણના ૨૦ મા બોલમાં ન આવ્યું કે પ્રત્યભિજ્ઞાનનું કારણ એવું જે સામાન્ય દ્રવ્ય તેને આલિંગન કર્યા વિના શુદ્ધ પર્યાય તે આત્મા છે એટલે કે આનંદની પર્યાય તે આત્મા છે, કેમકે સ્વાદમાં પર્યાયનો સ્વાદ આવે છે. છતાં સામાન્યના લક્ષ જે સ્વાદ આવ્યો તેને સામાન્યનો સ્વાદ કહેવામાં આવે છે. અને ભેદના લક્ષે જે સ્વાદ આવે તેને ભેદનો વિકારનો સ્વાદ કહેવામાં આવે છે.
(૭–૧૬૫ ) (૨૮૯) અહાહા...! જાણગ-જાણગસ્વભાવી પ્રભુ આત્મ કર્મથી ખરેખર દુરાસદ છે; દુરાસદ એટલે દુપ્રાપ્ય છે એમ કહે છે. ભાઈ ! આ દયા, દાન, વ્રત, તપ ઇત્યાદિ કર્મકાંડથી આત્મા પ્રાપ્ત થવા યોગ્ય નથી. આવું ચોખ્ખું તો આચાર્ય કહે છે. (છતાં અરે! અજ્ઞાની વિપરીત કેમ માને છે?) રાગની ક્રિયાથી આત્મા દુરાસદ છે, અપ્રાપ્ય છે અર્થાત તેનાથી તે (આત્મા ) જાણી શકાય એવો નથી.
અહાહાહા..! આત્મા વસ્તુ શુદ્ધ ચિદાનંદઘન પ્રભુ પરમાત્મા છે. તે એક જ પ્રાપ્ત કરવાયોગ્ય-અનુભવવાયોગ્ય છે. પણ તે ઈન્દ્રિયોથી ગ્રાહ્ય નથી તથા રાગના ક્રિયાકાંડથી પણ તે ગ્રાહ્ય-પ્રાપ્ય નથી. એ તો એના અનુભવની પરિણતિમાત્રથી ગ્રાહ્ય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com