________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦૪
અધ્યાત્મ વૈભવ
(૨૯૫) | સિદ્ધભક્તિ એટલે? એટલે કે સદા સિદ્ધસ્વરૂપ એવા આત્માની અંતર-એકાગ્રતા. શુદ્ધ આત્માની એકાગ્રતારૂપ સિદ્ધભક્તિ છે. શું કહ્યું? કે ભગવાન આત્મા પૂરણ જ્ઞાન, પૂરણ આનંદ, પૂરણ શાંતિ, પૂરણ સ્વચ્છતા એમ અનંત પૂરણ સ્વભાવોથી ભરેલો એવો શુદ્ધ સિદ્ધ પરમેશ્વર છે. આવા પોતાના સિદ્ધ પરમેશ્વરની-સિદ્ધ ભગવાન નહિ હોં-અંતર એકાગ્રતા તે સિદ્ધભક્તિ છે. અહા ! આ તો ભાષા જ જુદી જાતની છે ભાઈ !
અહા ! સમકિતી સિદ્ધભક્તિ કરે છે. કેવી છે તે સિદ્ધભક્તિ.? તો કહે છે–પોતે અંદરશુદ્ધ ચૈતન્યમય સિદ્ધસ્વરૂપ પરમાત્મા છે તેનું ભજન કરે છે, તેનું અનુભવ કરે છે અને તે પરમાર્થે સિદ્ધભક્તિ છે. આ (પર) સિદ્ધ ભગવાનની ભક્તિ તે સિદ્ધભક્તિ-એમ નહિ, કેમકે એ તો વિકલ્પ છે, વ્યવહાર છે.
(૭-૫૧૧) (૨૯૬) અહા ! અંદર સ્વરૂપમાં જાય તો એકલું ત્યાં અમૃત ભર્યું છે. પણ અજ્ઞાનીને સ્વરૂપની ખબર નથી અને તેથી તે રાગાદિને-ઝેરને જ વેદે છે-અનુભવે છે અને હું સુખી છું એમ માને છે. તો વાસ્તવિક શું છે? અહાહા... ! યથાર્થ ઉપદેશને પ્રાપ્ત થઈ કોઈ પરદ્રવ્યના નિમિત્તે થતા નૈમિત્તિક ભાવ-વિકારને છોડીને શુદ્ધ ચૈતન્યતત્ત્વમાં અંતર્લીત થાય છે ત્યારે તેને શુદ્ધ આત્માનુભૂતિ પ્રગટ થાય છે અને તેમાં તે નિરાકુલ આનંદને વેદ –અનુભવે છે. અહા! આવી નિજાનંદરસલીન દશા તે “નિજ ચાર્ટ” ને તે ધર્મ બાકી આ કરું-ને તે કરું એ બધા વિકલ્પ અધર્મ છે.
-અહાહા..! અતીન્દ્રિય આનંદનું દળ ચિઘન ચિપિંડ પ્રભુ આત્માના અનુભવની નિજાનંદરસલીન-એવી દશા થાય છે ત્યારે, કહે છે, કર્મબંધન થતું નથી; નવાં કર્મ બંધાતા નથી, અને જૂના ઝરી જાય છે. આ જુઓ તો ખરા અનુભવની દશા ! બનારસીદાસે કહ્યું છે ને કે
અનુભવ ચિંતામનિ રતન અનુભવ હૈ રસકૂપ;
અનુભવ માગર મોખકો અનુભવ મોખરૂપ. લ્યો, આવું! અનુભવ મોક્ષસ્વરૂપ! હવે વ્યવહાર કરતાં કરતાં કર્મબંધન છૂટે એ ક્યાં રહ્યું? એમ છે જ નહિ.
(૮-૩૭ર) (૨૯૭) પર તરફના લક્ષવાળા જે રાગાદિભાવો છે તે બંધ છે અને ભગવાન આત્મા ચૈતન્યલક્ષણ છે. અહા ! બંનેને લક્ષણભેદથી જુદા જાણી આત્માને અનુસાર આત્માનુંભવ કરવો તે ધર્મ છે. અનાદિથી રાગને અનુસરીને જે અનુભવ છે તે અધર્મ છે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com