________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૬
અધ્યાત્મ વૈભવ ગુણસ્થાનવાળા શ્રાવકને તો સમ્યગ્દર્શન ઉપરાંત ઘણી શાંતિ વધી છે. અને મુનિદશાની તો શી વાત! એ તો પ્રચુર આનંદ અને શાંતિના સ્વામી છે. અહાહા...! કેવળજ્ઞાનાદિ એટલે એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલું સુખ, એકલું વીર્ય, એકલી પ્રભુતા ઇત્યાદિ અપાર અનંત-ગુણનો પિંડ પ્રભુ સમયસાર આત્મા છે. મુનિરાજને તેનું સ્વાનુભવમાં પ્રચુર સંવેદન છે. અનુભવ કાળે ‘હું અનુભવું છું’ એવો વિકલ્પ હોતો નથી; માત્ર ૫૨મસ્વરૂપ પ૨માત્માનો અનુભવ જ વર્તે છે.
આ લક્ષ્મીનો સ્વામી થાય એ તો જડનો સ્વામી છે; અને ધર્મી સ્વાનુભવજનિત આનંદનો સ્વામી છે. અહા ! ધર્મીને નિર્વિકલ્પ અનુભવ થાય ત્યારે ‘હું અનુભવું છું. ’ એવો વિકલ્પ પણ રહેતો નથી એવી અદ્દભુત અલૌકિક ધર્મીની દશા છે. (૫-૩૪૧)
( ૨૭૬ )
પ્રથમ, આત્માના અનુભવની શરૂઆત જેને કરવી છે, જેને સમ્યગ્દર્શન પ્રાપ્ત કરવું છે તેણે પ્રથમ શ્રુતજ્ઞાનના અવલંબનથી જ્ઞાનસ્વભાવ આત્માનો નિશ્ચય કરવો એમ કહે છે. દયા, દાન આદિના વિકલ્પ છે તે વિભાવ છે, ચૈતન્યનો સ્વભાવ નથી અને ભગવાન આત્મા એનાથી ભિન્ન એકલો જાણગ-જાણગસ્વભાવી ચૈતન્યનો પિંડ છે. અનાદિનું આ જ પ્રભુ આત્માનું અસ્તિત્વ છે એમ શ્રીગુરુ પાસેથી સાંભળીને હું એકલો જ્ઞાનપુંજ નિર્વિલ્પસ્વરૂપ આત્મા છું એમ વિકલ્પ દ્વારા પ્રથમ નિર્ણય કરે છે. (૫-૩૫૧ )
(૨૭૭)
જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તે પ્રથમ સ્વરૂપનો વિકલ્પ દ્વારા નિશ્ચય કરીને પછી પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મન દ્વારા પ૨ પદાર્થની પ્રસિદ્ધિ કરનારું જે જ્ઞાન તેને ત્યાંથી મર્યાદામાં લાવીને અર્થાત્ સમેટી લઈને જેણે મતિજ્ઞાનના સ્વરૂપને આત્મસંમુખ કર્યું છે એવો થાય છે. અહાહા... મતિજ્ઞાનના સ્વરૂપને તેણે જાણનાર પ્રતિ વાળી દીધું છે, ૫૨જ્ઞેયથી હઠાવીને મતિજ્ઞાનના સ્વરૂપને સ્વજ્ઞેયમાં જોડી દીધું છે. આવો માર્ગ અને આવી વિધિ છે. (૫-૩૫૪)
(૨૭૮)
ચારિત્ર એટલે તો સ્વરૂપમાં ચરવું, રમવું, ઠરવું, સ્થિર થવું. પણ સ્વરૂપના શ્રદ્ધાનજ્ઞાન વિના શામાં ચરવું અને શામાં રમવું? ચૈતન્યસ્વરૂપના અનુભવ વિના ચારિત્ર હોઈ શકે જ નહિ.
અહીં આત્માના અનુભવની વિધિ બતાવે છે. કહે છે-અનેક વિકલ્પો વડે આકુળતા ઉત્પન્ન કરનારી શ્રુતજ્ઞાનની બુદ્ધિઓને પણ મર્યાદામાં લાવીને શ્રુતજ્ઞાનતત્ત્વને આત્મસંમુખ કરે છે તે વખતે જ વિકલ્પરહિત થયેલા તેને આત્મા સમ્યકપણે દેખાય છે, શ્રદ્ધાય છે. વિકલ્પ છે તે બહિર્મુખ ભાવ છે. જે વિકલ્પમાં જ અટકી રહે છે તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com