________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૫
આત્માનાભૂતિ
(૨૭ર) જ્ઞાની જીવ સમસ્ત વિકલ્પોથી અતિ પર પરમાત્મા છે. અહાહા....! પોતાના પરમ સ્વરૂપનો જેને અનુભવ થયો તેને અહીં અનુભવ કાળમાં પરમાત્મા કહ્યો છે. દષ્ટિમાં સદા મુક્તસ્વરૂપ નિર્વિકલ્પ ભગવાન આવ્યો છે તેથી તેને પરમાત્મા કહ્યો છે. વળી તે જ્ઞાનાત્મા છે. પોતે એકલો જ્ઞાનનો ગોળો ત્રિકાળી ધ્રુવ પ્રભુ છે. તેના ઉપર દષ્ટિ પડતાં તે જ્ઞાનાત્મા છે. જેવો જ્ઞાનસ્વરૂપ ત્રિકાળી ભગવાન છે તેવો અનુભવમાં આવ્યો તેથી જ્ઞાનાત્મા છે. આ તો નિર્વિકલ્પ અનુભવમાં તે વખતે જ્ઞાનાત્મા થયો તેની વાત છે. જ્યાં વિકલ્પ રહ્યો નથી તે જ્ઞાનઘન થયો થકો જ્ઞાનાત્મા છે. તે પ્રત્યજ્યોતિ છે. વિકલ્પરહિત થતાં વિકલ્પથી પૃથક જ્યોતિ સ્વરૂપ છે. અહાહા ! બાપુ! સમ્યગ્દર્શન શું ચીજ છે એની લોકોને ખબર નથી.
(૫-૩૩૫) (૨૭૩) અહાહા....! જગતથી જગતેશ્વર ભગવાન ભિન્ન વસ્તુ છે. આવા પોતાના શુદ્ધ ચૈતન્યમાત્ર આત્માની અનુભૂતિ થતાં તે અનુભૂતિમાત્ર સમયસાર થયો. ભાઈ ! સમયસાર રાગમાં આવતો નથી અને રાગથી તે જણાતો નથી. દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાના વિકલ્પમાં કે નયપક્ષના વિકલ્પમાં ભગવાન આત્મા આવતો નથી અને તે વિકલ્પ વડે તે જણાતો નથી. આવો આત્મા પૃથક જ્યોતિ સ્વરૂપ અનુભવમાં આવ્યો એનું નામ સામાયિક છે. સામાયિકનો અર્થ છે સમતા. વિકલ્પની વિષમતા ટળતાં જે વીતરાગતાનો-સમતાનો સમકિતીને લાભ થાય તેનું નામ સામાયિક છે. અજ્ઞાનીએ બહારની ક્રિયામાં સામાયિક માની છે, પણ એ સાચી સામાયિક નથી.
(૫-૩૩૬) (૨૭૪) પ્રભુ તું કોણ છો અને તને ધર્મ કેમ થાય એની આ વાત ચાલે છે. કહે છે આવું જેનું પરમાર્થસ્વરૂપ હોવાથી જે એક છે એવા અપાર સમયસારને હું અનુભવું છું. જેનો જ્ઞાન, આનંદ, શાંતિ, સ્વચ્છતા ઇત્યાદિ-અપાર અનંત સ્વભાવ છે એવો સમયસાર છે. એવા સમયસારને હું સમસ્ત બંધપદ્ધતિને વિકલ્પોને છોડીને અનુભવું છું. જુઓ, હું શુદ્ધ છું એવો વિકલ્પ પણ બંધપદ્ધતિરૂપ છે, તેને છોડીને હું સમયસારને અનુભવું છું. કર્મના ઉદયથી ઉત્પન્ન થતા સર્વ ભાવોને છોડીને હું અપાર એવા સમયસારને અનુભવું છું. પંચમહાવ્રતનો જે વિકલ્પ ઊઠે છે તે બંધપદ્ધતિમય છે; તે વિકલ્પને છોડીને હું સમયસારને અનુભવું છું એમ આચાર્યદવ કહે છે. માનો કે ન માનોઃ ભગવાન! માર્ગ તો આ છે.
(૫-૩૪૧). (૨૭૫) ચોથા ગુણસ્થાને આત્માના સ્વરૂપનો નિર્વિકલ્પ અનુભવ થતાં જેના કેવળજ્ઞાનાદિ ગુણોનો પાર નથી એવો સમયસારરૂપી પરમાત્માનો અનુભવ જ વર્તે છે. પાંચમા
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com