________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૫૯
(૧૭૨ )
ભાઈ ! આવું વીતરાગનું તત્ત્વ સમજવા માટે તો ખાસ નિવૃત્તિ લેવી પડશે. અહાહા...! આત્મા અંદરમાં સદા રાગથી ભિન્ન ચૈતન્યસ્વરૂપ નિવૃત્તસ્વરૂપ પ્રભુ છે. ૫૨થી તો તે નિવૃત્ત જ છે, પણ અંતરસ્વરૂપની દષ્ટિ કરી રાગથી નિવૃત્ત થતાં તે પર્યાયમાં નિવૃત્ત થાય છે અને તેનું નામ નિવૃત્તિ છે. (૯-૪૧૭)
(૧૭૩)
અહાહા...! ભગવાન! આ તારી લીલા તો જો ભાઈ! કોઈ લોકો ઈશ્વરની લીલા કહે છે તે નહિ, આ તો તારી લીલા પ્રભુ! અનાદિ વિકારમાં રહ્યો તેય તું, અને નિર્વિકારમાં આવ્યો તેય તું! અદભુત ચમત્કારી વસ્તુ બાપુ! એની કેવળદર્શનની એક સમયની પર્યાય આખા લોકાલોકના પદાર્થોને આ જીવ કે અજીવ એમ ભેદ પાડયા વિના સામાન્ય અવલોકે, જ્યારે તે જ સમયે પ્રગટ કેવળજ્ઞાનની પર્યાય લોકાલોકના પ્રત્યેક પદાર્થને ભિન્ન-ભિન્નભિન્ન કરીને જાણે. વળી પ્રત્યેક સમય કેવળજ્ઞાનની પર્યાય અનંતકાળ પર્યંત થયા કરે તોય દ્રવ્ય તો એવું ને એવું રહે, કાંઈ વધઘટ વિનાનું. અહો! દ્રવ્યનો ચૈતન્ય-ચમત્કારી સ્વભાવ કોઈ ૫૨મ અદભુત છે.
અહો ! આવો જ જ્ઞાનસ્વભાવ છે. સ્વભાવમાં તર્ક શું? સર્વજ્ઞ પરમાત્માનું જ્ઞાન અદભુત અલૌકિક છે. તેનો પા૨ સમ્યજ્ઞાન જ પામી શકે. કેવળજ્ઞાનની પર્યાયમાં અનંતા અવિભાગ પ્રતિચ્છેદ છે. અનંતા કેવળીને તે એક સમયમાં જાણે છે. શ્રુતજ્ઞાનની પર્યાય પણ એવડી જ છે, પ્રત્યક્ષ-પરોક્ષનો ફેર છે. અહાહા...! જે પર્યાયમાં અનંત દ્રવ્ય-ગુણ-પર્યાય પ્રત્યક્ષ જણાય તે પર્યાયનું સ્વરૂપ જેટલું છે તેટલું જ બીજે સમયે, ત્રીજે સમયે-એમ અનંતકાળ પર્યંત રહે છે. અહો ! આવો કોઈ ચૈતન્યવસ્તુનો અદ્ભુત અદ્દભુત સ્વભાવ છે.
અહીં સિદ્ધ કરવું છે કે–જ્ઞાન નામ આત્મા જ પુણ્ય-પાપ છે; કેમકે ત્રિકાળી જે અંશી તેના અંશમાં આ ભાવો ઉત્પન્ન થાય છે. ત્રિકાળી દ્રવ્ય તે એનું સામાન્ય સ્વરૂપ છે, અને નિર્મળ અને મલિન પર્યાયો તે એનું વિશેષ સ્વરૂપ છે. સામાન્ય અને વિશેષ બંને થઈને આખી વસ્તુ છે. તેનો એક અંશ (-પર્યાય) કાઢી નાખો તો વસ્તુ જ આખી સિદ્ધ ન થાય. અહીં દ્રવ્ય-પર્યાય બંને જીવનું સ્વરૂપ છે એમ સિદ્ધ કરવું છે. તેથી કહ્યું કે-આત્મા જ સંયમ છે, આત્મા જ પુણ્ય-પાપ છે. આવી વાત ! ( ૧૦–૧૯૫ )
(૧૭૪ )
જ્ઞાન આત્માનો અસાધારણ ગુણ છે. જ્ઞાન જ્ઞાનને જાણે, અનંતા ગુણને જાણે, આત્માને જાણે અને અનંતા ૫૨૫દાર્થોને પણ જાણે એવો આત્માનો અસાધારણ ગુણ છે, તેથી જ્ઞાન લક્ષણ છે, અને આત્મા લક્ષ્ય છે, અભેદ વિવક્ષામાં લક્ષણમાં જ લક્ષ્યનો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com