________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૬
અધ્યાત્મ વૈભવ નિર્મળપણે ઊછળે છે-પરિણમે છે. આમ નિર્મળ નિર્મળ પરિણમતાં કેવળજ્ઞાન થાય ત્યારે અનંત શક્તિઓને તથા અસંખ્ય પ્રદેશોને ભિન્ન ભિન્ન કરીને પ્રત્યક્ષ જાણે. માટે હે ભાઈ, તારી અનંત ચૈતન્ય સંપદાને સાક્ષાત્ દેખવી હોય તો તારા જ્ઞાનને રાગથી છૂટું કરીને અંદર સ્વભાવમાં વાળ. સ્વભાવમાં અંતર્લીન થઈને જાણતાં અનંત ચૈતન્ય સંપદા સાક્ષાત્ જણાઈ જાય છે. (૧૧-૨૧૭)
(૨૧૩). અહા ભાઈ ! આ તારો વૈભવ છે. અને તે પણ કેવો છે? કે પૂર્વાપર વિરોધી જેવો લાગવા છતાં પણ અવિરોધી છે. અહીં!
(૧) પર્યાયમાં અનેકપણું દેખાવા છતાં વસ્તુ તરીકે તે (આત્મા) એક છે. (૨) ક્રમે થતી પર્યાય ક્ષણભંગુર-નાશવાન દેખાવા છતાં વસ્તુ તરીકે તે એકરૂપ
(ધ્રુવ ) છે. (૩) એક સમયનો જાણવાનો પર્યાય જાણે કે લોકાલોકમાં વ્યાપી ગયો હોય અર્થાત્
તેણે પોતાના પ્રદેશોમાં જાણે કે લોકાલોકને ધાર્યા હોય એમ દેખાવા છતાં તે પોતે નિજ અસંખ્ય પ્રદેશોમાં જ છે.
અર્થાત (૧) આત્મામાં એકતા સાથે અનેકતા હોય છે. (એક જ સમયે એકતા ને અનેકતા
હોય છે.) () આત્મા વસ્તુ તરીકે કાયમ રહીને અવસ્થા તરીકે ક્રમે-ક્રમે બદલે છે. (૩) આત્મા એક સાથે (એક જ સમયે) સ્વક્ષેત્રમાં રહેલો છે એવો દેખાવા છતાં
લોકાલોકને (જાણવાની અપેક્ષાએ) ધારે છે એવો પણ દેખાય છે. લ્યો, આવો આત્મા છે અને આવો તેનો વૈભવ છે.
(૧૧-૨૫૯) (૨૧૪). અહાહા......! ભગવાન આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે હોવાપણાનું શું મરણ થાય છે? ના, ભગવાન આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયપણે અમર છે, અમૃતસ્વરૂપ છે, એનો કદીય નાશ થતો નથી. ધ્રુવ ચિદાનંદઘન પ્રભુના આશ્રયે જે નિર્મળ પર્યાય પ્રગટે છે તેનો નાશ થતો નથી, તેય અક્ષય છે. વળી તે આનંદના સ્વાદવાળી અમૃત છે. લોકમાં પણ સ્વાદિષ્ટ હોય તેને અમૃત કહે છે ને? તેમ આ અનાકુળ આનંદના સ્વાદવાળી અમૃત છે. અહાહા ! અમૃતસ્વરૂપી આત્મા અમૃતમય સ્વાદયુક્ત અમૃત છે.
(૧૧-ર૬૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com