________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિ
૮૩
જ છે. ભાવશ્રુતજ્ઞાન-શુદ્ધોપયોગથી જે આત્માનો અનુભવ થયો એ આત્મા જ છે. સ્વરૂપની વીતરાગ સ્વસંવેદનદશા-પ્રત્યક્ષ જ્ઞાનની અનુભૂતિ જે પ્રગટ થઈ એ આત્મા જ છે. રાગાદિ જે છે તે આત્મા નથી, અનાત્મા છે. ધર્મીને પણ અનુભૂતિ પછી જે રાગ આવે છે તે અનાત્મા છે. દ્રવ્યશ્રુતમાં આ કહ્યું છે અને એ જ અનુભવમાં આવ્યું. માટે જ્ઞાનની અનુભૂતિ તે જ આત્માની અનુભૂતિ છે; કેમકે ભાવશ્રુતમાં જે ત્રિકાળી વસ્તુ જણાઈ તે વીતરાગસ્વરૂપ છે અને એની અનુભૂતિ પ્રગટ થઈ એ પણ વીતરાગ પરિણિત છે. ભગવાન આત્મા ત્રિકાળ મુક્તસ્વરૂપ જ છે. એનો પર્યાયમાં અનુભવ થયો એ ભાવશ્રુતજ્ઞાન છે. શુદ્ધોપયોગ છે. એ આત્માની જ જાત હોવાથી આત્મા જ છે. અનુભૂતિમાં પૂરા આત્માનો નમૂનો આવ્યો માટે તે આત્મા જ છે. તેથી દ્રવ્યની અનુભૂતિ કહો કે જ્ઞાનની અનુભૂતિ કો-એક જ ચીજ છે. ‘ જ ' શબ્દ લીધો છે ને? એકાંત લીધું. સમ્યક્ એકાંત છે. કચિત્ રાગની અનુભૂતિ એ આત્મા એમ છે નહીં. સર્વજ્ઞ-સ્વભાવી ‘જ્ઞ' સ્વભાવી આત્મા એકલો જ્ઞાનસ્વભાવી છે અને એની અનુભૂતિ જ્ઞાનસ્વરૂપ જ છે.
(૧-૨૬૧ )
(૨૩૮ )
જ્ઞાનની પર્યાયમાં એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનું વેદન થવું અને શુભાશુભ જ્ઞેયાકાર લાનનું ઢંકાઈ જવું તેને સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ અને વિશેષ શૈયાકાર જ્ઞાનનો તિરોભાવ કહે છે. અને એ પ્રમાણે જ્ઞાનમાત્રનો અનુભવ કરવામાં આવતાં જ્ઞાન આનંદ સહિત પર્યાયમાં અનુભવમાં આવે છે. અહીં · સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ ' એટલે ત્રિકાળી ભાવનો આવિર્ભાવ એમ વાત નથી. સામાન્ય જ્ઞાન એટલે શુભાશુભ જ્ઞેયાકાર રહિત એકલા જ્ઞાનનું પર્યાયમાં પ્રગટપણું. એકલા જ્ઞાન, જ્ઞાન, જ્ઞાનનો અનુભવ એ સામાન્ય જ્ઞાનનો આવિર્ભાવ છે. શૈયાકાર સિવાયનું એકલું પ્રગટ જ્ઞાન તે સામાન્ય જ્ઞાન છે. એનો વિષય ત્રિકાળી છે.
(૧–૨૬૨ )
(૨૩૯ )
રાગથી ભિન્ન ભગવાન શાયકસ્વરૂપ આત્મામાં ઝુકાવ થતાં જે સીધું જ્ઞાન જ્ઞાન દ્વારા અનુભવમાં આવે છે તે આત્માનો સ્વાદ છે, તે જિનશાસન છે, આત્માનુભૂતિ છે. (૧-૨૬૭) (૨૪૦)
સમ્યગ્દષ્ટિને અતીન્દ્રિય આનંદનો કંદ પ્રભુ આત્મા અનુભવમાં આવ્યો છે અને પ્રતીતિ થઈ છે. તને કહે છે કે –બાપુ! તારે સાધ્ય જે સિદ્ધદશા તેની પ્રાપ્તિ કરવી હોય તો અનુભૂતિથી થશે...
આત્મા સહજ પ્રતીતિરૂપ સ્વાભાવિક વસ્તુ અંદર છે. તેનાં દર્શન-જ્ઞાન-ચારિત્ર સહજપણે થાય છે–એમાં હઠ ન હોય. આવું સહજપણું જે સમયષ્ટિને શ્રદ્ધા-જ્ઞાનમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com