________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિ
અપેક્ષાએ આત્મા પરોક્ષ ભલે હોય, પણ વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષ જ છે. સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ છે.
આંધળો સાકર ખાય અને દેખતો મનુષ્ય ખાય. ત્યાં બન્નેને મીઠાશના વેદનમાં કાંઈ ફરક નથી. આંધળો સાકરને પ્રત્યક્ષ દેખતો નથી, પણ સાકરની મીઠાશના સ્વાદમાં કાંઈ ફેર નથી. તેમ આત્માના આનંદના સ્વાદમાં શ્રુતજ્ઞાની અને કેવળજ્ઞાનીને કાંઈ ફરક નથી. કેવળજ્ઞાનીને અસંખ્યાતપ્રદેશી અનંતગુણનો પિંડ આત્મા અને તેના આકારાદિ સાક્ષાત્ પ્રત્યક્ષ દેખાય છે તેમ શ્રુતજ્ઞાનીને પ્રત્યક્ષ જણાતું નથી પણ વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષનું જોર આપ્યું છે. ( ૩–૭૮ )
૮૯
(૨૫૭)
ભગવાન આત્મા ચૈતન્યસ્વરૂપ જ્ઞાનપુંજી પ્રભુ આનંદનો કંદ છે. પ્રીતિરૂપ રાગ સધળોય તેને નથી કેમ કે તે પુદ્ગલના પરિપામમય છે. ત્રિકાળી શુદ્ધ ચૈતન્યના અંતરમાં ઢળેલી પર્યાય જે અનુભૂતિ તે અનુભૂતિથી રાગ ભિન્ન રહી જાય છે. અહાહા...! ત્રિકાળી શુદ્ધ ઉપાદાનમાં નિમગ્ન થયેલી અનુભૂતિથી રાગ સધળોય ભિન્ન રહી જાય છે. ભાઈ! જેને પ્રીતિરૂપ રાગનો પ્રેમ છે, મંદ રાગનો પ્રેમ છે તેને ખરેખર પુદ્ગલનો પ્રેમ છે, તેને આનંદનો નાથ ભગવાન આત્માનો પ્રેમ નથી. જેને શુભરાગનોપ્રેમ છે તે આત્માના પડખે ચડયો જ નથી. તેને આત્મા પ્રત્યે અનાદર છે. અહીં કહે છે કે સ્વદ્રવ્યના આશ્રયે જે નિર્મળ અનુભૂતિ પ્રગટ થાય છે તે અનુભૂતિથી શુભાશુભ સધળોય રાગ પ૨ તરીકે ભિન્ન રહી જાય છે તેથી રાગ બધોય જીવને નથી. ( ૩–૯૮ )
(૨૫૮)
—દષ્ટિ અંતર્મુખ થતાં એક ઉત્કૃષ્ટ વસ્તુ, અભેદ ચૈતન્યસામાન્ય જ અનુભવાય છે, દેખાય છે, જણાય છે. અલબત, તે અભેદને અવલોકે છે તો વર્તમાન પર્યાય, પણ તે પર્યાયભેદને અવલોકતી નથી, એક અભેદને જ અવલોકે છે. નિશ્ચયનયની દષ્ટિમાં ચૈતન્યમાત્ર જ આત્મા દેખાય છે. અહાહા...! અંતષ્ટિ કરનારને પરમ એટલે ઉત્કૃષ્ટ લક્ષ્મીવાળો ભગવાન આત્મા, સર્વોપરિ એકરૂપ ચૈતન્યતત્ત્વ જ દેખાય છે. એક અભેદની દૃષ્ટિમાં ભેદ જણાતા નથી. ભાઈ! અંદર આખું ચૈતન્યરત્ન પડયું છે. તેનો મહિમા કરી તેની દૃષ્ટિ અનંતકાળમાં કરી નહિ અને વ્યવહા૨નો મહિમા કરી કરીને જન્મ-મરણના ૮૪ ના ચક્કરમાં રખડી રહ્યો છે.
અનુભવમાં આત્મા અભેદ જ જણાય છે. માટે તે વર્ણાદિ અને રાગાદિ ભાવો પુરુષથી-આત્માથી ભિન્ન જ છે. ( ૩–૯૨૭)
(૨૫૯ ) ચૈતન્યસ્વભાવી આત્માનો અનુભવ કરનાર જ્ઞાનીને રાગ સ્વયં ભિન્નપણે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com