________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८८
અધ્યાત્મ વૈભવ આસ્વાદ પ્રાપ્ત થશે. શુદ્ધ આત્માની પ્રાપ્તિ થશે, તું આનો અભ્યાસ કરે અને પ્રાપ્તિ ન થાય એમ કદી બને જ નહીં.
(૩-૩૩) (૨૫૪) ભગવાન આત્મા પુદ્ગલથી ભિન્ન અર્થાત્ રાગાદિ વિકલ્પથી ભિન્ન ચૈતન્યના તેજથી ભરેલો, ચૈતન્યના નૂરનું પૂર છે. તેની સન્મુખ થઈ અંતર્નિમગ્ન થતા અવશ્ય આત્મોપલબ્ધિ થાય છે. પુરુષાર્થ કરે અને પ્રાપ્તિ ન થાય એ કેમ બને? (પ્રાપ્તિ થાય જ છે. જે કોઈ વ્યવહારના વિકલ્પો છે તેનાથી ભગવાન આત્માનું ચૈતન્ય તેજ ભિન્ન છે. તે ચૈતન્ય-તેજના અનુભવ માટે વિકલ્પનો કોઈ સહારો નથી. તેથી કાળલબ્ધિ પાકે ત્યારે પ્રાપ્તિ થશે. ભગવાને દીઠું હશે ત્યારે પ્રાપ્ત થશે-ઇત્યાદિ અનેક પ્રકારના વિકલ્પોની નબળી વાતો રહેવા દે. એવી નબળી વાતોથી આત્માના પુરુષાર્થને છેદ મા. તારા પ્રયોજન ને છેદ મા. સ્વભાવસમ્મુખતાના પુરુષાર્થ વડે જેનું પ્રયોજન છે તે સ્વાત્મોપલબ્ધિ સિદ્ધ કર.
(૩-૩૪)
(૨૫૫)
પોતે પોતાથી જ સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે. એટલે કે રાગ કે નિમિત્તને લઈને અનુભવાતો નથી. વળી સ્પષ્ટ અનુભવાઈ રહ્યો છે એટલે કે જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે. જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનનું અને દ્રવ્યનું પ્રત્યક્ષપણું છે; બન્ને એકસાથે જણાઈ રહ્યા છે. અરે ! પોતે પોતાથી જ પ્રત્યક્ષ અનુભવાઈ રહ્યો છે છતાં વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે. અર્થાત્ વ્યક્ત પર્યાયમાં ટકતો નથી. આનંદનું વેદન પર્યાયમાં છે પણ તે પર્યાયમાં અટકતો નથી. બસ, ઉદાસ, ઉદાસ, ઉદાસ. પર્યાયથી લક્ષ છોડીને દ્રવ્ય ભણી લક્ષ કરે છે, દ્રવ્યમાં જ ઢળે છે. દ્રવ્ય ભણી લક્ષ કરનાર પર્યાય પ્રગટ આનંદના વેદનમાં પણ લક્ષ કરતી નથી. બીજી રીતે કહીએ તો એક સમયનું જે આનંદનું વદન તેમાં પોતે ઊભો રહેતો નથી.
(૩-૭૬ ) (૨૫૬) આત્માને જાણવામાં રાગ કે નિમિત્તની અપેક્ષા તો નથી પણ અનુમાનજ્ઞાનની પણ અપેક્ષા નથી. આત્મા સીધો પર્યાયમાં સ્વસંવેદનના બળથી પ્રત્યક્ષ થવાના જ સ્વભાવવાળો છે.
આનંદના વેદનની અપેક્ષાએ અહીં પ્રત્યક્ષ કહ્યો છે. અતીન્દ્રિય આનંદનો આત્મા સીધો વેદે છે. આનંદનું વેદન પ્રત્યક્ષ છે એનું જોર આપીને પ્રત્યક્ષ કહ્યું છે. આત્માના આનંદના સ્વાદમાં શ્રુતજ્ઞાનીને અને કેવળજ્ઞાનીને કોઈ ફેર નથી; આત્માના ગુણો અને આકાર જોવામાં કેવળીને જેમ પ્રત્યક્ષ જણાય તેમ શ્રુતજ્ઞાનીને ન જણાય પણ સ્વાનુભૂતિમાં આનંદનું વેદના તો શ્રુતજ્ઞાનીને પણ પ્રત્યક્ષ જ છે. શ્રુતજ્ઞાનીને જે આનંદનું વેદન છે તે પ્રત્યક્ષ છે. એ કોઈ બીજો થોડો વેદે છે? તેથી શ્રુતજ્ઞાનની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com