________________
આત્માનુભૂતિ
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૭
(૨૫૧ )
પ્રશ્નઃ- નિર્વિકલ્પ અનુભવ થવા પહેલાં છેલ્લે શુભરાગ તો હોય છે ને ?
ઉત્તર:- ભાઈ! એ શુભરાગને છોડીને નિર્વિકલ્પ થયો છે. કાંઈ શુભરાગથી નિર્વિકલ્પ થયો નથી. શુભાભાવ છે એ તો વિભાવસ્વભાવ જડસ્વભાવ છે, એ કાંઈ ચૈતન્યસ્વભાવ નથી. આત્મા એકરૂપ ચૈતન્યઘનસ્વભાવ, ધ્રુવસ્વભાવ સામાન્યસ્વભાવ, અભેદસ્વભાવ અખંડ ચૈતન્યમાત્ર વસ્તુ છે. હવે કહે છે- ‘નિમૃત: સદ્ સ્વયમ્ અવિ પુત્ વમાસમ્ પશ્ય ’ પોતે નિશ્ચળ લીન થઈને પ્રત્યક્ષ કરીને એક ચૈતન્યમાત્ર વસ્તુને દેખ; એવો છ મહિના અભ્યાસ કર. ચૈતન્યવસ્તુમાં પ્રમેયત્વ નામનો ગુણ છે, તેથી તને એ જ્ઞાનમાં પ્રત્યક્ષ અનુભવમાં આવશે. તેથી તું સ્વરૂપમાં એકાગ્ર થઈને સ્વસંવેદન વડે શુદ્ધ ચિદ્રૂપમાત્ર વસ્તુનો અનુભવ કર.
ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યસામાન્યસ્વરૂપ છે. તેને અનુભવ. ‘સ્વયં’ શબ્દ છે ને? એટલે કે તેના અનુભવમાં પરની કોઈ અપેક્ષા નથી. ભગવાન આત્મા સીધો સ્વસંવેદનમાં પ્રત્યક્ષ જણાય છે. વિકલ્પોનો કોલાહલ અનુભવમાં મદદગાર નથી પણ અટકાવનાર છે, વિઘ્નકારી છે. ( ૩–૩૨ )
(૨૫૨ )
અહીં કહે છે– ‘વઘ્નાસમ્' છ મહિના ચૈતન્યના અનુભવનો અભ્યાસ કર, ભાઈ. તું વેપાર-ધંધામાં વર્ષોનાં વર્ષો કાઢે છે. રળવા-કમાવામાં અને બાયડી-છોકરાંની સંભાળ રાખવામાં રાત-દિવસ ચોવીસેય કલાક તું પાપની મજૂરીમાં કાઢે છે. પણ એનું ફળ તો મનુષ્યભવ હોરીને ઢોરની ગતિ પ્રાપ્તિ થવાનું છે. માટે હે ભાઈ! તું સર્વ સંસા૨ના વિકલ્પોનો ત્યાગ કરી એક છ મહિના શુદ્ધાત્માના અનુભવનો અભ્યાસ કર. આમ તો અંતર્મુહૂર્તમાં ચૈતન્યની પ્રાપ્તિ થઈ શકે છે. પણ તને જો બહુ આકરું લાગતું હોય તો છ મહિના તેનો અભ્યાસ કર. આમ છ મહિના અભ્યાસ કરવાની વાત કરી છે. ચિદાનંદ પ્રભુ ચૈતન્યસ્વભાવી જ્ઞાયકસ્વભાવી ધ્રુવ એકરૂપ આત્મા છે તેની લગની લગાડ, એકમાત્ર એમાં જ ધૂન લગાડ. તને તે પ્રાપ્ત થશે જ. (૩–૩૨ )
(૨૫૩)
જ્ઞાનરૂપી સરોવ૨માં તું જ પોતે ચૈતન્યકમળ છે. સ્વભાવસન્મુખ પર્યાયનો પુરુષાર્થ તે ભ્રમર છે. તે તું જ છે. તું જ તે ચૈતન્યકમળમાં ભ્રમર થઈ એકત્વ પામ, ચૈતન્યના આનંદરસનો ભોક્તા થા. આ ચૈતન્યકમળ જ્ઞાનાનંદના રસથી અત્યંત ભરેલું છે તેમાં તું નિમગ્ન થઈ એકલા જ્ઞાનાનંદરસને પી. અહાહા! તું નિર્મળપર્યાયરૂપ ભ્રમર થઈને ત્રિકાળી એકરૂપ ચૈતન્ય૨સમાં નિમગ્ન થા. તેથી તને આનંદનો અદ્દભુત અનિર્વચનીય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com