________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૬
અધ્યાત્મ વૈભવ પોતાનું અસ્તિત્વ કેટલું, કેવું એ વાતની ખબર ન હોય તો વિકલ્પથી શૂન્ય કેમ થવાય? ઉપરના પગથિયા ઉપર પગ મૂકે તો નીચેના પગથિયા ઉપરથી પગ ઉપાડી શકાય. પણ જો ઉપર પગ મૂકયા વિના નીચેનો પગ ઉપાડ તો નીચે પડે. તેમ ભગવાન આત્મા જે મહાઅતિરૂપ છે તેની ઉપર દૃષ્ટિ પાડતાં “આ રાગ નથી' તેવા નાસ્તિના પણ વિકલ્પની જરૂર નથી (ત્યારે પોતે વિકલ્પથી શૂન્ય-વિકલ્પરહિત થઈ જાય છે ), કેમકે સ્વયં નિર્વિકલ્પ અનુભૂતિ પ્રગટ થઈ જાય છે.
(૨-૧૮૬) (૨૪૮) હવે અનુભવની વાત કહે છે કે – ભેદજ્ઞાન કરનારાઓને રાગથી–અધ્યવસાનથી જુદો જીવ સ્વયં ઉપલભ્યમાન છે. અહાહા ! અખંડ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્માને ભેદજ્ઞાનીઓ અધ્યવસાનથી ભિન્ન પ્રત્યક્ષ જુદો અનુભવે છે. અધ્યવસાનથી જુદો એટલે એના આશ્રય અને અવલંબન વિના પોતે પોતાથી જ પ્રાપ્ત થાય છે, અનુભવમાં આવે છે. અહો! શું અભુત ટીકા છે! આને સિદ્ધાંત અને આગમ કહેવાય. એકલું ન્યાયથી ભરેલું છે! કહે છે કે રાગનું લક્ષ છોડીને સ્વભાવ પ્રતિ દષ્ટિ કરતાં ભેદજ્ઞાની સમકિતઓને રાગથી ભિન્ન ચિસ્વભાવમય જીવ અનુભવમાં આવે છે.
(૩-૨૪) (૨૪૯) જુઓ, દરેક ઠેકાણે એમ લખ્યું છે કે- જીવ તો ચૈતન્યસ્વભાવી જ છે. અહાહા! ચૈતન્યસ્વભાવભાવ, અખંડ, એકરૂપ ધ્રુવસ્વભાવ, એવો ને એવો રહેનારો જે ત્રિકાળી શાકભાવ છે તે જીવ છે. એવો જીવ જે રાગથી-કર્મથી ભિન્ન છે તેને સમ્યગ્દષ્ટિઓ પ્રત્યક્ષ અનુભવે છે. આવો અનુભવ જ્ઞાન અને આનંદના વેદન સહિત હોય છે. પ્રત્યક્ષ અનુભવે છે એમ કહ્યું છે ને? એટલે રાગ અને મનના સંબંધથી જાણે અને અનુભવે છે એમ નથી. પ્રત્યક્ષ અનુભવમાં પરનો આશ્રય છે જ નહિ. પરના આશ્રય રહિત એવા મતિશ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ અનુભવમાં-વેદનમાં આવે છે.
(૩-૨૬) (૨૫૦) એક ધર્મી સિવાય, આખું જગત પાગલ છે, ઘેલું છે, -કારણ કે તે દુ:ખને સુખ માને છે, જે સુખ નથી તેને સુખ માને છે, રંકથી માંડીને મોટો રાજા અને એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સૌ જીવો સુખદુઃખની કલ્પનામાં રાચી રહ્યા છે. એ સધળી પાગલની નાત છે. પરંતુ સુખ-દુઃખની કલ્પનાથી ભિન્ન પડી અનંત સુખનું ધામ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવમય વસ્તુ છે એમાં દષ્ટિ કરે તો સ્વયં અર્થાત્ પ્રત્યક્ષ આનંદનો અનુભવ થાય છે. અહાહા ! સુખદુઃખથી જુદો અન્ય ચૈતન્યસ્વરૂપ જીવ છે એમ પ્રત્યક્ષ અનુભવમાં આવે છે. કેવળીને જ પ્રત્યક્ષ થાય એમ નહિ. ચોથા ગુણસ્થાને પણ સ્વસંવેદનથી આત્મા પ્રત્યક્ષ અનુભવાય છે. સમ્યગ્દર્શન થતાં ભેદજ્ઞાનીઓને મતિ-શ્રુતજ્ઞાનથી આત્મા પ્રત્યક્ષ વેદનમાં આવે છે. (૩-૩૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com