________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિ રમે સો રામ કહીએ.” નિજ આનંદધામસ્વરૂપ આત્મામાં રમે તે આતમરામ છે. તેને અતીન્દ્રિય આનંદની મોજ-વિલાસ પ્રાપ્ત થાય છે. તેથી હે ભાઈ ! તું આત્માનુભવ કરે જેથી સર્વ પદ્રવ્યોથી ભિન્ન વિલાસરૂપ આત્માને સમ્યક્ પ્રકારે અવલોકીને-દેખીને-પ્રત્યક્ષ સાક્ષાત્ આત્માના આનંદનું વેદન કરીને આ શરીરાદિક પુદ્ગલદ્રવ્ય સાથે એકપણાના મોહને તુરત જ છોડી દઈશ. રાગ સાથે એકપણાનો જે મોહ-મિથ્યાત્વ તને સમયે સમયે થાય છે તે આ આત્માનુભવ થતાં-આત્માના આનંદનું પ્રત્યક્ષ વેદના થતાં તરત જ છૂટી જશે. લ્યો, આ ધર્મની રીત છે. જેનાથી સંસારનો અંત આવી જાય તે ધર્મ છે.
(૨-૯૭) (૨૪૫) આવો જે આનંદનો નાથ ભગવાન આત્મા એના અનુભવનું એવું માહાભ્ય છે કે જીવ બે ઘડીમાં મોક્ષ પ્રાપ્ત કરે. સિદ્ધપદને પ્રાપ્ત કરે, “આત્માનુભવનું એવું માહાભ્ય છે તો મિથ્યાત્વનો નાશ કરી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થવી તો સુગમ છે. ' અહાહા....! જયચંદ પંડિત કેવો સરસ અર્થ કર્યો છે! બે ઘડી (૪૮-મિનિટ) ની અંદરના ધ્યાનમાં કેવળજ્ઞાન પામી જાય છે. ત્રણકાળ ત્રણલોકને જાણનાર કેવળજ્ઞાની પરમાત્મા થઈ જાય છે.
(૨-૯૮) (૨૪૬) કળશટીકામાં આવે છે કે- જે કાળે જીવના મોહરાગદ્વેષરૂપ અશુદ્ધ પરિણમનરૂપ સંસ્કાર છૂટી જાય છે તે જ કાળે તેને અનુભવ છે. શુદ્ધ ચેતનામાત્રનો આસ્વાદ આવ્યા વિના અશુદ્ધ ભાવરૂપ પરિણામ છૂટતા નથી અને અશુદ્ધ સંસ્કાર છૂટ્યા વિના શુદ્ધ સ્વરૂપનો અનુભવ થતો નથી. એટલે કે અશુદ્ધતા છૂટે અને પછી શુદ્ધતા થાય કે શુદ્ધતા થાય અને પછી અશુદ્ધતા છૂટે એમ નથી. જે કાંઈ છે તે એક જ કાળ, એક જ વસ્તુ, એક જ જ્ઞાન અને એક જ સ્વાદ છે.
અહાહા! આ અશુદ્ધપણું છે અને આ વસ્તુ ત્રિકાળ શુદ્ધ છે એવો જે વિકલ્પ તે ઊઠે નહિ ત્યાં તો આ બાજુ અંદર શુદ્ધમાં ઢળી જાય છે અને શુદ્ધ આનંદનો અનુભવ થાય છે; એ જ કાળે અશુદ્ધ પરિણામનો વ્યય થાય છે. અશુદ્ધ પરિણામનો વ્યય અને શુદ્ધ આનંદનો અનુભવ એક જ કાળ–સમકાળે છે. આ તો ઠેઠ મૂળની વાત છે. આત્મા આનંદના સ્વાદને તત્કાળ પામ્યો એટલે કે આ રાગ પર છે અને આ (આત્મા) સ્વ છે એવી પ્રવૃત્તિ થવા પહેલાં તત્કાળ આનંદના સ્વાદને પામ્યો. અહાહા ! રાગથી-વિકલ્પથી ખસીને અંદર ઢળી જવું એ જ સત્ય પુરુષાર્થ છે.
(૨–૧૮૫) (૨૪૭) વિકલ્પથી-રાગથી ક્યારે શૂન્ય થવાય? જ્યારે અસ્તિ મહાપ્રભુ છે તેના ઉપર દૃષ્ટિ પડે ત્યારે. નિર્વિકલ્પરૂપ અસ્તિત્વ ઉપર દૃષ્ટિ પડવાથી વિકલ્પથી શૂન્ય થવાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com