________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
આત્માનુભૂતિ
૮૧ ત્રિકાળીનું લક્ષ કરતાં પર્યાયમાં જે દ્રવ્ય ત્રિકાળી જણાયું તે શુદ્ધનય છે. અને એ અનુભૂતિ આત્મા જ છે. આત્માનું પરિણામ હોવાથી અનુભૂતિ એ આત્મા જ છે. આત્માના આનંદનું વેદન આવ્યું એ આત્મા જ છે. શુદ્ધનય કહો, આત્માનુભૂતિ કહો કે આત્મા કહો એ બધું એક જ છે, જુદાં નથી. અભેદથી અનુભૂતિ અને અનુભૂતિનો વિષય આત્મા એક કહ્યાં છે.
(૧-૨૨૬) (૨૨૯) એ અનુભૂતિ આત્મા જ છે. એને શુદ્ધનય કહો, આત્મા કહો એ બધું એક જ છે, અલગ નથી. અહીં અલગ નથી એ આખી ચીજની અપેક્ષાએ વાત છે. નિશ્ચયથી અનુભૂતિ એ તો દ્રવ્યનું પરિણામ છે, દ્રવ્ય નથી. એ દ્રવ્યથી ભિન્ન છે. પરંતુ જેવું દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે તેવી શુદ્ધની જે અનુભૂતિ થઈ તે અનુભૂતિ આત્માની જાતની જ છે તેથી આત્મા જ છે એમ કહ્યું છે. જેમ રાગ ભિન્ન ચીજ છે તેમ અનુભૂતિ ભિન્ન નથી તેથી આત્મા જ છે. ભાઈ ! આ તો જિનેન્દ્રનો માર્ગ એટલે આત્માનો માર્ગ.
(૧-૨૨૮) (૨૩૦) અહાહા.. ! શુદ્ધ ચૈતન્યઘન પરમ સામાન્યસ્વભાવ જીવવસ્તુનો અનુભવ થતાં બેપણું જ ભાસતું નથી. ગુણ-ગુણીનો ભેદ તો દૂર રહો, પણ આ અનુભવની પર્યાય અને જેને અનુભવે જાણે તે આ ત્રિકાળી શુદ્ધ આત્મા-એમ બેપણું જ ભાસતું નથી. અનુભવમાં એકપણે જે ચીજનો અનુભવ છે તે જ ભાસે છે. ઘણું સૂક્ષ્મ, ભાઈ.
(૧-૨૧૦) (૨૩૧) શિષ્ય એટલું તો લક્ષમાં લીધું કે અબદ્ધ-સ્કૃષ્ટ એવા ભૂતાર્થને આત્મા કહે છે. તથા એવા આત્માની અનુભૂતિને ધર્મ કહે છે. હવે શિષ્ય પૂછે કે એવા આત્માની અનુભૂતિ કેમ થાય? એવો આત્મા તો અમારા દેખવામાં આવતો નથી તો અનુભવ કેમ થાય? અમારી નજરમાં તો બદ્ધસ્પષ્ટતાદિ ભાવો આવે છે તો એનો અનુભવ કેમ થાય?
એનું સમાધાનઃ- શિષ્યના પ્રશ્નને સમજીને ગુરુ સમાધાન કરે છે કે બદ્ધપૃષ્ટવાદિ ભાવો અભૂતાર્થ હોવાથી અનુભૂતિ થઈ શકે છે. બદ્ધસ્પષ્ટતાદિ ભાવો ત્રિકાળ રહેવાવાળી ચીજ નથી, બદલી જાય છે, તેથી અભૂતાર્થ છે. એ કારણે એનાથી ભિન્ન અનુભૂતિ થઈ શકે છે. કર્મનો સંબંધ અને રાગાદિનો સંબંધ જે છે કાયમ રહેવાવાળી ચીજ નથી, અભૂતાર્થ છે. માટે ભૂતાર્થનો આશ્રય કરવાથી અભૂતાર્થનો નાશ થઈ જાય છે.
(૧-૨૨૯ ) (૨૩ર ). માત્ર ધ્રુવ, ધ્રુવ વસ્તુનો અનુભવ છે. એ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. સ્વભાવની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com