________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૮૦
અધ્યાત્મ વૈભવ
અનાત્માની પ્રસિદ્ધિ થાય છે. પરંતુ આ નવ ભેદોમાં ભૂતાર્થનય એકપણું પ્રગટ કરે છે, એકલા જ્ઞાયકભાવને દેખાડે છે. આ એક ત્રિકાળી જ્ઞાયકભાવની સન્મુખ થઈને જાણવાથી એકપણું પ્રાપ્ત થાય છે, આનંદની અનુભૂતિ દ્વારા આત્મા પ્રસિદ્ધ થાય છે.
(૧–૧૯૪) (૨૨૫) ભગવાન આત્મા નિત્ય, ધ્રુવ, આદિ-અંત વિનાની, પરમપારિણામિકભાવરૂપ, અખંડ અભેદ વસ્તુ છે, ત્રિકાળ શુદ્ધ છે. એને વર્તમાન હાલતથી જોવામાં આવે તો પર્યાય છે. પર્યાય કહો, હાલત કહો, દશા કહો, અંશ કહો, અવસ્થા કહો બધું એકાર્થ છે. પરંતુ શુદ્ધચેતન્યાન શાશ્વત એક જ્ઞાયકભાવની દષ્ટિ થતાં પર્યાયનો ભેદ ગૌણ થઈ જાય છે. દ્રવ્યને વિષય તો પર્યાય કરે છે, પણ તેમાં પર્યાયભેદ ગૌણ થઈ જાય છે. વર્તમાન પર્યાય ત્રિકાળીમાં દષ્ટિ કરી ઝૂકે ત્યાં અભેદ એકરૂપ આત્માનો અનુભવ થાય છે. એ સમ્યગ્દર્શન છે. (૧-૨૧૧)
(૨૨૬ ) આમ વસ્તુ દ્રવ્ય-પર્યાય સ્વરૂપ છે, તેમાં ધ્રુવ નિત્યાનંદસ્વરૂપ જે જ્ઞાયકભાવ દ્રવ્ય તેમાં દષ્ટિ કરતાં એકલો અભેદનો, નિર્વિકલ્પ આનંદનો અનુભવ થાય છે. આવા અભેદ આત્માનો અનુભવ કાંઈ વિશેષ (ઝાઝું) જ્ઞાન હોય તો જ થાય એમ નથી. નરકમાં પડેલો નારકી જીવ, આઠ વર્ષની બાળકી તથા તિર્યંચ પણ અનુભવપૂર્વક સમક્તિ પામે છે. અઢીદ્વીપ જ્યાં મનુષ્યો છે ત્યાં પણ તિર્યંચો છે અને અઢીદ્વીપ બહાર અસંખ્ય દ્વીપ સમુદ્રમાં અસંખ્ય તિર્યંચો છે જે પાંચમા ગુણસ્થાનવાળાં છે. એમાં શું છે? આત્મા છે ને? એક ત્રિકાળ ધ્રુવ આત્માની દષ્ટ થવી જોઈએ.
(૧-૨૧૩) (૨૨૭) ભગવાને અનંત આત્મા, એનાથી અનંતગુણા પરમાણુ, અસંખ્ય કાલાણ, એક ધર્માસ્તિ, એક અધર્માસ્તિ અને એક આકાશ એવા છ દ્રવ્યો જોયાં છે. અને એ બધા. દ્રવ્યોને જાણવાવાળી પર્યાય પણ છે. એ પર્યાયથી ભિન્ન આખું આત્મદળ પડયું છે. પર્યાયથી આવા ચૈતન્યદળની દષ્ટિ કરતાં વિકલ્પ તૂટી જાય છે, રાગ રહેતો નથી. ત્યારે નિર્વિકલ્પદશામાં શુદ્ધ અદ્વૈતનો અનુભવ થાય છે, અને ત્યારે પ્રગટ પરમ આનંદ પ્રાપ્ત થાય છે. એને સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન કહેવામાં આવે છે.
(૧-૨૧૪) (૨૨૮) અબદ્ધસ્કૃષ્ટ, અનન્ય, નિયત, અવિશેષ અને અસંયુક્ત આત્માની જે અનુભૂતિ તે શુદ્ધનય છે. જોયું? આત્માની અનુભૂતિ તે શુદ્ધનય છે. સામાન્ય, એક ધ્રુવ ચૈતન્યસ્વરૂપને અનુસરીને શાંતિ અને આનંદનો જે અનુભવ થયો એ શુદ્ધનય છે. એક
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com