________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७८
અધ્યાત્મ વૈભવ દ્રવ્ય પર્યાયનો પણ આશ્રય લેતું નથી, પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. એટલે કે પર્યાય દ્રવ્યને જાણે છે તેથી પોતે પોતાને જાણે છે-સ્વાનુભૂતિથી પ્રકાશે છે એમ કહે છે. (૧–૧૩)
(૨૧૯) હવે “અનુભૂતિની પરમ વિશુદ્ધિ થાઓ” એમ કહે છે. કળશટીકાકારે (રાજમલજીએ) અનુભૂતિ” નો અર્થ હું ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ છે એમ દ્રવ્યદૃષ્ટિનો સમ્યકદર્શનનો જે વિષય છે તે અર્થમાં લીધો છે. “ચિત્માત્ર મૂર્તિ' કહેતાં જેમ શુદ્ધ શુદ્ધ એક ચૈતન્યસ્વભાવ લીધો છે. તેમ. અહાહા...! “અનુભૂતિ' કહેતાં અનંત અનંત અતીન્દ્રિય સહુજ સુખસ્વરૂપ જ હું છું એમ લીધું છે. સમયસારની ૭૩ મી ગાથામાં આવે છે ને કે-જે પર્યાયમાં ષટૂકારકોના સમૂહુરૂપ પરિણમન-ભલે સમ્યકદર્શન જ્ઞાનચારિત્રની નિર્મળ પર્યાયરૂપ હો–તેથી પાર-ભિન્ન અનુભૂતિમાત્ર શુદ્ધ-એવો અહીં દ્રવ્યદૃષ્ટિના વિષયરૂપ “અનુભૂતિ” નો અર્થ લીધો છે. આવી જ વાત પ્રવચનસારચરણાનુયોગ ચૂલિકા (ગાથા ૨૦૨, ટીકા) માં લીધી છે. ત્યાં સમ્યકર્દષ્ટિ પુરુષ જેને જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ છે તે મુનિપણું-અંતરસ્થિરતા કરવા માગે છે. તે સ્ત્રી પાસે રજા માગે છે કહે છે-આ શરીરને રમાડનારી હે સ્ત્રી! તું મને છોડ, કેમકે હું મારી અનુભૂતિ (રમણી) જે અનાદિની છે એની પાસે જવા માગું છું. –અહીં “અનુભૂતિ' એ પર્યાય નહિં, પણ વસ્તુ-મારો નાથ જે ત્રિકાળ અનુભૂતિસ્વરૂપ જ છે તે-એની પાસે જવા માગું છું. કળશટીકાકારે પણ “અનુભૂતિ” એટલે ત્રિકાળ અનંત સહજ સુખસ્વરૂપઆત્મા એમ લીધું છે. મુનિને આવા ચિન્માત્ર, અનુભૂતિસ્વરૂપ શુદ્ધાત્માનું જ ટીકાના કાળમાં ધોલન છે તેથી જ વિશેષ વિશેષ નિર્મળતા થશે એમ ભાવના છે.
(૧-૨૬) (૨૨૦) અહા ! વસ્તુ આત્મા જે અતીન્દ્રિય આનંદનો નાથ છે તેનો વિચાર કરી ધ્યાવતાં મન અનેક વિકલ્પોના કોલાહલથી વિશ્રામ પામે, શાંત થઈ જાય અને ત્યારે અતીન્દ્રિય આનંદના રસનો સ્વાદ આવે તેને આત્મ-અનુભવ કહે છે, તે સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આવા અનુભવથી વસ્તુનો નિશ્ચય કરવાની પ્રધાનતા છે, શાસ્ત્રના બહિર્લક્ષી જ્ઞાનનું અહીં કામ નથી.
(૧-૮૬) (૨૧) અહીં કહે છે કે રાગ મટે નહીં ત્યાં સુધી ભેદને ગૌણ કરીને એટલે ભેદનું લક્ષ છોડી દઈને અભેદ એકરૂપ જ્ઞાયકનું લક્ષ કરવું. તેથી અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ થાય છે, અને તે ધર્મ છે.
જેમ ગુણીમાં ગુણ છે, ને ગુણભેદને ગૌણ કહ્યો તેમ કોઈ એમ કહો કે ગુણીમાં પર્યાય છે અર્થાત્ દ્રવ્યમાં પર્યાય છે અને તેને ગૌણ કરીએ તો દ્રવ્યથી ભિન્ન છે. પર્યાય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com