________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૯
આત્માનુભૂતિ દ્રવ્યમાં નથી. પર્યાય ભિન્ન રહીને દ્રવ્યને વિષય કરે છે, દ્રવ્યમાં પર્યાય નથી. વસ્તુમાં ગુણ છે પણ તેનું લક્ષ છોડાવવા ગુણભેદને ગૌણ કરીને અભેદરૂપ નિર્વિકલ્પ અનુભવ કરાવવામાં આવે છે. તેમ વસ્તુમાં પર્યાય પણ છે એમ કોઈ કહે તો તે બરાબર નથી. પર્યાય તો પર્યાયમાં છે. પર્યાયને ગૌણ કરી એટલે કે દ્રવ્યમાં પર્યાય છે. પણ ગૌણ કરી એમ કોઈ કહે તો એમ નથી. ભાઈ ! આ ચોખવટ બરાબર સમજવી જોઈએ.
(૧-૧૧૫) (૨૨૨) નિર્મળ પર્યાય બહિર્તત્વ છે, એ અંત:તત્ત્વ નથી. તેને ગૌણ કરી દ્રવ્યસ્વભાવનો આશ્રય લેતાં નિર્વિકલ્પ અનુભવ થાય તે ધર્મ છે. શુદ્ધ પર્યાય દ્રવ્યનું લક્ષ કરે છે. અશુદ્ધનું લક્ષ છોડી પર્યાય ત્રિકાળી દ્રવ્યની દૃષ્ટિ કરે છે.
અશુદ્ધતાથી છૂટવાનું કહો છો તો નિર્મળ પર્યાયથી છૂટવાનું કેમ કહેતા નથી? તો કહે છે કે નિર્મળ પર્યાય તો દ્રવ્ય ઉપર લક્ષ કરે છે. (નિર્મળ પર્યાય, પર્યાય ઉપર લક્ષ કરતી જ નથી)
પર્યાય આ બાજુ દ્રવ્ય જે અભેદ છે તે તરફ ઢળી તે અપેક્ષાએ એ અભેદ કહેવાય. બાકી પર્યાય તો દ્રવ્યથી ભિન્ન રહે છે. અભેદમાં પર્યાય ક્યાં છે? પર્યાય તો ભિન્ન રહી અભેદની દષ્ટિ કરે છે. તે નિશ્ચયદષ્ટિ છે. દ્રવ્યમાં પર્યાય ભેળવી દે તો વ્યવહાર થઈ જાય, ભેદદષ્ટિ થઈ જાય. પર્યાય તો પર્યાયમાં રહે છે. માટે અપેક્ષા સમજવી જોઈએ. દષ્ટિફેરે અજ્ઞાનીને ફેર લાગે પણ આ સત્ય કહેવાય છે.
(૧-૧૧૬)
(૨૨૩)
આવા જ્ઞાયકનો અનુભવ પોતાના પુરુષાર્થ દ્વારા થાય છે. પુરુષાર્થ વિના મળી જાય એવી આ ચીજ નથી. ભૂતાર્થદર્શીઓ એક જ્ઞાયકભાવનો આશ્રય લઈ, એક જ્ઞાયકભાવ જેમાં પ્રકાશમાન છે એવા શુદ્ધ આત્માને અનુભવે છે. અને તે ધર્મ છે. અનુભવ તે પર્યાય છે અને ચૈતન્ય દળ, અનંત ગુણોનું અભેદદળ, જે જ્ઞાયક આત્મા તે એનું ધ્યેય છે. (૧-૧૪૨)
( ૨૨૪) નવતત્ત્વરૂપ ભેદોના વિકલ્પમાં રાગની આડમાં જે ત્રિકાળી એકરૂપ આત્મજ્યોતિ ઢંકાએલી છે તેને ભૂતાર્થનય વડે એકપણે પ્રગટ કરવામાં આવતાં, તેમાં એકમાં દષ્ટિ કરીને આત્મપ્રસિદ્ધિ જેનું લક્ષણ છે તે આત્માનુભૂતિ પ્રગટ થઈ જાય છે. નવતત્ત્વમાં આત્મા પ્રસિદ્ધ ન હતો, દ્રવ્ય જે જ્ઞાયક શાશ્વત ચૈતન્યમૂર્તિ છે અને પર્યાય સહિત જોતાં પ્રસિદ્ધ નહોતો થતો તે એકરૂપ ચૈતન્યને જોતાં ચૈતન્યનો પ્રકાશ આત્મખ્યાતિ પ્રસિદ્ધ થાય છે. પ્રાપ્ત થાય છે.
નવતત્ત્વના ભેદના જ્ઞાનમાં રોકાવાથી રાગની ઉત્પત્તિની પ્રસિદ્ધિ થાય છે,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com