________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨. આત્માનુભૂતિ
Tછે
(1)
Apr
(૨૧૫) પોતાનો ભગવાન શુદ્ધ ચૈતન્ય વસ્તુ-એનો પર્યાયમાં આદર કર્યો ત્યારે પર્યાયમાં જે અનુભૂતિ થઈ તે પર્યાયે સિદ્ધ કર્યું કે સ્વાનુભૂતિની પર્યાયમાં તે પ્રકાશે છે. દ્રવ્ય દ્રવ્યથી પ્રકાશતું નથી, દ્રવ્યગુણથી પ્રકાશતું નથી કારણકે બન્ને ધ્રુવ છે. તે સ્વાનુભૂતિની પર્યાય દ્વારા પ્રકાશે છે. આવો માર્ગ છે, ભાઈ ! ભગવાનનું આમ કહેવું છે.
(૧-૧૧) (૨૧૬) સ્વાનુભૂલ્યા ચકાસતે” ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા પોતાની અનુભવરૂપ ક્રિયાથી-સ્વને અનુસરીને થતી પરિણતિથી-શુદ્ધચૈતન્યની નિર્મળ અનુભૂતિથી જણાય એવો છે. રાગથી પ્રકાશે એવો આત્મા નથી તેને રાગની કે નિમિત્તની અપેક્ષા છે જ નહિ. અહીં અનુભવરૂપ ક્રિયા તે વ્યવહાર છે, તેમાં નિશ્ચય ધ્રુવ આત્મા જણાય છે. અનુભૂતિ-તે અનિત્ય પર્યાય નિત્યને જાણે છે. નિત્ય નિત્યને શું જાણે? (નિત્ય અક્રિય હોવાથી તેમાં ક્રિયારૂપ જાણવું કેમ થાય?) પર્યાયને દ્રવ્ય જે ધ્યેય છે તે પર્યાયમાં જણાય છે. આવી સુંદર વાત માંગલિક પ્રથમ કહી છે.
(૧-૧૨) (૨૧૭) અનુભૂતિની પર્યાયમાં ત્રિકાળી આત્મા જણાય છે. અનિત્ય એવી અનુભૂતિની પર્યાય નિત્યને જાણે છે. જાણનાર જ્ઞાનની પર્યાય છે, પણ જાણે છે દ્રવ્યને. અનુભૂતિની પર્યાયને આશ્રય દ્રવ્યનો છે. (અનુભૂતિની પર્યાયનું વલણ દ્રવ્ય તરફ છે.) પર્યાયને પર્યાયનો આશ્રય નથી. કાર્ય પર્યાયમાં થાય છે, પણ તે કાર્યમાં કારણ ત્રિકાળી વસ્તુ છે. કાર્યમાં કારણનું જ્ઞાન થાય છે. ભાઈ ! આ તો બધા મંત્રો છે.
(૧-૧૩) (૨૧૮) ભાવાય' એટલે સત્તાસ્વરૂપ પદાર્થ-વસ્તુ, અને “ચિસ્વભાવાય” કહેતાં ગુણ એટલે જ્ઞાન જેનો સ્વભાવ છે તે, અને “સ્વાનુભૂલ્યા ચકાસતે” એટલે અનુભૂતિથી પ્રકાશે છે તે. અનુભૂતિ તે પર્યાય. એમ દ્રવ્ય, ગુણ, પર્યાય ત્રણે સિદ્ધ થયાં. અહીં અનુભૂતિથી પ્રકાશે છે એમાં રાગથી નહિ, પુણ્યથી નહિ, નિમિત્તથી નહિ એમ સિદ્ધ થયું. પોતાની અનુભવનરૂપ ક્રિયાથી પ્રકાશે છે અર્થાત્ પોતાને પોતાથી જાણે છે, એટલે જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ જ્ઞાન (જ્ઞાયક) જણાય છે, જ્ઞાનની પર્યાયથી ત્રિકાળ ધ્રુવ જણાય છે. પોતાને પોતાથી પ્રગટ કરે છે એટલે અનુભૂતિ જ્ઞાયકને પ્રગટ કરે છે.
ખરેખર ધ્રુવ તો અક્રિય છે. તેમાં જાણવાની ક્રિયા ક્યાં છે? ધ્રુવને પર્યાય જાણે છે, પર્યાય દ્રવ્યનો આશ્રય લે છે. દ્રવ્ય, દ્રવ્યનો તો આશ્રય લઈ શકે નહિં,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com