________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૭૫
(૨૦૮ )
અહા! તારાં ચૈતન્યનિધાન તો જો. તેમાં રાગનો અભાવ છે. જેમ નરકમાં સ્વર્ગના સુખની ગંધ નથી, સ્વર્ગમાં નરકની પીડા નથી, પરમાણુમાં પીડા નથી, તેમ ભગવાન ચૈતન્યપ્રભુમાં વિકાર નથી. અહાહા...! ચૈતન્ય-સૂર્યના પ્રકાશમાં રાગના અંધકારનો અભાવ છે. (૧૧–૧૬૦)
(૨૦૯ )
અહીં ! વીતરાગદેવે પ્રરૂપેલો માર્ગ બહુ સૂક્ષ્મ છે. પણ એકવાર મૂળ વસ્તુ હાથ લાગી જાય પછી માર્ગ ખૂલી જાય છે. અહા! ત્રિકાળી સ્વભાવની સાથે એકતાબુદ્ધિ થઈ કે અંદરથી કમાડ ખૂલી ગયાં, ખજાનો ખૂલી ગયો, રાગની રુચિ છૂટીને સ્વભાવની રુચિ થઈ કે સમ્યગ્દર્શનરૂપ ચાવી હાથ લાગી ગઈ, અને ભરપૂર ચૈતન્યનો ખજાનો ખૂલી ગયો; આનંદનું પરિણમન થયું.
( ૧૧–૧૬૮ )
(૨૧૦)
ભાઈ! તારા આત્મદ્રવ્યના કર્તા કોઈ ઈશ્વર નથી તારા ગુણના કર્તા પણ કોઈ ઈશ્વર નથી, તારા પ્રત્યેક ગુણની પર્યાય થાય તેનો કર્તા કોઈ બીજા ગુણની પર્યાય નથી. અહા ! દ્રવ્ય-ગુણ પોતે જ પોતાના કાર્યના કર્તાપણાના સામર્થ્યયુક્ત ઈશ્વર છે. અહો ! આચાર્યદેવે કર્તૃ આદિજ શક્તિઓનું કોઈ અદ્દભુત વર્ણન કર્યું છે. (૧૧-૧૯૦)
( ૨૧૧ )
ચક્રવર્તીને ઘરે વાઘરણ હોય તેને માગવાની ટેવ છૂટે નહિ. ગોખલામાં રોટલો મૂકીને માગે કે- ‘બટકુ રોટલો આપજો બા. ′ અને તે રોટલો લે ત્યારે તેને મન વળે. તેમ જીવ અંદરમાં ચૈતન્ય ચર્તી પ્રભુ વિરાજે છે. અજ્ઞાની તેને ભૂલીને શુભાશુભ ભાવ કરીને સુખ લેવા માગે છે. મને પુણ્ય હોય તો ઠીક, બહારના વૈભવ હોય તો ઠીક-અમ બહારમાં ભીખ માગે છે તે રાંકા-ભિખારી છે. તેને બીજા પાસે સુખ માગવાની ટેવ પડી ગઈ છે. પોતે અંદર ચૈતન્યબાદશાહ છે, પણ તેને રાગનો--પુણ્યનો ગુલામ બનાવી દીધો છે. તેને પોતાનો મહિમા ભાસતો નથી. અહાહા...! અંદર ત્રણલોકનો નાથ ચૈતન્યચક્રવર્તી વિરાજે છે તેનો મહિમા તેને શુભભાવના મહિમા આડે ભાસતો નથી. પણ ભાઈ રે, તને બારમાં કોઈ સુખ આપે એમ નથી. તું અંદર જો તો ખરો, અહાહા...! અંદર એકલો સુખનો દરિયો ભર્યો છે.
( ૧૧–૧૯૯ )
(૨૧૨ )
-આત્મા અનંત શક્તિઓથી ભરપુર ભરેલો છે. કેટલી? તો કહે છે-જેને ગણતાં અનંતકાળેય પાર ન આવે એટલી અનંત શક્તિઓથી ભરપૂર ભરેલો ભગવાન આત્મા છે. અહા! અનંત શક્તિમય જ ભગવાન આત્મા છે. જ્ઞાનને અંતરમાં વાળતાં અનંત શક્તિમય ભગવાન આત્મા અનુભવમાં આવે છે, ને સાથે શક્તિઓ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com