________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૭૩
આનંદ આદિ ગુણો જેમ સ્વદ્રવ્યમાં છે તેમ અનંતા બીજા આત્મામાં પણ તે અપેક્ષા તે સાધારણ ધર્મો છે. પરંતુ ત્યાં આ જીવનું જે જ્ઞાન છે તે જ જ્ઞાન બીજા જીવોમાં છે એમ નથી. પ્રત્યેક જીવના જ્ઞાન, દર્શન, ચૈતન્ય આદિ ધર્મો તે તે જીવના જ વિશેષ ધર્મરૂપ છે. આ પ્રમાણે અસાધારણપણું પણ છે; અને તેથી પોતાના જ્ઞાન વડે પોતે બીજા જીવોથી જુદો અનુભવમાં આવે છે.
ભાઈ! જ્ઞાન, આનંદ વગેરે વિશેષ ગુણો પ્રત્યેક આત્મામાં છે; સ્વમાં છે ને બીજા જીવોમાં પણ છે. પરંતુ સ્વના જ્ઞાન, આનંદ વગેરે સ્વમાં, ને ૫૨ જીવોના જ્ઞાન, આનંદ વગેરે ૫૨ જીવોમાં પોતપોતામાં છે. સ્વનું જ્ઞાન બીજા જીવમાં નથી, બીજા જીવનું જ્ઞાન સ્વમાં નથી. આ પ્રમાણે સ્વની ૫૨ જીવોથી અધિકતા હોવાથી સ્વસન્મુખ થતાં જ પોતાના જ્ઞાન વડે બીજા બધા જીવોથી જુદો પોતાનો આત્મા પોતાના સંવેદનમાં આવે છે. આવું સ્વસંવેદનજ્ઞાન તે જ્ઞાન છે અને તે ધર્મ છે. ભાઈ! તારું જ્ઞાનલક્ષણ એક એવું અસાધારણ છે કે તે સર્વ ૫૨દ્રવ્યો ને ૫૨ભાવોથી ભિન્નપણે ને પોતાના અનંત ધર્મો-ગુણોથી એકપણે આત્માનો અનુભવ કરાવે છે; માટે પ્રસન્ન થા ને જ્ઞાનલક્ષણે સ્વદ્રવ્યને લક્ષિત કર.
( ૧૧–૧૩૧ )
(૨૦૫ )
ભાઈ ! તારી ચીજ ચૈતન્યરત્નાકર તો અંદર કોઈ જુદી જ અલૌકિક છે. અહાહા...! અનંત ચૈતન્ય ગુણરત્નોનો ભંડાર ભર્યો છે. રાગની કર્તાબુદ્ધિમાં એ ભંડારનું તાળું બંધ થઈ ગયું છે, તે ખૂલે કેમ ? તો કહે છે-રાગ ઉપરની બુદ્ધિ છોડી દે, અનંત સ્વભાવોના ભેદનું લક્ષ છોડી દે, ને એકરૂપ-એક જ્ઞાયકભાવરૂપ અંદર પોતે છે તેમાં દષ્ટિ લગાવી દે; ખજાના ખૂલી જશે, ને અદ્દભુત આહ્લાદકારી આનંદ પ્રગટશે.
આત્મા જ્ઞાનસ્વરૂપ છે, તે જ્ઞાનથી પ્રાપ્ત થાય છે. વળી તે આનંદસ્વરૂપ છે, તેથી આનંદની પર્યાયથી તે પ્રાપ્ત થાય છે. પ્રભુત્વશક્તિથી આત્મા ભર્યો પડયો છે તો પ્રભુત્વની પર્યાયથી તેની પ્રભુતાનું ભાન થાય છે; આત્મા અકર્તૃત્વશક્તિથી ભર્યો છે, તેથી પર્યાયમાં રાગના અકર્તાપણે ને જ્ઞાનના કર્તાપણે તે અનુભવાય છે. અભોકતૃત્વ નામનો આત્માનો ગુણ છે, તો રાગનું અભોકતૃત્વ અને આનંદના ભોગવટાથી આખુંય દ્રવ્ય અભોકતાસ્વરૂપ અનુભવાય છે. આવી વાત ! અરે! લોકોએ માર્ગને વીંખી નાખ્યો છે આવું સત્ય બહાર આવ્યું તો આ એકાન્ત છે, અકાન્ત છે એમ રાડો પાડી વિરોધ કરવા માંડી પડયા છે.
અહા ! આત્મા અનંતધર્મસ્વરૂપ એક છે; તેમાં રાગ નથી, વિભાવ નથી. અહાહા...! પોતે જ પોતાને તારનારો અચિન્ત્ય દેવ છે; બીજો કોઈ તારનાર નથી. અરે ભાઈ ! પોતાનો સ્વભાવ શું? ને દેવ-ગુરુ-ધર્મનું સ્વરૂપ શું ? – તે યથાર્થ સમજ્યા વિના, તેની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com