________________
૭૨
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ વૈભવ
(૨૦૨ )
અહાહા.....! ભગવાન આત્મા મૂઢ નથી; તેના જ્ઞાન, દર્શન આદિ અનંત ગુણ શક્તિએ અમૂઢ છે. ભાઈ ! આત્મામાં અમૂઢ સ્વભાવનો પાર નથી. અહાહા...! ધર્મ-જ્ઞાની એમ અનુભવે છે કે-હું અપરિમિત અનંત શક્તિઓથી ભરેલો ચિદાનંદકંદ પ્રભુ અમૂઢ છું અહાહા...! એક સમયમાં ત્રણકાળ-ત્રણલોકને જાણે એવી અનંત પર્યાયોનો પિંડ જ્ઞાન ગુણ મારામાં પડયો છે, અહાહા...! પૂર્ણાનંદની પ્રતીતિરૂપ સાદિ-અનંત પર્યાયોનો પિંડ શ્રદ્ધા ગુણ મારામાં પડયો છે; એક સમયમાં નિર્બાધ અનંત આનંદને આપે એવી સાદિ-અનંત આનંદની પર્યાયોનો પિંડ આનંદ ગુણ મારામાં પડયો છે. અહાહા...! આવા અનંત ગુણનો રત્નાકર પ્રભુ હું આત્મા છું. અરે, આવા પોતાના આત્માને ભૂલી, હે જીવ! તું આ આકુળતાની ભઠ્ઠીના
વેદનમાં ક્યાં રોકાઈ ગયો !
અહાહા...! પૂર્ણાનંદ-સચ્ચિદાનંદસ્વરૂપ ચૈતન્યચમત્કારમય પ્રભુ આત્મા છે. તેનો અંતરમાં સ્વીકાર અને સત્કાર કર્યો તેની પર્યાયમાં જ્ઞાન ને આનંદનો સ્વાદ આવે છે...
અહા ! એક રાજાને-બાદશાહને મળવા જવું હોય તો કેટલી તૈયારી કરીને જાય? તો અહીં તો ભગવાનના ભેટા કરવા જવું છે, તો પછી તેમાં કેટલી તૈયારી જોઈએ ? અનંત અનંત અંતઃપુરુષાર્થની સાથે ભેટ બાંધીને જાય તો ભગવાનના ભેટા થાય. અહાહા! ત્રણ કાળ ત્રણ લોકને જાણવાનું સામર્થ્ય રાખે, અને તે પણ એક સમયમાં એવો અનંત શક્તિનો ભંડાર ભગવાન આત્મા સર્વોપરિ ચૈતન્ય બાદશાહ છે. એના ભેટા કરવા જવું છે તો આ બહારની–હીરા, માણેક, મોતીની ભેટ કામ નહિ આવે, અને ક્રિયાકાંડના રાગની ભેટ પણ કામ નહિ આવે; અહા! એ તો અંતઃપુરુષાર્થ જાગ્રત કરી, એના સ્વભાવની સમીપ જઈને અનુભવ કર્યો તત્કાલ દર્શન દે એવો તે ૫૨માત્મા છે. માટે હે ભાઈ! બહારના કોલાહલથી વિરામ પામી અંતર્મુખ થા.
(૧૧-૧૨૪ )
(૨૦૩)
જેમ ભગવાનનું સમોસરણ દિવ્ય, અલૌકિક ધર્મ દરબાર છે ને! તેમ ભગવાન આત્મા, ચૈતન્યરત્નાકર પ્રભુ-તેમાં અનંતગુણનિધાન અલૌકિક દરબાર ભર્યો છે. ભાઈ! તારી ચીજચૈતન્ય વસ્તુથી જગતમાં ઊંચુ કાંઈ નથી, માટે અંતર્દષ્ટિ કરી તેનું સેવન કર. (૧૧-૧૨૭)
(૨૦૪ )
-આત્મામાં જે ચૈતન્ય ગુણ છે તે એક અપેક્ષા સામાન્ય ગુણ છે, કેમકે પોતામાં જેમ ચૈતન્યગુણ છે તેમ બીજા અનંતા આત્મામાં ચૈતન્યગુણ છે. આ પ્રમાણે જ્ઞાન,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com