________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૭૦
અધ્યાત્મ વૈભવ છે, ને ત્રણ કાળના સમયોની સંખ્યાથી એક આકાશ દ્રવ્યના પ્રદેશ અનંતગુણા અનંત છે. આ લોકાલોકમાં વ્યાપ્ત આકાશ નામનો એક અરૂપી મહાપદાર્થ છે. તેનો દશેય દિશામાં ક્યાંય અંત નથી. જો આકાશનો અંત હોય તો પછી શું? પછી પણ આકાશ... આકાશ. આકાશ એમ જ આવે. જુઓ, ચૌદ બ્રહ્માંડમાં આ લોક છે, ને બાકીના ભાગમાં દશે દિશામાં સર્વત્ર અનંત... અનંત વિસ્તરેલો અલોક-આકાશ છે. અહાહા...! આ આકાશ નામના પદાર્થના ત્રણકાળના સમયોથી અનંતગુણા અનંતા પ્રદેશ છે. અને તેના કરતાં અનંતગુણી અધિક એક જીવદ્રવ્યમાં શક્તિઓ છે. ઓહો! આવડો મોટો ભગવાન આત્મા એક ચૈતન્ય મહાપદાર્થ છે. સમજાય છે કાંઈ
હા, તો તે જણાતો કેમ નથી?
અરે, ભાઈ ! તે ઇન્દ્રિયગમ્ય પદાર્થ નથી, તે સ્વાનુભવગમ્ય અતીન્દ્રિય મહાપદાર્થ છે. ઉપયોગને અંતર્મુખ કરવાથી જ જણાય એવો સૂક્ષ્મ પદાર્થ છે.
(૧૧-૯) '
(૧૯૭) અહાહા ! એક સમયની દર્શનની પર્યાય લોકાલોકનેભેદ પાડયા વિના સામાન્ય દેખે, તે જ સમયે જ્ઞાનની પર્યાય આ જીવ છે, આ ગુણ છે, આ પર્યાય છે, આ પર્યાયના અવિભાગ પ્રતિચ્છેદ છે-એમ ભેદ પાડીને જાણી લે છે. અહાહા...! દર્શનની પર્યાય બધું અભેદ સામાન્યરૂપે દેખે, ને જ્ઞાનની પર્યાય તે જ કાળે સ્વ-પર બધાને ભિન્ન ભિન્નપણે ભેદ પાડીને જાણે. અહો ! આવો ચમત્કારી અદભુત રસ આત્મામાં છે.
(૧૧-૪૮) (૧૯૮) ભગવાન આત્મા સોળે કળાએ-પૂર્ણ ભગવાન છે એમ આ શક્તિમાં બતાવ્યું છે. શું કહે છે? ભગવાન જ્ઞાયક જે ધ્રુવ નિત્યાનંદ પૂર્ણાનંદ પ્રભુ છે તેમાં, કહે છે, કમી કે વૃદ્ધિ થતી નથી. અહાહા..ભગવાન આત્મા એક જ્ઞાયક પ્રભુ ભરિતાવસ્થ છે, અર્થાત્ પરિપૂર્ણ અવસ્થિત છે. અહાહા....! પૂરણ પરમાત્મસ્વરૂપ એવો જ્ઞાયકદેવ પ્રભુ આત્મા છે, તેમાં અશુદ્ધતાનું તો નામ-નિશાન નથી.
ભાઈ ! અહીં શુદ્ધતાની અલ્પ-અપૂર્ણ પર્યાય પ્રગટ છે તો અંદર ત્રિકાળી ધ્રુવ દ્રવ્યસ્વરૂપમાં વિશેષ શુદ્ધતા છે, ને પૂર્ણ શુદ્ધ કેવળજ્ઞાનની દશા પ્રગટ થયે ત્યાં ત્રિકાળી સ્વરૂપમાં શુદ્ધતાની કમી થઈ ગઈ એમ છે નહિ. અહા! ભગવાન જ્ઞાયક સ્વરૂપ તો અંદર જેમનું તેમ રહેવારૂપ ત્રિકાળ પૂર્ણ નિયતરૂપ છે. હવે આવું એક જ્ઞાયકતત્ત્વ પૂરણ સારભૂત વસ્તુ કોઈક વિરલા જીવ પામી જાય છે.
(૧૧-૮૭) (૧૯૯) અહીં કહે છે-ત્રિકાળી દ્રવ્યમાં કમી-વૃદ્ધિ થતી નથી. એવો હું ત્રિકાળ નિર્વિકલ્પ, અભેદ, ઉદાસીન છું. અહાહા...! ધર્મી જીવ એમ ભાવે છે કે-નિત્ય નિરંજન શુદ્ધ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com