________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
७४
અધ્યાત્મ વૈભવ ઓળખાણ કર્યા વિના તું કોના જોરે તરીશ? ઊંધી માન્યતા ને કુદેવ-કુગુરુ-કુધર્મનું સેવન તો તને સંસાર સમુદ્રમાં ડુબાડનાર જ છે. હે ભાઈ ! તું પોતે જ કલ્યાણસ્વરૂપ છો, પોતે જ પોતાની નિર્મળ પર્યાયોની સૃષ્ટિનો સ્ત્રષ્ટા છો, ને પોતે જ પોતાનો રક્ષક છો. ભગવાન તો કહે છે–અમારા જેવા બધા ધર્મો તારા સ્વરૂપમાં ભર્યા છે, તેનો અંતરમાં સ્વીકાર કર ને ભગવાન થઈ જા. લ્યો આવો મારગ છે. અંદરમાં સ્વરૂપનો સ્વીકાર તે મારગ છે, ને અસ્વીકાર તે અમાર્ગ છે.
(૧૧-૧૩પ) (૨૮૬) આ આત્મા શરીરપ્રમાણ છે, તથાપિ તે શરીરથી તદ્દન ભિન્ન છે. શરીર તેનું કાંઈ સંબંધી નથી. આવો ભગવાન આત્મા અસંખ્યપ્રદેશી વસ્તુ અનંત ગુણોથી વિરાજમાન મોટો (સર્વોત્કૃષ્ટ) ચૈતન્ય બાદશાહ છે, અસંખ્ય પ્રદેશ તેનો દેશ છે, તેમાં વ્યાપક અનંત ગુણ તેના ગામ છે, ને એકેક ગામમાં અનંત નિર્મળ પર્યાયરૂપ પ્રજા છે. આ પર્યાયરૂપ પ્રજા કેવી રીતે પ્રગટ થઈ? તો કહે છે-અનંત ગુણમાં ભાવશક્તિનું રૂપ છે, તેથી પ્રત્યેકને વર્તમાન વિધમાન અવસ્થાવાળાપણું છે. આવી ઝીણી વાત છે. (મતલબ કે ઉપયોગને ઝીણો કરતાં સમજાય તેમ
જુઓ, આકાશમાં ધુવનો તારો હોય છે. તેને લક્ષમાં રાખીને સમુદ્રમાં વહાણ ચાલે છે. ધ્રુવ તારો તો ક્યાં છે ત્યાં છે, તેનું સ્થાન ફરતું નથી, પણ મોટાં વહાણો હોય છે તે આ ધ્રુવના તારાને લક્ષમાં રાખી નિશ્ચિત સ્થાન પ્રતિ ગતિ કરે છે. તેમ ભગવાન આત્મા ધ્રુવ, ચિદાનંદ પ્રભુ, આનંદરસ, જ્ઞાનરસ, શાંતરસ, વીતરાગરસ, જીવનરસ એવા અનંત ગુણના નિજરસથી ભરપૂર ભરેલો ધ્રુવ-ધ્રુવ ધ્રુવ છે. આવા ધ્રુવના લક્ષે વર્તમાન પર્યાયને અંદર ઊંડ (સન્મુખ) લઈ જતાં પર્યાયની ધ્રુવમાં એકતા થાય છે. રાગ અને પર નિમિત્ત સાથે એકતા હતી તે પલટીને ધ્રુવના લક્ષે ધ્રુવમાં એકતા થાય છે; આનું નામ સમ્યગ્દર્શન અને ધર્મ છે.
(૧૧-૧૫૪) (૨૦૭) અહાહા... ! ભગવાન આત્મા પરમ પવિત્ર ચૈતન્યરત્નાકરપ્રભુ પોતાની પવિત્રતાનો રક્ષક-નાથ છે. પોતાના યોગક્ષેમનો કરનારો હોય તેને નાથ કહીએ, કેમકે તે મેળવેલી ચીજની રક્ષા કરે છે, અને નહીં મેળવેલી ચીજને મેળવી આપે છે. ભગવાન આત્મા વર્તમાનમાં વિધમાન નિર્મળ-દશા છે તેની રક્ષા કરે છે. પોતે વિકારના અભાવ-સ્વભાવે છે ને તો વિકારને પ્રવેશવા દેતો નથી. અને વર્તમાનમાં કેવળજ્ઞાનનો અભાવ છે તેને તે અંતઃપુરુષાર્થની પૂર્ણ પ્રકર્ષતા વડે મેળવી આપે છે. અહીં આવો ભગવાન આત્મા નાથ છે. સમજાય છે કાંઈ... ? અહો પંચમ આરાના મુનિવર શ્રી કુંદકુંદાચાર્યદવે તીર્થકર તુલ્ય કામ કર્યું છે, ને અમૃતચંદ્રસૂરિએ તેમના ગણધર જેવું કામ કર્યું છે.
(૧૧-૧૫૯).
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com