________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૭૧
ચિતાત્માના સમ્યક શ્રદ્ધાન-જ્ઞાન-અનુષ્ઠાનરૂપ, નિશ્ચય નિર્વિકલ્પ સમાધિથી ઉત્પન્ન, વીતરાગ સહજાનંદરૂપ, સદાય અનુભૂતિમાત્રથી જાણવામાં આવે છે એવો હું સ્વસંવર્ધમાન પૂર્ણ છું. અહાહા...! રાગ-દ્વેષ-મોહથી રહિત, દ્રવ્યકર્મ-ભાવકર્મ-નોકર્મથી રહિત, પંચેન્દ્રિયના વિષય વ્યાપારથી ને મન-વચન-કાયના વ્યાપારથી રહિત એવો ત્રિકાળ જ્ઞાનરસ, આનંદરસ, શ્રદ્ધારસ ચારિત્રરસ, શાંતરસ-એમ અનંત ગુણોના રસથી ભરિત-પૂર્ણ એક હું છું. જુઓ, આ ભાવના!
(૧૧-૮૯) (200) આ રૂપાળું શરીર, વસ્ત્ર-આભૂષણ, ધન-સંપત્તિ ને બાગ-બંગલા એ તો બધાં જડ પુદગલરૂપ છે બાપુ! એનાથી કાંઈ આત્માની પ્રતિષ્ઠા-શોભા નથી. એ તો બધાં પુણ્યકર્મને આધીન છે ને જોતજોતામાં વિલીન થઈ જાય છે, વિખરાઈ જાય છે. સ્વસ્વરૂપમાં પ્રતિષ્ઠિત એવો આત્મા-ચૈતન્યબિંબ પ્રભુ-નિજ ચૈતન્યપ્રકાશથી સ્વયં શાશ્વત શોભાયમાન છે. અહાહા..! તેને ઓળખી, અંતરદષ્ટિ વડે ત્યાં જ લીન થઈ રહેવું તે પર્યાયની વાસ્તવિક શોભા છે. અહાહા...! અંતરાત્મા થઈ પરમાત્મા તું થા એનાથી બીજી કઈ શોભા? અહાહા...! ભગવાન આત્મા–ચૈતન્ય મહાપ્રભુ અનાદિ અનંત પોતાના સ્વસ્વરૂપમાં ચિકૂપસ્વરૂપમાં જ પ્રતિષ્ઠિત છે, કોઈ બીજા (શરીરાદિ) વડે તેની પ્રતિષ્ઠા નથી. આવા નિજ સ્વરૂપના આલંબને પર્યાયમાં નિર્મળ રત્નત્રયરૂપ નવી શોભા-પ્રતિષ્ઠા પ્રગટે છે. આનું નામ ધર્મ છે.
(૧૧-૯૫) (૨૦૧) -આ તત્ત્વજ્ઞાનનો છ માસ તો અભ્યાસ કર. અરે, તું પોતે અંદર પરમાત્મા છે તેની એક વાર છ માસ લગની લગાવી દે. અહાહા...! પ્રભુ, લાગી લગન હમારી! એક વાર લગન લાગી પછી શું કહેવું? અંદર આહલાદભર્યો ચૈતન્યનો સ્વાનુભવ પ્રગટ થાય છે. આ બીજા (અરિહંતાદિ ) પરમાત્માની લગની લાગે તે પરિણામ તો રાગ છે, પજી અંદર નિજ પરમાત્મસ્વરૂપ આત્મા છે તેની લગની લાગે તો પરમ આલાદકારી, પરમ કલ્યાણકારી સમકિત પ્રગટ થાય છે; અને ત્યારે સર્વ કર્મનો અભાવ થતાં જે ચૌદમાં ગુણસ્થાને અયોગીદશા પ્રગટ થાય છે તેનો એક અંશ પ્રગટ થઈ જાય છે.
અહાહા....અનંતમહિમાનિધાન પ્રભુ આત્મા છે. યથાર્થમાં એનો મહિમા ભાસે તો શી વાત ! સમયસાર નાટકમાં છેલ્લે જીવ-નટનો મહિમા કહ્યો છે. ત્યાં કહ્યું છે-“ જીવરૂપી નટની એક સત્તામાં અનંત ગુણ છે, પ્રત્યેક ગુણમાં અનંત પર્યાયો છે, પ્રત્યેક પર્યાયમાં અનંત નૃત્ય છે, પ્રત્યેક નૃત્યમાં અનંત ખેલ છે, પ્રત્યેક ખેલમાં અનંત કળા છે, અને પ્રત્યેક કળાની અનંત આકૃતિઓ છે, -આ રીતે જીવ ઘણું જ વિલક્ષણ નાટક કરનાર છે.” (૧૧-૧૨૦)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com