________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬૪
અધ્યાત્મ વૈભવ આત્માના અસ્તિ સ્વરૂપનો નિર્ણય કરતાં તેમાં જે નથી તેનો નિર્ણય પણ ભેગો આવી જાય છે. આત્મા દ્રવ્ય અને તેનું તત્ત્વ નામ ભાવ-એને જાણીને નિર્ણય કરતાં અન્ય નાસ્તિકરૂપ પદાર્થોનો તેમાં નિર્ણય આવી જાય છે.
(૧૦-૩૦૪). (૧૮૬). આ તો વીતરાગનો મારગ બાપુ! એમાંથી તો વીતરાગપણે જ ઊભું થાય છે. અહા ! હું મારાપણે-જ્ઞાનમાત્રપણે છું એમ જેને અંતરમાં નિર્ણય થયો તેને પોતાપણે રહેવામાં કોઈ પરપદાર્થની જરૂર ભાસતી નથી. પર પ્રત્યેની તેની ઈચ્છા માત્ર વિરામ પામી જાય છે. હું શુદ્ધ એક જ્ઞાનાનંદસ્વભાવી આત્મા છું એવું ક્યાં પર્યાયમાં જાણપણું થયું ત્યાં એને શરીરાદિ અનુકૂળ સંયોગની ભાવના રહેતી નથી. અરે! એની પરમ પ્રીતિ-ભક્તિનાં ભાજન એવા દેવ-ગુરુ-શાસ્ત્રની પણ એને ગરજ (અપેક્ષા) ભાસતી નથી; કેમકે એ બધાંને એ પરણેય જાણે છે. આકરી વાત બાપુ! પણ આ સત્ય વાત છે, ધર્મીના અંતરની વાત છે.
(૧૦-૩પર) (૧૮૭) ભાઈ ! પર-નિમિત્તનું ને વ્યવહારનું લક્ષ મટાડીને તારી હોંશ (ઉત્સાહ, વીર્યની ફુરણા) અંદરમાં જવી જોઈએ. તારો ઉત્સાહ જે વર્તમાન પર્યાયમાં છે તે ત્રિકાળી દ્રવ્યમાં જવો જોઈએ, કેમકે હું સ્વપણે-જ્ઞાનમાત્રપણે છું એવો સમ્મનિર્ણય, પર્યાય ત્રિકાળી દ્રવ્યમાં ઢળ્યા વિના ક્યાંથી થશે? હું પૂરણ જ્ઞાનાનંદસ્વભાવી પ્રભુ છું એવો યથાર્થ નિર્ણય તો ત્રિકાળી દ્રવ્યમાં ઢળવાથી જ થાય છે. આવી જ વસ્તુસ્થિતિ છે, અર્થાત્ વસ્તુ પોતે જ આ પોકાર કરે છે.
(૧૦-૩પ૩) (૧૮૮) અહાહા..... ! આ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યમય પ્રભુ આત્મા છે તે દ્રવ્યરૂપથી નિત્ય છે, અને તે જ પર્યાયરૂપથી અનિત્ય છે. પર્યાય જે પ્રતિસમય પલટે છે તે વડે તે અનિત્ય છે. અહાહા.. ! આ હું ત્રિકાળી ધ્રુવ છું એમ નિર્ણય કોણ કરે છે? તો કહે છે-અનિત્ય એવી પર્યાય તે નિત્યનો નિર્ણય કરે છે. નિર્ણય પર્યાય કરે છે, ધ્રુવ કાંઈ નિર્ણય કરતું નથી. નિત્યનો-ધ્રુવનો કે અનિત્યનો નિર્ણય નિત્ય-ધ્રુવ ન કરે, નિર્ણય તો અંદર ઢળેલી અનિત્યપર્યાયમાં જ થાય છે. આવી વાત !
અહો! ત્રિલોકીનાથ ભગવાનની વાણીમાં આવેલું રહસ્ય સંતોએ બહુ ટૂંકા શબ્દોમાં જગત સમક્ષ જાહેર કર્યું છે. કહે છે-ભાઈ તું ધ્રુવ અવિનાશી નિત્ય છો. પહેલાં નિત્ય નહોતું માન્યું, અને હવે માન્યું તો તે શેમાં માન્યું? અંદર ઢળેલી અનિત્ય પર્યાયમાં માન્યું છે. ભાઈ ! વસ્તુ જ આવી નિત્ય-અનિત્ય છે, ને અનિત્ય પર્યાયમાં જ નિત્યનું જ્ઞાન-શ્રદ્ધાન થાય છે. સમજાણું કાંઈ.... ?
-૩૫૫ ) ટૂંકમાં ત્રિકાળી એકરૂપ વસ્તુ તે સ્વદ્રવ્ય, તે જ સ્વક્ષેત્ર, તે જ સ્વકાળ અને તે જ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com