________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ભગવાન આત્મા
૬૩
જાણવું... જાણવું... જાણવું. એમ જાણવાના પ્રવાહનું પૂર પ્રભુ આત્મા છે; તે સંપૂર્ણ વિશ્વનો પ્રકાશક છે. પ્રકાશક એટલે જાણનારો હોં જગતની કોઈ ચીજનો કરનારો-કર્તા નહિ. ભાઈ ! કોઈ પર પદાર્થની ક્રિયા કરી શકે એવો આત્માનો સ્વભાવ નથી, એવું એનું સામર્થ્ય નથી. રાગ આવે એનો પણ એ જ્ઞાતા છે, આ પ્રમાણે ભગવાન આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે.
આત્મા વિશ્વસમય છે. વિશ્વમાં અનંતા પદાર્થ છે. તે અનંત અનંતપણે પોતાના કારણે રહ્યા છે; જો પરના કારણે હોય તો અનંતપણું ન રહે. વિશ્વ એટલે અનંતા દ્રવ્યો તેના પ્રત્યેકના અનંત-અનંત ગુણ અને તેની અનંત-અનંત પર્યાયો-આ બધું પોતપોતાના કારણે છે. બધું સ્વતંત્ર છે, અને ભગવાન આત્મા એ બધાનો પ્રકાશક છે, જાણનારમાત્ર છે, કરનારો-કર્તા નહિ. આવો જ્ઞાનાનંદરૂપ લક્ષ્મીનો ભંડાર પ્રભુ આત્મા વિશ્વનો પ્રકાશક હોવાથી વિશ્વસમય છે. સમજાણું કાંઈ ? “કાંઈ ' એટલે કઈ પદ્ધતિએ કહેવાય છે તેની ગંધ આવે છે? પૂરું સમજાઈ જાય તો ન્યાલ થઈ જાય એવું છે.
(૧૦-૩(૨) (૧૮૪) આત્મા ત્રિકાળી વસ્તુ તે અર્થ છે, અને તેનો જ્ઞાનસ્વભાવ તે તત્ત્વ છે. જેમ સોનું છે તે અર્થ કહેવાય, અને તેનાં પીળાશ, ચીકાશ, વજન ઇત્યાદિ તે તત્ત્વ કહેવાય. આત્મા ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે અર્થ છે, અને જ્ઞાન, આનંદ, સ્વચ્છતા પ્રભુના ઇત્યાદિ ગુણ સ્વભાવ તે તત્ત્વ છે. અર્થનું તત્ત્વ એટલે વસ્તુ-દ્રવ્ય તેનો ભાવ. ભાવવાન વસ્તુ તે અર્થ અને તેનો ભાવ તે અર્થનું તત્ત્વ છે. અહા! હિત કરવું હોય તેણે આ ભાવ સહિત જે ભાવવાન એવું નિજ દ્રવ્ય તેનો નિર્ણય કરવો પડશે..
આત્મા વસ્તુ અર્થ છે, ને જ્ઞાન તેનું તત્ત્વ છે. અહીં કહે છે-તેને જાણીને, તત્ત્વ સહિત અર્થને જાણીને, અર્થમાં ઠર; તારી દશા ઉત્તમ આનંદમય થઈ જશે.
(૧૦-૩૦૩) (૧૮૫) અહાહા ! જાગવાનો આ અવસર આવ્યો છે ભગવાન! હમણાં નહીં જાગે તો ક્યારે જાગીશ? સમયસારભૂત તું ભગવાન આત્મા છો, તારામાં પૂર્ણ પરમાત્મશક્તિ ભરી પડી છે. ઓહો ! તું જ્ઞાન, ને આનંદ ને વીર્ય ઇત્યાદિ અનંત ગુણમણિરત્નોનો અંદર ડુંગર ભરેલો છો. અંદર જુએ તો ખબર પડે ને? તેનો નિર્ણય કર ભાઈ ! હમણાં જ નિર્ણય કર.
હા, પણ તેમાં નવ તત્ત્વ તો ન આવ્યા?
અરે ! ભાઈ ! આત્માનો નિર્ણય કરે છે તેમાં નવે તત્ત્વનો નિર્ણય આવી જાય છે. પુણ્ય-પાપનાં આચરણ અને બંધના ભાવ તે ભગવાન આત્માના અસ્તિત્વમાં નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com